<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

પટેલ એન્‍ડ ઠાકર એસોસિએટની નવી ઓફીસનો રવિવારથી શુભારંભ

જી.એસ.ટી., રેવન્‍યુ, ટાઉન પ્‍લાનીંગ, રજીસ્‍ટ્રેશન, અપીલો, એસ.એસ.આર.ડી., જી.આર.ટી. બિનખેતી, શરતફેર, હેતુફેર, સિવીલ કોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધીની તમામ સેવાઓ એક છત્ર નીચે મળશે

રાજકોટ : શહેરમાં વર્ષોથી રેવન્‍યુ પ્રેકટીસ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતા અને રાજકીય રીતે ખૂબ જ સક્રિય એવા ડો.પરેશ ઠાકરની ટીમ દ્વારા તા.૨૮ના રવિવારે સમાજ જીવનના વિવિધ આગેવાનોની ઉપસ્‍થિતીમાં તેમજ જાહેર જીવનના મોભીઓ, જુદા જુદા એસોસીએશનના પ્રમુખો, જુદા જુદા જ્ઞાતિ અગ્રણીઓ અને લોકજીભે જેમનું આદર ભર્યુ સ્‍થાન છે. તેવા મહાનુભાવોની વિશેષ ઉપસ્‍થિતીમાં નવી ઓફિસનું ઉદઘાટન થવા જઈ રહયું છે.

ડો. પરેશ ઠાકર, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી છે, તેઓએ એલ.એલ.બી., એલ.એલ.એમ. પી.એચ.ડી. અને ગોલ્‍ડ મેડલ સુધીની પદવીઓ મેળવેલ છે અને રાષ્‍ટ્રપતિ એવોર્ડ (સ્‍કાઉટ પ્રવળતિ) પણ મેળવેલ છે. ઠાકર એસોસીએટના માધ્‍યમથી વકીલાત ક્ષેત્રે ખૂબ જ આદરપૂર્વક નામ આવેલ છે. ડો.પરેશભાઈ રાજકોટના રેવન્‍યુ ક્ષેત્રના કાયદાના નિષ્‍ણાંત એવા શ્રી આર. ડી.  રૂપાપરા તથા શ્રી આર. કે. શિયાણીના સાનિધ્‍યમાં જુનિયરશીપથી શરૂઆત કરેલ હતી. રાજકોટ શહેર દિવસે દિવસે વિરાટ સ્‍વરૂપ ધારણ કરતું જાય છ. રાજકોટમાં બાંધકામ ક્ષેત્રે, જમીન ક્ષેત્રે કલ્‍પનાતિત હરણફાળ રાજકોટ ભરી રહયું છે. તેવા સમયે લેન્‍ડ રેવન્‍યુ કોડ આધારીત જેવી કે, જમીન માપણી, હકકપત્રકની નોંધો, હલાણના -પ્રશ્નો, માપણીના પ્રશ્નો, શરતફેરના પ્રશ્નો, બિનખેતી વિષયક, શરતભંગ, લેન્‍ડ ગ્રેબીંગ, વિવિધ કાયદા તળેના અપીલના કેસો, તેમજ નગર નિયોજક / ટાઉન પ્‍લાનીંગ / રાજકોટ મહાનગર પાલીકા / રૂડા વિસ્‍તારમાં જુદા જુદા જમીન અને બાંધકામ ક્ષેત્રના પ્રશ્નોનું યોગ્‍ય માર્ગદર્શન મળી રહે તે માટે વકીલોની ટીમ ન્‍યાયિક કાર્યવાહી કરવા માટે પ્રતિબધ્‍ધ છે. સાથોસાથ રાજકોટ શહેરના રેવન્‍યુ અને જમીનના પ્રશ્નોની અરજ અહેવાલ, અપીલો નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધીનું માર્ગદર્શન પણ એક જગ્‍યાએથી જ મળી રહે તે પ્રકારનું પટેલ એન્‍ડ ઠાકર એસોસીએટ એ આયોજન હાથ ધરેલ છે.

 વર્તમાન સમયમાં રાજકોટમાં જી.એસ.ટી. / સી.જી.એસ.ટી. / આઈ.જી.એસ.ટી. ના પ્રશ્નો વ્‍યાપક પ્રમાણે ઉદભવી રહયા છે અને આ પ્રશ્નોના કાયદાકીય નીચોડ માટે અને યોગ્‍ય અને ન્‍યાયીક માર્ગદર્શન મળી રહે તે માટે અલગથી જ જી.એસ.ટી. નો વિભાગ શરૂ કરવામાં આવેલ છે.

રાજકોટમાં જમીન સાથે જોડાયેલા પરેશભાઈ રેવન્‍યુ પ્રેકટીસમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેમના અને તેમના સહયોગીઓ ધ્‍વારા વિશેષ આમંત્રિતો, આમંત્રિતો, જ્ઞાતિરત્‍નો, સમાજ રત્‍નો, રાજકોટ બાર એસોસીએશનના સીનીયર એડવોકેટશ્રીઓ, જુદા જુદા એસોસીએશનના પ્રમુખશ્રીઓ /કારોબારી સભ્‍યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, સાંસદ સભ્‍યશ્રીઓ, જાહેર જીવનના જુદા જુદા પક્ષના મોભીઓની હાજરીમાં તથા તમામ વિશેષ આમંત્રિતોની પ્રેરણાદાયક ઉપસ્‍થિતીમાં નવી ઓફીસનું ઉદઘાટન થવા જઈ રહયું છે.

પટેલ એન્‍ડ ઠાકર એસોસીએટમાં રાજકોટના તત્‍કાલીન મામલતદાર અને પ્રજાલક્ષી અભિગમથી કિર્તીમાન થયેલા કે.એમ. કથીરીયા તથા આર. કે. ગોહેલ (એડવોકેટ), મણીકાંત સિન્‍હા (બી.એ., પી.જી.ડી.સી.એમ.), રાહુલભાઈ રામાણી (બી.ઈ.સિવીલ), પાર્શ્વ ઠાકર (એડવોકેટ) સહિતના તજજ્ઞો સેવા આપવા તત્‍પર છે.

સ્‍થળ : ક્રિસ્‍ટલ-૩, ફર્સ્‍ટ ફલોર, ધારાસભ્‍યશ્રી ઉદયભાઈ કાનગડના કાર્યાલયની ઉપર, પાણીના ઘોડા પાસે, બાલક હનુમાન મંદિર સામે, રણછોડનગર, પેડક રોડ, રાજકોટ. તા. ૨૮ રવિવાર, સવારે ૮-૦૦ થી બપોરના ૨-૦૦ કલાક સુધી.

(3:34 PM IST)