<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

લગ્નના બે દિવસ અગાઉ હૃદય બેસી જતાં દીપીકા રાબડીયાનું મોત

કાલાવડની યુવતિએ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૬: હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુની એક અરેરાટીભરી ઘટના બની છે. જેમાં લગ્નના બે દિવસ અગાઉ યુવતિનું મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રહેતી દીપિકાબેન તુલસીભાઇ રાબડીયા (ઉ.વ.૨૪) ઘરે ઉલ્‍ટી થયા બાદ બેભાન થઇ જતાં કાલાવડ નજીકની હોસ્‍પિટલમાં સારવાર અપાવાયા બાદ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણીનું આજે મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર દીપિકાબેનના ૨૮મીએ સમુહલગ્ન સમારોહમાં લગ્ન નીર્ધારીત કરાયા હતાં. આવતી કાલે ૨૭મીએ સગાઇ થવાની હતી. ત્‍યાં આવો બનાવ બની જતાં પરિવારની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી. મૃતયુ પામનારના પિતા ટ્રાવેલ્‍સના ધંધાર્થી છે અને સાથે ખેતી કામ કરે છે.

(3:48 PM IST)