<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

સોની બજારમાં બંગાળી વેપારીની દૂકાનમાંથી બંગાળી કારીગર ૩૬.૪૦ લાખનું સોનુ ચોરી કરી ભાગી ગયો

પાંચ મહિના પહેલા કામે રહ્યો, બે મહિના બાદ વતન ગયોઃ દોઢ મહિના પહેલા ફરી કામે રહ્યો અને હાથફેરો કરી ગાયબ થઇ ગયોઃ એ-ડિવીઝન પોલીસે સોૈમેન સામંતાની ફરિયાદ પરથી અજય મલીક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૨૭: સોની બજારમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં અને ત્રણ માળની દુકાન ધરાવતાં બંગાળી વેપારીની દૂકાનમાંથી બંગાળનો જ કારીગર રૂા. ૩૬.૪૦ લાખના સોનાના દાગીના ચોરી ભાગી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પાંચ મહિના પહેલા જ કામે રખાયેલો કારીગર વહેલી સવારે ચોરી કરીને ભાગી ગયો હતો અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પેલેસ  રોડ પર શિલ્‍પા શો રૂમ પાછળ શીવા મહારાજની શેરીમાં શીવદુર્ગા નામના મકાનમાં રહેતાં અને સોની બજાર મોઘાણી શેરી જુમ્‍મા મસ્‍જીદ ચોક પાસે ગીરીરાજ કુંજ નામના મકાનમાં શીવદુર્ગા જ્‍વેલર્સ નામે ત્રણ માળની દુકાનમાં સોનાના ઘરેણા કારીગરો દ્વારા બનાવી આપવાનું કામ કરતાં મુળ પヘીમ બંગાળ હુગલીના ધાંસુવા ગામના વેપારી સોૈમેનભાઇ રામચંદ્રભાઇ સામંતા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી બંગાળ હુગલીના રાધાવલ્લભપુર પાતુલ ગામના અજય બબલુભાલ મલીક વિરૂધ્‍ધ રૂા. ૩૬,૪૦,૯૧૦ની કિંમતનું સોનુ ચોરી ભાગી જવાનો ગુનો નોંધ્‍યો છે.

સોૈમેનભાઇએ જણાવ્‍યું છે કે હું મારી દુકાનમાં ૧૫ કારીગરો રાખીને સોનાના દાગીના બનાવવાનું કામ કરુ છું. આ કારીગરમાં રાધાવલ્લભપુર પાતુલ બંગાળનો અજય મલિક પણ સામેલ હતો. અજય પાંચેક મહિના પહેલા મારે ત્‍યાં કામ કરવા આવ્‍યો હતો. તેના કાકાનો દિકરો કામ કરતો હોઇ જેથી તેની ઓળખાણ મારફત મેં તેને કામે રાખ્‍યો હતો. જો કે બે મહિના કામ કર્યા બાદ તે તેના પિતાની તબીયત બગડતાં વતન બંગાળ જઇ રહ્યો હતો. હાલમાં ફરીથી દોઢેક મહિના પહેલા મારી દુકાને અજય આવ્‍યો હતો અને દાગીના બનાવવાના કામમાં બીજા કારીગરો સાથે જોડાઇ ગયો હતો. તા. ૧૦/૧૨ના રોજ મેં ૩૨૦ ગ્રામ સોનાના દાગીના નક્‍શી કામ કરવા માટે અજયને આપ્‍યા હતાં. ત્‍યારબાદ ૧૨/૧૨ના હું મારી દુકાને રાબેતા મુજબ આવ્‍યો ત્‍યારે અજય મલીક જોવા ન મળતાં મેં તેના ફોન પર સંપર્ક કરતાં ફોન બંધ આવતો હતો. આથી બીજા કારીગરોને પુછ્‍યું હતું અને દૂકાનના કેમેરા ચેક કરતાં ૧૨મીએ સવારે  સાડા છએક વાગ્‍યે અજય દૂકાનમાંથી દાગીના કાઢતો જોવા મળ્‍યો હતો. કુલ ૩૬,૪૦,૯૧૦ના સોનાના દાગીના ચોરીને તે ભાગી ગયાનું જણાયું હતું. શોધખોળ બાદ પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં સોૈમેનભાઇએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

 

(2:41 PM IST)