News of Saturday, 27th December 2025
નવલનગરમાં ઘરમાં પડી જતા સતીષભાઇ વ્યાસનું મોત
પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ

રાજકોટઃ તા. ર૭, મવડી રોડ પર નવલનગરમા઼ રહેતા પૌઢ પોતાન ઘરે હતા ત્યારે પડી જતા તેને માથાના ભાગે ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ નવલનગર શેરી નં. ૩ માં રહેતા સતીષભાઇ જેરામભાઇ પરમાર (ઉ.વ.પ૩) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે પડી જતા તેને માથામાં ઇજા થવાના કારણે તે બેભાન થઇ ગયા હતા બનાવ બનતા પરિવારજનો દોડી આવ્યા હતા, બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસના એ.એસ.આઇ.એચ.ડી.પરમાર સહિતે તપાસ હાથ ધરી હતી મૃતક સતીષભાઇ ત્રણભાઇ અને એક બહેનમાં મોટા હતા, તે ભુણાવાખાતે એક કંપનીમાં નોકરી કરતા હતા, એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો.
(3:22 PM IST)










