<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

આખરે...પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી પરમારની બદલી

રાજકોટમાં નવા શાસનાધિકારી તરીકે જૂનાગઢના નાયબ ડિપીઇઓ રમેશ જેઠવાની નિમણૂંક

રાજકોટ, તા.૨૭: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૦ જેટલા વર્ગ-૨ અધિકારીઓની એકસામટે બદલી કરવામા આવી જેમા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમારની બદલી કરવામાં આવી છે. જ્‍યારે તેમની જગ્‍યાએ જુનાગઢના નાયબ ડિપીઈઓ રમેશ જેઠવાને મુકવામા આવ્‍યા છે.

કિરીટસિંહ છેલ્લા ૫ વર્ષ અને ૫ મહિના જેટલા સમયથી શાસનાધિકારી તરીકે કાર્યરત  હતા, તેમના જેટલો સમયગાળો કોઈ જ શાસનાધિકારીએ વિતાવેલ નથી.

તેમના આ સમયગાળા દરમ્‍યાન લગભગ ૮૦૦ જેટલા શિક્ષકોના પેન્‍શન કેસ મંજુર કર્યો, ૧૫૦૦  થી વધુ  શિક્ષકોના ઉચ્‍ચતર પગાર ધોરણ મંજુર કર્યા, ૨૫૦ જેટલા શિક્ષકોને જી.પી.એફ. યોજનામાં સમાવેશ કર્યો.તદ્દઉપરાંત શાસનાધિકારીની ફરજ સાથે કિરીટસિંહ પરમાર રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારના મદદનીશ ચૂંટણી અધિકારીની જવાબદારી પણ સોપવામાં આવેલ  હતી જયાં લ્‍ત્‍ય્‍ ની કામગીરી પણ તેમના દ્વારા ખુબ ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ, શાસનાધિકારીની સાથે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે પણ ૧૦ મહિના કામગીરી કરેલ.

(2:52 PM IST)