<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

રવિવારે અરવિંદ બારોટને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય એવોર્ડ અને અભેસિંહ રાઠોડને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ એનાયત થશે

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર, સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા : કુલપતિ પ્રોફે. ઉત્‍પલ જોશીની અધ્‍યક્ષતામાં પૂ. મોરારિબાપુના હસ્‍તે અપાશે એવોર્ડઃ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી આર્ટ ગેલેરી ખાતે સમારોહ

રાજકોટઃ  શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતની અસ્‍મિતા અને વિરાસત સમાન લોકકલા અને લોકસાહિત્‍યને જીવંત રાખનારા સંશોધકો અને કલાકારોના પ્રદાનને બિરદાવવા માટે આગામી તા.૨૮/૧૨/૨૦૨૫ને રવિવારના રેજ બપોરના ૦૩. ૦૦ થી ૦પ.૦૦ કલાક દરમિયાન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની આર્ટ ગેલેરીમાં શ્રી અરવિંદ બરોટને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય ઍવૉર્ડ - ૨૦૨૫ અને શ્રી અભેસિંહ રાઠોડને લોકગાયક હેમુ ગઢવી ઍવોર્ડ' ૨૦૨૫ પૂ. મૌરારિબાપુના હસ્‍તે અર્પણ કરવામાં આવશે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્‍પલ જોશીની અધ્‍યક્ષતામાં આ સમારોહ યોજાશે. સંસ્‍થાના નિયામક પ્રોફે, જે.એમ. ચંદ્રવાડિયાએ જણાવ્‍યું હતું કે, આ એવોર્ડનો મુખ્‍ય હેતુ આપણી આવતી પેઢી પોતાની સંસ્‍કળતિ અને લોકકલાથી પરિચિત રહે તેમજ આ ક્ષેત્રમાં અમૂલ્‍ય ફાળો આપનાર સંશોધકો. લોકગાયકો અને લોકવાર્તાકારોનું ગૌરવપૂર્ણ સન્‍માન કરવાનો છે.

અરવિંદ બારોટ

અરવિંદ બારોટનો જન્‍મ તા.૨૮ ઑગસ્‍ટ, ૧૯૫૨ના રોજ થયેલો. તેમનું મૂળ વતન અમરેલી જિલ્લાનું સાવરકુંડલા છે. પરંતુ હાલ તેઓ અમદાવાદમાં રહે છે. અરવિંદભાઈને ગુજરાતની જનતા લોકગાયક તરીકે ઓળખે છે. પરંતુ તેઓ લોકસાહિત્‍ય, લોકપરંપરા અને લોકસંસ્‍કળતિના મહત્ત્વના સંશોધક પણ છે. લોકસાહિત્‍યના એક સંશોધક તરીકે તેમની પાસેથી‘ગળથૂથીથી ગંગાજળ' (સંશોધન/અભ્‍યાસ લેખો), ૅખમ્‍મા, સોરઠ દેશને ! (લોકકથાઓ), મોર જાજે ઉગમણે દેશ' (લગ્નગીતો, રાંદલનાં ગીતો, ફટાણાં), હરિ તારાં નામ છે હજાર' (ધોળ, કીર્તન, પઠ, ઝીલણિયાં),‘રીત રિવાજ' (આપણી પરંપરાગત જીવનશૈલી), ‘વરત વરતોલાં' (પરંપરાગત વ્રતકથાઓ), નવ્‍વાણુંનો ધક્કો' (દેશી ઓઠાં -૧), ‘ખાતર માથે દીવો' (દેશી ઓઠાં -૨). ગામગોકીરો (દેશી ઓઠાં - ૩), ‘આવકારો મીઠો આપજે (કવિ કાગનાં ચૂંટેલાં કાવ્‍યો), ‘ઝળઝળિયાંને કાંઠે' (લોકઢબની કવિતાઓ),‘પ્રેમલોક' (જીવનલક્ષી વાતો),  ‘શબદુંનાં ખેતર ખેડિયાં' (ગામઠી પાત્રો, પ્રસંગો, ચિત્રો),‘દુહો ચીંધે એંધાણ' (૫૦૦ દુહાઓનું સાથે સંપાદન), ‘ગોકુળિવા ગાણાં' (શ્રીકળષ્‍ણની લીલાનાં લોકગીતો), ‘ભજનભાવ' (દેશી વાણી),, પીથલપુર' (લોક-નિબંધો) મળીને. કુલ ૧૯ ગ્રંથો પ્રાપ્ત થયા છે. એ દૃષ્ટિએ લોકસાહિત્‍યના સંશોધનક્ષેત્રે તેમનું માતબર પ્રદાન રહ્યું છે.

 લોકસાહિત્‍ય અને સંગીતક્ષેત્રે અરવિંદભાઈનાં બહુમૂલ્‍ય પ્રદાનને કારણે તેમને‘ગુજરાત ગૌરવ પુરસ્‍કાર',‘કવિ કાગ એવોડ',‘સંસ્‍કાર વિભૂષણ પુરસ્‍કાર', ‘અંજુન્નરસિંહ એવોર્ડ અને ગુજરાત સાહિત્‍ય અકાદમી તરફથી ‘શ્રેષ્ઠ પુસ્‍તક પારિતોષિક' એમ અનેક પુરસ્‍કારોથી પુરસ્‍કળત કરવામાં આવ્‍યા છે. આજે ૭૩ વર્ષની ઉંમરે પણ તેઓ લોકસંગીત અને લોકસાહિત્‍યના સંશોધનક્ષેત્રે પૂરી નિષ્ઠા અને નિસબતથી કામ કરે ??.

અભેસિંહભાઇ રાઠોડ

સૌરાષ્‍ટ્ર, ગુજરાત, કચ્‍છ અને કાઠિયાવાડનું નામ  સમસ્‍તમાં ગાજતું કરનાર અને જેમનું ખુદનું નામ પણ ગુજરાતના લોકકલા અને શિક્ષણ જગતમાં ખૂબ આદર અને અદબથી લેવાય છે એવા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે ગુજરાતના લોકગીતોને એનાં મૂળ ઢાળમાં ગાઈને સમસ્‍ત વિશ્વમાં પહોંચાડવાનું એક ભગીરથ અને અમૂલ્‍ય કામ કર્યું છે. ગુજરાતના લોકસાહિત્‍ય અને લોકકલાસંસ્‍કળતિ માટે આવાં ઉપકારક કર્તુત્‍વથી અભેસિંહ રાઠોડના બુલંદ અવાજને ઇતિહાસ હંમેશાં યાદ રાખશે. ગુજરાતના ભાલ નળ કાંઠા પ્રદેશમાં આવેલ બોટાદ જીલ્લાના સરવા ગામે સાવ સામાન્‍ય ક્ષત્રિય ખેડૂ પરિવારમાં જન્‍મેલા અભેસિંહ રાઠોડનું બાળપણ અભાવોમાં ગુજરેલું.

નાનકડા અભેસિંહના કંઠમાં માતા સરસ્‍વતી બિરાજમાન છે એની પ્રતીતિ તો શિક્ષકોને બહુ વહેલી થયેલી અને એટલે જ તો બાળ અભેસિંહને પહેલા ધોરણથી જ શાળામાં ગવડાવતા. અભેસિંહભાઈને માં નર્મદા પ્રતિ અપાર ખેંચાણ હતું અને એટલે જ જાણે માં નર્મદાએ એમને પોતાની સન્‍મુખ વસાવ્‍યા. ભરૂચના સાધના વિદ્યાલયના વ્‍યવસ્‍થાપકમંડળે શાળામાં શિક્ષક તરીકે જોડાવા એમને સામેથી કોલ મોકલ્‍યો અને ં શિક્ષક તરીકે જોડાયા.

 એમના સમસ્‍ત જીવન દરમ્‍યાન જ્‍યાંજ્‍યાં અને જેટલાં કાર્યક્રમો કર્યા છે ત્‍યાં સવિશેષ મેઘાણીના રચેલા ગીતો જ ગાયા છે એટલે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્‍તિ નથી કે રાષ્‍ટ્રીય શાયરને અભેસિંહભાઈએ લોકસ્‍મળતિમાંથી સ્‍મરણશેષ થવા દીધા નથી. અભેસિંહ રાઠોડ એટલે ગુજરાતી લોકકલા અને લોકસંગીતના મોખરાના કલામર્મી, તેમનો મેઘગર્જન કરતો બુલંદ અવાજ લોકસાહિત્‍યના આકાશમાં ચિરકાળ સુધી આંદોલિત થતો રહેશે.

આ સમારોહમાં સાહિત્‍યપ્રેમી જનતાને ઉપસ્‍થિત રહેવા હાર્દિક આમંત્રણ છે

(3:02 PM IST)