<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ભારતીય સંસ્‍કાર વારસાના સર્વાધિક જતન માટે રાજકુમાર કોલેજ કટીબધ્‍ધ

રાજકુમાર કોલેજ રાજકોટનાં પરિસરમાં વાર્ષિક સાંસ્‍કૃતિક સંધ્‍યા : ‘રાહગીર મિલા કબીર સે' શિર્ષક સાથે સવા ચારસો વિધાર્થી સમૂહે રજૂ કરી સંગીતમય નળત્‍ય નાટિકા

રાજકોટ : એકસો પંચાવન વર્ષનો ભવ્‍ય ઈતિહાસ ધરાવતાં શૈક્ષણિક સંકુલ રાજકુમાર કોલેજનાં સ્‍પંદિત પરિસર ખાતે ‘રાહગીર મિલા કબીર સે' શિર્ષક અંતર્ગત ગરિમાપૂર્ણ ‘વાર્ષિક સાંસ્‍કળતિક સંધ્‍યા' સંપન્ન થઇ હતી. ખાસ કરીને જેમનાં સાહિત્‍યનો બહોળો પ્રભાવ હિંદુ ધર્મ, ઇસ્‍લામ ધર્મો તથા સુફી પંથમાં જોવા મળે છે તેવાં પંદરમી સદીના મહાન સંતકવિશ્રી કબીરની અનેકવિધ રચનાઓનાં સાર ગર્ભિત અને મર્મ સ્‍પર્શી ભજનો તેમજ તત્ત્વચિંતનને વર્તમાન સમયની વાસ્‍તવિકતાઓની સાથે વણી લઇને વિશેષ ટેકનોલોજીના સહારે દ્‌શ્‍ય-શ્રાવ્‍ય માધ્‍યમ ઉપરાંત ચારસો પચીસથી પણ વધારે વિધાર્થીઓ દ્વારા રજૂ થયેલી વાસ્‍તવિક અભિનય યુક્‍ત આધુનિક મંચન યાત્રાએ વાર્ષિક સમારોહમાં ઉપસ્‍થિત બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ, શિક્ષણ જગતના સારથીઓ, ઉધોગ જગતનાં મોભીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સામાજિક ક્ષેત્રનાં મહાનુભાવો, નિમંત્રિત મહેમાનો, ગુરુજનો, વાલીઓ અને પૂર્વ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓનાં હ્રદય-મનને હરી લીધું હતું. પોતાનાં મૂળ ગીતનાં ખોવાઈ જવાથી ચિંતાગ્રસ્‍ત અવસ્‍થામાં ભટકી રહેલો અને ખ્‍યાતિ પ્રત્‍યેની આસક્‍તિથી ઝઝૂમી રહેલો એક યુવાન જ્‍યારે પોતાની સર્જનાત્‍મક યાત્રાના એક મહત્‍વપૂર્ણ વળાંકનાં ત્રિભેટે ઊભો છે ત્‍યારે તેને અચાનક જ કબીરજીની મુલાકાત થાય છે અને કબીરજીની પ્રતીકાત્‍મક હાજરીમાં એ ચિંતિત યુવકને આંતરિક સ્‍પષ્ટતા, વિનમ્રતા અને સત્‍ય તરફ દિશાનિર્દેશ પ્રાપ્ત કરાવે છે. અંતે દિશા ભૂલેલાં યુવકના બેન્‍ડને એક નાવિન્‍ય સભર ‘ગીત' ઉપલબ્‍ધ થાય છે. અંતરમનનાં દિવ્‍ય ઓજસ પાથરતું એક ભવ્‍ય ગીતનું પ્રાગટય ટેકનોલોજીથી નહીં પરંતુ સ્‍વયં આત્‍મબોધનાં આંગણેથી થયું છે એવી વિભાવના સાથે એસએનડીએના સ્‍થાપક સુમીત નાગદેવ નિર્મિત અને કલાસાધનાની ઝાંખી કરાવતી ધ્‍વનિમુદ્રણ, જીવંત સંગીત, નળત્‍ય અને પાત્રને અનુરૂપ વેશભૂષાનાં અદ્વુત એવાં સંમિશ્રણથી વાર્ષિક સમારોહમાં રજુ થયેલી સંગીત સભર નળત્‍ય નાટિકા ‘રાહગીર મિલા કબીર સે' કેવળ મનોરંજન માટે નહીં પરંતુ ભારતીય સનાતન સંસ્‍કળતિ અને સનાતન ધર્મના વિસરાઇ રહેલાં વૈભવ વારસાનાં જતન માટેના દ્રઢ નિર્ધારની ઘોષણા માટે પણ હતો. કેવળ પચ્‍ચીસ જ દિવસના ટૂંકા સમયગાળામાં અંદાજે ચારસો પચ્‍ચીસ વિદ્યાર્થીઓને સટીક માર્ગદર્શન આપીને નળત્‍ય નાટિકા માટેનો આત્‍મવિશ્વાસ જાગળત કરનાર સુમીત નાગદેવ ડાન્‍સ આર્ટ્‍સના (એસએનડીએ) આદ્યસ્‍થાપક શ્રી સુમીત નાગદેવ, નળત્‍ય નિર્દેશિકા શ્રીમતી સાશા નાગદેવને વિશેષ સ્‍મળતિચિન્‍હથી સન્‍માનિત કર્યા બાદ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝના પ્રેસિડેન્‍ટ અને રાજકોટનાં ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું કે, રાજકુમાર કોલેજના આ પરિસરમાં કેવળ અક્ષરજ્ઞાન જ નહીં પરંતુ નૈતિક, સામાજિક, સાંસ્‍કળતિક, શારીરિક, આધ્‍યાત્‍મિક અને મૂલ્‍યનિષ્ઠ શિક્ષણનાં અભિગમ સાથે આપણી ભાવિ પેઢીને આત્‍મનિર્ભર બનાવવા માટે અમો કળતનિશ્‍ચયી છીએ. ‘વાર્ષિક સાંસ્‍કળતિક સંધ્‍યા' માટે આ વર્ષનો વિષય અધ્‍યાત્‍મ જગતના શિરમોર સંતકવિ કબીર સાહેબનું આધ્‍યાત્‍મિક ચિંતન હતો. એ જ ક્રમમાં આગામી પ્રત્‍યેક વાર્ષિક સાંસ્‍કળતિક સંધ્‍યા માટેનાં વિષયો આપણી સનાતન ભારતીય સભ્‍યતા અને સંસ્‍કળતિ, ભારતની ભવ્‍યાતિભવ્‍ય ઋષિ પરંપરા અને સનાતન ધર્મ તેમજ પર્યાવરણના જતન, પ્રચાર-પ્રસાર અને સંરક્ષણ લક્ષી અભિગમથી નક્કી કરવામાં આવશે. રાજકુમાર કોલેજના સ્‍થાપક રાજવી પરિવારો ઉપરાંત  મહારાજા શ્રી વિજયરાજસિંહજી રાઓલ-ભાવનગર, ઠાકોર સાહેબ શ્રી કળષ્‍ણકુમારસિંહજી-ચૂડા, ઠાકોર સાહેબ શ્રી કીર્તિકુમારસિંહજી - લાઠીની વિશેષ ઉપસ્‍થિતિમાં સંપન્ન થયેલી ‘વાર્ષિક સાંસ્‍કળતિક સંધ્‍યા'નું આભાર દર્શન પ્રિન્‍સિપાલ શ્રી યશ સક્‍સેનાએ કર્યું હતું. 

 

(3:14 PM IST)