તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Monday, 29th December 2025
IMA ડો.એ.કે.એન.સિન્હા નેશનલ એવોર્ડથી ઈ.એન.ટી. સર્જન ડો.હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કર સન્માનિત : જુઓ વિડીયો
મેડિકલ ક્ષેત્રમાં ઉત્તમ અને વિશિષ્ટ સેવાઓ બદલ આપવામાં આવતો

રાજકોટઃ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની નેશનલ કોન્ફરન્સ IMA NATCON ૨૦૨૫ અંતર્ગત ૨૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૫ વાગ્યાથી ‘‘ધ ફોરમ સેલિબ્રેશન એન્ડ કન્વેન્શન'', ક્લબ ૦૭, શેલા, અમદાવાદ ખાતે આયોજિત વિશેષ નેશનલ એવોર્ડ સમારંભ દરમિયાન
ડો. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરને ‘‘Indian Medical Association Dr. A.K.N. Sinha National Award'' કે જે મેડિકલ ક્ષેત્રમાં ઉત્તમ અને વિશિષ્ટ સેવાઓ બદલ આપવામાં આવે છે IMA ડો. એ.કે.એન.સિન્હા ખૂબજ પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ છે.
આરાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર એનાયત સમારંભ IMA NATCON (રાષ્ટ્રીય પરિષદ) દરમિયાન દેશના વરિષ્ઠ અને અગ્રણી તબીબી અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ ડો. દિલીપ ભાનુશાળી (નેશનલ પ્રેસિડેન્ટ, IMA હેડક્વાર્ટર),
ડો. સરબરી દત્તા (ઓનરરી સેક્રેટરી જનરલ, IMA હેડક્વાર્ટર, દિલ્હી) ડો.આર. વી. અશોકન (ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, IMA) તથા ડો. મેહુલ પટેલ (પ્રેસિડેન્ટ, IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચ) દ્વારા ડો. હિમાંશુ ઠક્કરને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ગૌરવપૂર્ણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી જય શાહ (ચેરમેન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, ICC), માનદ અતિથિ તરીકે શ્રી શંકર ચૌધરી (માનનીય સ્પીકર, ગુજરાત વિધાનસભા) તથા માનદ અતિથિ તરીકે શ્રી મયંકભાઈ નાયક (સાંસદ, રાજ્યસભા ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ડો. કેતન દેસાઈ (ચીફ પેટ્રન IMA તથા પૂર્વ અધ્યક્ષ IMA, WMA અને MCI), ડો. અનિલકુમાર નાયક (નેશનલ પ્રેસિડેન્ટ-ઇલેક્ટ ૨૦૨૫૨૬, IMA), ડો.આર.વી. અશોકન (ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, IMA) તથા ડો. પીયૂષ જૈન (ઓનરરી ફાઇનાન્સ સેક્રેટરી, IMA) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડો. હિમાંશુ ઠક્કરે ઈએનટી ક્ષેત્રમાં, ખાસ કરીને બાળકો અને પ્રૌઢોમાં શ્વાસનળી તથા અન્નનળીમાં ફસાયેલા વિવિધ વસ્તુ એન્ડોસ્કોપી (દૂરબીન) દ્વારા કાઢી, અનેક અતિ જાટિલ અને જોખમી કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે અનેક જીવ બચાવતી સર્જરીઓ સફળતાપૂર્વક કરી છે.
આ પ્રસંગે નોંધનીય છે કે ડો. હિમાંશુ ઠક્કર Limca Book of Records ૨૦૨૫ તથા India Book of Records ૨૦૨૩ના ગૌરવવંત રેકોર્ડ હોલ્ડર પણ છે, જે તેમની તબીબી કુશળતા અને નવીન અભિગમનું જીવંત પ્રમાણ છે.
આ ઉપરાંત નોંધનીય છે કે ડો. હિમાંશુ ઠક્કરને અગાઉ પણ રાષ્ટ્રીય સ્તરે અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે.
તેમને વર્ષ ૨૦૧૩માં IMA Dr. C.S. Thakar National Award એનાયત કરવામાં આવ્યો હતો. તથા વર્ષ ૨૦૧૪માં IMA Med Achievers Award of Merit (IMA દિલ્હી હેડક્વાર્ટર નેશનલ) દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પૂર્વ સન્માનો ડો. હિમાંશુ ઠક્કરની તબીબી કુશળતા, સમર્પિત સેવા અને સમાજપ્રત્યેની નિષ્ઠાનું મજબૂત પ્રમાણ છે. તબીબી સેવાઓ ઉપરાંત, ડો. હિમાંશુ ઠક્કરે વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નેતૃત્વની જવાબદારીઓ સંભાળી છે. તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટ બ્રાન્ચના ભૂતપૂર્વ સેક્રેટરી, ENT Society of Rajkotના ભૂતપૂર્વ પ્રમુખ, Raghuvanshi DoctorsÓ Association, રાજકોટના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ શ્રી રાજકોટ લોહાણા મહાજનના ભૂતપૂર્વ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે.
આ તમામ સંસ્થાઓમાં તેમણે મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી આરોગ્ય અને સમાજસેવામાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે.
તબીબી સેવાઓ સાથે- ડો. હિમાંશુ ઠક્કરે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર, નિદાન કેમ્પો અને સામાજિક આરોગ્ય સેવાઓ દ્વારા સમાજસેવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ હંમેશા ‘‘દર્દી નારાયણની સેવા માટે તત્પર રહે છે.
IMA NATCON ૨૦૨૫ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની નેશનલ કોન્ફરન્સમાં ભારતભરથી તેમજ વિદેશમાંથી કુલ ૫,૦૦૦થી વધુ તબીબી પ્રતિનિધિઓ (ડેલિગેટ્સ) હાજર રહ્યા હતા.
IMAના શતાબ્દી વર્ષના ઉજવણી પ્રસંગે યોજાયેલી આ નેશનલ કોન્ફરન્સ, ભારતીય મેડિકલ એસોસિએશનના ઇતિહાસની સૌથી મોટી રાષ્ટ્રીય પરિષદ છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનથી માત્ર રાજકોટ અને ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર તબીબી સમુદાય ગૌરવ અનુભવી રહ્યો છે.અને ડો હિમાંશુ ઠક્કર ને તેમની આ જ્વલંત સિદ્ધિ માટે સમગ્ર તબીબી આલમ તથા મિત્રવર્ગ તરફથી હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. (મો.૭૯૯૦ ૧૫૩૭૯૩)
(9:52 AM IST)










