News of Monday, 29th December 2025
રઘુવંશી સાહેલી ગ્રુપનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ : નવા વર્ષના પ્રથમ દિવસે પહેલો કાર્યક્રમ ભજન સ્પર્ધા
પ્લેનક્રેશ, અગ્નિકાંડ, અકસ્માત જેવી ઘટનાઓ આ વર્ષે ન બને તે માટે સંસ્થાના બહેનો ભજન ગાઇને ભગવાનાને પ્રાર્થના કરશે

રાજકોટ : રઘુવંશી સાહેલી ગૃપ પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ વર્ષે સંસ્થા દ્વારા કુલ ૩૬ કાર્યક્રમો યોજાયા હતા. નવા વર્ષનો પ્રથમ કાર્યક્રમ તા.૧-૧-૨૦૨૬ના સાંજે ૪થી ૭ સાંગણવા ચોક મહાજનવાડી ખાતે ભજન સ્પર્ધા રાખેલ હોવાનું જણાવાયું છે. સંસ્થાના બહેનોએ જણાવેલ કે ભજન સ્પર્ધાનોહેતું એ છે કે ૨૦૨૫માં ઘણી સામુહીક દુર્ઘટના બની જેમકે પ્લેનક્રેશ, અગ્નિકાંડ, અકસ્માત, આવુ હવે ૨૦૨૬નાં ન બને એ હેતુથી બહેનો ભજન ગાઇને ભગવાનને પ્રાર્થના કરશે.ષાી એટલે શક્તિ જો ભક્તિ કરે તો ઇશ્વરને પણ માન્ય રાખવી પડે.
આ વર્ષે ઓર્ગેનીક મોલની મુલાકાત, એચડીએફસી બેન્કની મુલાકાત, ફીલ્મી અંતાક્ષરી, હોળીના રસિયા, ડીનર સાથે ગેમ્સ ઇનામો, ફેશન શો સહિત ૩૬ કાર્યક્રમો યોજાયા હતા.
આયોજનમાં સંસ્થાના પ્રમુખ હેમાબેન ક્કક્ડ, રંજનબેન કોટક, સહમંત્રી મંજુલાબેન તન્ના મો. ૮૧૨૮૫ ૬૦૦૧૯, ખજાનચી મંજુબેન પરમાર મો.૯૮૨૪૬ ૯૮૧૬૭, ઇ.ઓડીટર કાજલબેન ગડેચા મો. ૯૭૨૩૩ ૦૩૫૧૧, કાર્યાલય મંત્રી પલ્લવી પોપટ, તેમજ કારોબારી સભ્યો કલ્પનાબેન પોપટ, બીંદુબેન ચાંદ્રાણી, ભાવનાબેન મહેતા, ગીતાબેન ચોટાઇ, રૂપાબેન ભીમજીયાણી, પ્રીતીબેન તન્ના, વૈશાલીબેન ભીમજીયાણી, શીલા પટેલ મો. ૯૦૧૧૦ ૭૬૦૬૮, રશ્મિબેન ઠક્કર મો. ૯૯૨૫૨ ૯૦૪૨૭, ખ્યાતિ તન્ના, રીયા પ્રજાપતિ ૯૮૯૮૫ ૪૨૪૦૯ અને એડવોકેટ મિનલબેન સોનપાલ જોડાયા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:06 PM IST)










