<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

જુના માર્કેટ યાર્ડ સામે ‘હિટ એન્‍ડ રન': બકાલુ લેવા નીકળેલા નિવૃત રેલ્‍વે કર્મચારીનું બાઇકની ઠોકરે મોત

યાર્ડ પાસેના હુડકો ક્‍વાર્ટરમાં રહેતાં બાબુગર ગોસાઇના મૃત્‍યુથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: હિટ એન્‍ડ રનના વધુ એક બનાવમાં નિવૃત રેલ્‍વે કર્મચારી વૃધ્‍ધનું મૃત્‍યુ થયું છે.  જુના માર્કેટ યાર્ડના ગેઇટ સામે ચાલીને જઇ રહેલા વૃધ્‍ધને બાઇકચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા પામનાર નિવૃત રેલ્‍વે કર્મચારી શાકભાજી લેવા જતાં હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જુના માર્કેટ યાર્ડ પાસે આરએમસી હુડકો ક્‍વાર્ટરમાં રહેતાં બાબુગર અચરગર ગોસાઇ (ઉ.વ.૭૨) નામના વૃધ્‍ધ સવારે યાર્ડના ગેઇટ સામે ચાલીને જતાં હતાં ત્‍યારે બાઇકની ઠોકરે ચાડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર બાબુગર ગોસાઇ પરિવારના એકના એક મોભી હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે નિવૃત રેલ્‍વે કર્મચારી હતાં. સવારે શાકભાજી લેવા માટે યાર્ડ ખાતે જતાં હતાં ત્‍યારે હિટ એન્‍ડ રનની આ ઘટના બની હતી. અકસ્‍માત સર્જી ભાગી ગયેલા બાઇકચાલકને શોધવા બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:57 PM IST)