<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

કોઠારીયા સોલવન્‍ટમાં સીડી પરથી પડી જતાં નાનજીભાઇ ગોહેલનું મોત

ગઢકામાં બાથરૂમમાં પડી જતાં બેંકના નિવૃત કર્મચારી રામજીભાઇ ખીમસુરીયાનું મોત

રાજકોટ તા. ૨૯: કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં નાનજીભાઇ અમરાભાઇ ગોહેલ (ઉ.વ.૮૦) ગઇકાલે સવારે દસેક વાગ્‍યે ઘરે સીડી પરથી પડી જતાં માથા શરીરે ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસડાયા હતાં. અહિ સારવાર દરમિયાન આજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર નાનજીભાઇ છ ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતાં. સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્‍યારે ત્રંબા નજીક ગઢકા ગામે રહેતાં રામજીભાઇ દેવાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૭૩) નામના વૃધ્‍ધ સવારે  સાતેક વાગ્‍યે ઘરે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં સ્‍વિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બેંક ઓફ બરોડાના નિવૃત પ્‍યુન હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી

(2:58 PM IST)