News of Monday, 29th December 2025
રાજકોટ લોહાણા મહાજન દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનારનું જીવનોપયોગી આયોજન
રઘુવંશી બહેનો આત્મનિર્ભર બની સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુ સાથે ઃ તા. ૩ જાન્યુઆરી, શનિવારના રોજ કેશરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ ખાતે મુંબઇના વિખ્યાત તજજ્ઞ-અર્થશાસ્ત્રી ચિરાગભાઇ પટેલ અમૂલ્ય માર્ગદર્શન આપશેઃ સેમિનાર પૂર્ણ થયે સ્વાદિષ્ટ ભોજન પણ પીરસાશે * સેમિનાર તથા અંતાક્ષરી માટે નામ નોંધાવવા મહાજન મંત્રી રીટાબેન કોટક (મો. ૯૪ર૭૪ ૩૮૧૧૭ તથા ૮ર૦૦ર ૭૮૧૧૭) નો સંપર્ક કરી શકાય છે * લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૃ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સમાજોપયોગી આયોજન

રાજકોટ તા. ર૯ :.. વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન 'રાજકોટ લોહાણા મહાજન' દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષ-સમાજ ઉત્કર્ષના સામાજીક, સેવાકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, તબીબી, શિક્ષણલક્ષી, રોજગારલક્ષી કાર્યો અવિરતપણે થઇ રહ્યા છે, જેના ભાગરૃપે તા. ૩ જાન્યુઆરી, ર૦રપ શનિવારના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે કેશરીયા લોહાણા મહાજન વાડી, સેન્ટમેરી સ્કુલ સામે, સંકીર્તન મંદિરની બાજુમાં, કે.કે.વી. હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રઘુવંશી બહેનો માટે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનારનું જીવનોપયોગી આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં મહારાષ્ટ્ર-મુંબઇના તજજ્ઞ, જાણીતા અર્થશાસ્ત્રી, સ્પીકર અને ટ્રેનર શ્રી ચિરાગભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહી અમૂલ્ય માર્ગદર્શન આપશે.
જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં રઘુવંશી બહેનો આત્મનિર્ભરતા સાથે વ્યવસાયિક ક્ષેત્રે માહિતી મેળવી નિપુણતા પ્રાપ્ત કરી શકે, પરિવારને મદદરૃપ થઇ શકે, ગૃહ કાર્ય બાદ સમયનો સદ્ઉપયોગ કરી શકે તથા સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુ સાથે રાજકોટ લોહાણા મહાજન દ્વારા આ સમાજોપયોગી સેમિનારનું આયોજન થઇ રહ્યું છે. વિવિધ જગ્યાએ નાણાંનું રોકાણ તથા 'H0W TO DEVELOP OURSELF' શીર્ષક અંતર્ગત ઉપયોગી માહિતી શ્રી ચિરાગભાઇ પટેલ દ્વારા આપવામાં આવશે. શ્રી ચિરાગભાઇ પટેલ સમગ્ર ભારતમાં એક હજારથી પણ વધુ કાર્યક્રમો આપી ચુકયા છે.
આજના 'સ્કીલ ડેવલપમેન્ટ'ના જમાનામાં રઘુવંશી બહેનો મક્કમ મનોબળ સાથે પગભર બને અને સ્ત્રી સશકિતકરણના ઉદેશ્યને સાર્થક કરે તેવા શુભ આશય સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૃ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળે આ નિઃશુલ્ક ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનારનો બહોળી સંખ્યામાં લાભ લેવા રઘુવંશી બહેનોને નમ્ર અપીલ કરી છે. સેમિનાર તથા અંતાક્ષરી પૂર્ણ થયે સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સેમિનાર તથા અંતાક્ષરી સંદર્ભે નામ નોંધવવા તથા વિશેષ માહિતી માટે લોહાણા મહાજન મંત્રી શ્રીમતી રીટાબેન કોટક (મો. ૯૪૨૭૪ ૩૮૧૧૭ તથા ૮૨૦૦૨ ૭૮૧૧૭)નો સંપર્ક કરી શકાય છે.
(3:29 PM IST)










