News of Tuesday, 30th December 2025
ન્યુરો સર્જરી વિભાગના ડોક્ટર પરના હુમલાને વખોડતું ગુજરાત મેડીકલ ટીચર્સ એસોઅિસેશન
તબિબી અધિક્ષક અને મેડીકલ કોલેજના ડીનને રજૂઆતઃ પોલીસ ૪૮ કલાકમાં આરોપીને પકડી કડક કાર્યવાહી કરે તેવી માંગણી

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના ડો. પાર્થ પંડયા પર હીચકારો હુમલો કરવામાં આવ્યાની ઘટનાને ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસિએશન રાજકોટ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ અગે તબિબી અધિક્ષક અને મેડીક કોલેજના ડીનને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ પોલીસ ૪૮ કલાકમાં આરોપીને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી કડક પદાર્થપાઠ ભણાવે તેવી માંગણી કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે આ હુમલો હોસ્પિટલ માં દર્દીઓ માટે કામ કરતા રેસીડન્ટ ડોક્ટરો અને તજજ્ઞ ડોકટરોની સલામતી માટે અત્યંત ગંભીર બાબત છે અને તે માટે તાત્કાલિક પગલાની અમારી માંગ છે. દર્દીઓ માટે કામ કરતા ડોક્ટરોની સલામતી સરકાર અને તંત્ર પ્રાથમિકતા આપે એવી અમારી લાગણી અને માંગણી છે.
(3:09 PM IST)










