<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

નિધિ સ્‍કૂલના સ્‍થાપક સિંધુભા ચુડાસમાની પુણ્‍યતિથિ નિમિતે ગુરૂવારે ખેલ મહોત્‍સવ

શાળાના ૭૩૦ બાળકો વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લેશે, વાલીઓ માટે પણ સરપ્રાઇઝ ગેમ્‍સ રમાડવામાં આવશે : વિજેતાઓને ઇનામોથી નવાજાશે

રાજકોટ : નિધિ સ્‍કૂલ દ્વારા સ્‍કૂલના સ્‍થાપક સિંધુભા મૂળભા ચુડાસમાની ૧૧મી પુણ્‍યતિથિ નિમિત્તે ‘‘ખેલ મહોત્‍સવ'' નું આયોજન તા.૦૧/૦૧/૨૦૨૬ ગુરૂવારના રોજ સવારે ૦૮થી ૦૧ દરમિયાન અક્ષર પાર્ટી પ્‍લોટ, અયોધ્‍યા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આ પ્રસંગે બ્રહ્માકુમારીના નયના દીદી અને ભાગ્‍યવતી દીદી ઉપસ્‍થિત રહેશે, નિધિ સ્‍કૂલના કે.જી થી ધોરણ-૮ સુધીના ગુજરાતી  અને અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે અલગ અલગ રમતો જેમ કે બલૂન રેસ, આઇસ્‍ક્રીમ રેસ, પાસ ધ રીંગ, પ્‍લેટ એન્‍ડ બોલ, બોલ વીથ રીંગ, કોન બેલેન્‍સ, રોલ ધ બોલ ફન વીથ રીંગ, લંગડી રેસ, ટાસ્‍કરેસ, પાસીંગ ધ બોલ, સ્‍નેક રેસ, ૫૦ મીટર દોડ, બિલ્‍ડીંગ વિથ ગ્‍લાસ, જમ્‍પ એન્‍ડ કલેક્‍ટ બોલ, ત્રીપગી દોડ, રીંગ બાય રીંગ, બોલ બેલેન્‍સ રેસ, કબડ્ડી, બેક રેસ, તેમજ મ્‍યુઝીક ચેર એટલે કે સંગીત ખુરશીની રમતો રમાડવામાં આવશે. તેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક આપવામાં આવશે અને તેઓને મેડલ તેમજ ટ્રોફી દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ છે તેઓને પણ ક્રમાંક આપી ઇનામ દ્વારા સન્‍માનિત રવામાં આવશે. આ રમતોત્‍સવને સફળ બનાવવા સ્‍કૂલના મેનેજિંગ ટ્રસ્‍ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્‍ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્‍સિપાલ બીના ગોહેલ જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્‍કૂલનો સમગ્ર શિક્ષણ ગણ કાર્યરત રહેલ છે, આ સમગ્ર ખેલ મહોતસવનું સંચાલન દિશાંગી દવે તેમજ હેમાલી મકવાણા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં દર્શીલ, ગોહેલ વેદાંત, પરમાર દિવ્‍યાંશ, ત્રીવેદી પ્રીત, ઝન્નર અરમાન નકુમ તીર્થ, ગોહેલ કેવલ, ચાવડા પુરવ, સોલંકી કાર્તિક નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:18 PM IST)