News of Wednesday, 31st December 2025
દાઉદી બોહરા સમાજ દ્વારા સરકારી શાળાના ૭૨૦૦ વિદ્યાર્થીઓને ગરમ વષાોનું વિતરણ

રાજકોટ : શિયાળાની ઋતુ શરૂ થતા રાજકોટના દાઉદી બોહરા સમુદાયે સરકારી શાળાના વિદ્યાર્થીઓને ગરમ વષાો વિતરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. રાજકોટ પ્રાથમિક શિક્ષણ બોર્ડના સહયોગથી પી.પી. રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળામાં ‘વાર્મથ ફોર ચિલ્ડ્રેન' નામની આ પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પ્રયાસ દ્વારા દેશની ૧૦૦થી વધુ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૭૨૦૦ વિદ્યાર્થીઓને સ્વેટરના રૂપમાં આવશ્યક શિયાળાના વષાો પ્રાપ્ત થશે. ઉદ્ધાટન સમારોહમાં મ્યુ.કોર્પોરેશનના મેયર નયનાબેન પેઢડિયા સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો અને સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુ. પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, દંડક મનીષભાઈ રાડિયા, મહામંત્રી અશ્વિન મોલ્યા અને પુરૂષાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન કિશોર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરતા મેયર નયનાબેન પેઢડિયાએ કહેલ કે દાઉદી બોહરા સમુદાય સમાજમાં સુંદર રીતે ભળી જાય છે, જેમ ખાંડ દૂધમાં ઓગળી જાય છે, તેમ સમાજના તાણાવાણામાં ભળી જાય છે. વર્ષના દરેક દિવસે તેઓ પોતાના દેશ અને સમુદાય પ્રત્યે ઉડો અને સાચો પ્રેમ ધરાવે છે. સતત નિઃસ્વાર્થ સેવા માટે પોતાને સમર્પિત કરે છે. આ પ્રસંગે બોલતા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના પ્રતિનિધિ સૈફુદ્દીન ભાબરાવાલાએ જણાવ્યું હતું કે આ પહેલ કાઠિયાવાડ પ્રદેશની તાજેતરની મુલાકાતથી પ્રેરિત છે. મુલાકાત દરમિયાન સૈયદના સાહેબ શહેરો અને ગામડાઓમાં સમુદાયના સભ્યોને મળ્યા અને યુવા પેઢીના ઉછેરની જવાબદારી વિષે વાત કરી. આ માર્ગદર્શનથી પ્રેરિત થઈને સ્થાનિક સ્વયંસેવકોએ શાળાના અધિકારીઓ સાથે નજીકથી કામ કરીને એવા બાળકોને ઓળખ્યા જે શિયાળા દરમિયાન અપૂરતા કપડાંને કારણે આરામથી વર્ગોમાં હાજરી આપવા માટે સંઘર્ષ કરે છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમ પૂજારાએ આ સહયોગનું સ્વાગત કર્યું અને આવા પ્રયાસો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના સુખાકારીને સીધો ટેકો આપે છે તેમ જણાવેલ. પી.પી. રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળાના એક શિક્ષિકાએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું, શિયાળાની સવારે ઘણીવાર બાળકોને ઠંડી સાથે સંઘર્ષ કરતા જોઈએ છીએ, જે તેમની એકાગ્રતાને અસર કરે છે. આ સ્વેટર સ્પષ્ટ ફરક લાવશે. સ્વયંસેવકો, શિક્ષણ અધિકારીઓ અને શાળા અધિકારીઓના સહયોગથી આગામી અઠવાડિયામાં શિયાળાના વષાોનું વિતરણ કરવામાં આવશે. ‘વોર્મ્થ ફોર ચિલ્ડ્રન' એ પ્રોજેક્ટ રાઇઝનો એક ભાગ છે. જે દાઉદી બોહરા સમુદાયની એક વૈશ્વિક પહેલ છે.
(3:42 PM IST)










