<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ગૌ આધારિત વિકાસને વેગનો પ્રયાસઃ મંત્રીઓ સાથે ડો. કથીરિયાની બેઠક

 

રાજકોટ તા. ૩૧ :.. ગૌસેવક,પૂર્વ કેન્‍દ્રીય મંત્રી તથા ગ્‍લોબલ કન્‍ફેડરેશન ઓફ કાઉ બેઝ્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ (GCCI)ના સ્‍થાપક ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગુજરાત રાજ્‍યના આદિજાતિ વિકાસ, ખાદી, કોટેજ અને ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજીમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સામાજિક ન્‍યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્‍યમિક, પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ ના મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાથે ગાંધીનગરમાં મહત્‍વપૂર્ણ બેઠક કરી. આ અવસર પર ડલ. વલ્લભભાઈ કથીરિયાએ મંત્રીશ્રીઓને ગૌમાતાના ગોબરથી નિર્મિત ગણેશજીની પ્રતિમા (ગોબર ગણેશ) ભેટ સ્‍વરૂપે અર્પણ કર્યા, જે ગૌ આધારિત સ્‍વદેશી ઉત્‍પાદનો, પર્યાવરણ સંરક્ષણ તથા સંસ્‍કળતિ અને આત્‍મનિર્ભરતાનું ઙ્કતીક છે. આ બેઠક રાજ્‍યમાં ગૌ સેવા, ગૌ સંવર્ધન તથા ગૌ આધારિત સર્વાંગી વિકાસને ભવિષ્‍યમાં વધુ મજબૂત અને વ્‍યવસ્‍થિત રીતે આગળ વધારવા અંગે વિસ્‍તળત અને દૃષ્ટિપૂર્ણ ચર્ચા કરવામાં આવી.

બેઠક દરમિયાન ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ આધારિત અર્થવ્‍યવસ્‍થા - વિકસિત ભારત માટેનું નવું વિઝન પર પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો અને જણાવ્‍યું કે ગૌ સેવા માત્ર ધાર્મિક કે પરંપરાગત બાબત નહીં પરંતુ ગ્રામ્‍ય અર્થવ્‍યવસ્‍થા, રોજગાર સર્જન, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાનું શક્‍તિશાળી સાધન છે. ગૌ આધારિત વિકાસને રાજ્‍યની નીતિઓ સાથે જોડીને તેને બ્રાઉન રિવોલ્‍યુશન તરીકે આગળ વધારવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂકયો.

ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્‍યું કે ગૌ સેવા એ કળષિ, ઉદ્યોગ, આરોગ્‍ય, શિક્ષણ અને પર્યાવરણ  તમામ ક્ષેત્રોને જોડતું એક સર્વસમાવેશક મોડેલ છે, જેનાથી આત્‍મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતના લક્ષ્યોને સાકાર કરી શકાય. તેમણે રાજ્‍ય સરકારના વિવિધ વિભાગો વચ્‍ચે સંકલિત કાર્યયોજનાની આવશ્‍યકતા ઉપર પણ ભાર મૂકયો.

બેઠક દરમિયાન માનનીય મંત્રીશ્રીઓએ ગૌ સેવાને રાજ્‍યના સર્વાંગી વિકાસ સાથે સંકળીને આગળ વધારવા માટે હકારાત્‍મક અભિગમ વ્‍યક્‍ત કર્યો અને આવનારા સમયમાં નીતિગત તેમજ અમલીકરણના સ્‍તરે ગૌ આધારિત યોજનાઓને વધુ મજબૂત બનાવવા માટે સહકાર આપવાની ખાતરી આપી. આ બેઠક ગુજરાતમાં ગૌ સેવા, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત અર્થવ્‍યવસ્‍થાને નવી દિશા આપનાર એક મહત્‍વપૂર્ણ પહેલ સાબિત થશે તેવી સર્વત્ર આશા વ્‍યક્‍ત કરવામાં આવી. આ પ્રસંગે સફળ ગૌ ઉદ્યમી કિશોરભાઇ વોરા કે જેઓ ગાય ના ગોબરમાથી નિરાલી પેઈન્‍ટસના નામે  પેઈન્‍ટ (કલર) બનાવી રહ્યા છે તેઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:40 PM IST)