News of Wednesday, 31st December 2025
હરે કૃષ્ણ...ઈસ્કોન મંદિરે થર્ટીફર્સ્ટ અનોખી રીતે ઉજવાશે
કીર્તન, નૃત્ય, મહાપ્રસાદ, રાત્રે ૧૨ વાગે ભગવાનની આરતીથી નવા વર્ષનું સ્વાગત

રાજકોટઃ ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે આજે૩૧ ડિસેમ્બર વર્ષના અંતિમ દિવસે આધ્યાત્મિક આનંદ અને ભક્તિભાવ સાથે ઉજવવા માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે સામાન્ય રીતે ૩૧ ડિસેમ્બરની રાત્રે આપણા યુવા વર્ગ દ્વારા નવા વર્ષનું સ્વાગત મ્યુઝિક, ડાન્સ અને પાર્ટી જેવી પヘમિ સંસ્કૃતિ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવે છે. આ યુવા શક્તિ આધ્યાત્મિક માર્ગ તરફ વળે અને જીવનમાં સાચો આનંદ તથા શાંતિનો અનુભવ કરે તે હેતુથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
આ આયોજનમાં પヘમિ સંસ્કૃતિના મ્યુઝિકને હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનમાં, ડાન્સને ભક્તિભાવથી ભરપૂર નૃત્યમાં અને પાર્ટીમાં થતું ભોજનને ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર મહાપ્રસાદમાં રૂપાંતરિત કરીને એક આધ્યાત્મિક ઉજવણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આજે રાત્રે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી ભક્તિરસથી ભરપૂર કીર્તન, નૃત્ય, આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે બરાબર ૧૨ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણની મહા આરતી દ્વારા નવા વર્ષનું પાવન સ્વાગત કરવામાં આવશે.
આ અનોખી ઉજવણીનો ઉદ્દેશ ભૌતિક ઉજવણી કરતાં આધ્યાત્મિક ઉન્નતિ, શાંતિ અને આનંદનો અનુભવ કરાવવાનો હોવાનું જણાવાયું છે. ભાવિકોને લા લેવા અનુરોધ કરાયો છે.
(2:41 PM IST)










