<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રાજકોટ યુવા લોયર્સ એસો. દ્વારા વર્ષ ર૦ર૬ના કેલેન્‍ડરનું વિમોચન કરાયું: સતત ૧૬માં વર્ષે કેલેન્‍ડરનું પ્રકાશન કરાયું

 

રાજકોટ, તા.૩૧ :  રાજકોટમાં વર્ષ-૨૦૧૦ માં યુવા લોયર્સ એશોસીએશનની સ્‍થાપના થયેલ છે ત્‍યારથી યુવા લોયર્સ એશોસીએશન સીનીયર જુનીયર વકીલોમાં ખુબજ લોકપ્રિય અને કાયમી કાર્યશીલ રહેલ યુવા વકીલોની સંસ્‍થા તરીકે કાર્યરત છે અને યુવા લોયર્સ એશોસીએશન ધ્‍વારા રાજકોટ બાર એશો. ના આયોજીત કાર્યો તથા સમાજ ઉપયોગી કાર્યોમાં પણ પુરો સહયોગ આપવામાં આવી રહેલ છે. યુવા લોયર્સ ધ્‍વારાં ટ્રાફીક ઈ-મેમો, ફરજીયાત હેલ્‍મેટ, લોકડાઉનના કેસો બાબતે પણ સફળ કાનુની લડત ચલાવવામાં આવેલ. યુવા લોયર્સ એશોસીએશન ધ્‍વારા ૧૫ વર્ષથી ડિસેમ્‍બર માસમાં નવા વર્ષના કેલેન્‍ડર પ્રકાશીત કરવામાં આવે છે આ કેલેન્‍ડરમાં વકીલ મીત્રો તથા અન્‍ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર ધ્‍વારા જાહેર કરવામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તીથી, ચોઘડીયા સહીતની અનેક વિગતો સાથેનું માહીતી સભર કેલેન્‍ડર બહાર પાડવામાં આવે છે. સદરહું કેલેન્‍ડરનું વીતરણ જુદી જુદી સરકારી કચેરીઓ, સામાજીક સંસ્‍થાઓ, એડવોકેટ ઓફીસોમાં કરવામાં આવે છે. યુવા લોયર્સ ધ્‍વારા દર વર્ષની પરંપરા મુજબ રાજકોટના મળે. જોઈન્‍ટ ડ્રીસ્‍ટ્રીકટ જજ સાહેબ ટી.એસ.બ્રહમભટટ સાહેબ તથા અગ્રણી વકીલ મીત્રોના હસ્‍તે વિમોચન કરવામાં આવેલ હતું.

આ માહીતીસભર કેલેન્‍ડરના વિમોચન સમયે ભાજપ લીગલ સેલ રાજકોટના કન્‍વીનર પીયુશભાઈ શાહ, સહ કન્‍વીનર કમલેશભાઈ ડોડીયા, ડી.જી.પી.એસ.કે.વોરા સરકારી વકીલશ્રી આબીદભાઈ સોસન, અનીલભાઈ ગોગીયા, બીનલબેન રવેશીયા, રાજકોટ બાર એશો. ના કારોબારી સભ્‍ય દિપ વ્‍યાસ, સંજય ડાંગર તથા પુર્વ કારોબારી સભ્‍ય અજય પીપળીયા, કિશન વાલ્‍વા ઉપરાંત યુવા વકીલો, વિરેન રાણીંગા, અશ્વીન ગોહેલ, જીતેન્‍દ્ર ધુળકોટીયા, દિપક બથવાર, રવીરાજસિંહ જાડેજા, યુવરાજ સાકરીયા, ઉપરાંત મહીલા એડવોકેટ રચના કકકડ, શીતલ ત્રીવેદી, ઉર્વી આચાર્ય, શ્વેતા દુબે, તેજલ, ખીમાણી, વિગેરે સીનીયર જુનીયર વકીલો તથા કર્મચારી અગ્રણી ભળગુરાજસિંહ જાડેજા, હમીરભાઈ સહીતના મોટી સંખ્‍યામાં હાજર રહેલ હતા.

આ પ્રોજેકટને લીગલ સેલ ગુજરાત ના સહ કન્‍વીનર અનીલભાઈ દેસાઈ, રાજકોટ બારના પુર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ક્રિમીનલ બાર એશો.ના નરેન્‍દ્રસિંહ ચાવડા, રાજકુમાર હેરમા યુનીટી ઓફ લોયર્સના તુષારભાઈ બસલાણી, અશ્વિનભાઈ મહાલિયા, અશ્વિનભાઈ ગોસાઈ, એમ.એ.સી.પી.બારના પુર્વ પ્રમુખ અજયભાઈ જોષી, રેવન્‍યુ પેકટીશનર્સ એશો. ના એન.જે.પટેલ, કિશોરભાઈ સખીયા, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્‍વામી, વીહીપ લીગલ સેલના નીતેશભાઈ કથીરીયા, ચેતનભાઈ આસોદરીયા, રક્ષીતભાઈ કલોલા, જુનીયર બાર એશો. ના ચંદ્રસિંહ તલાટીયા, ચંદ્રસિંહ પરમાર વિગેરેનું વિશેષ માર્ગદર્શન મળેલ છે.

સમગ્ર પ્રોજેકટને સફળ બનાવવા યુવા લોયર્સ એશોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ કન્‍વીનર હેમાંશુ પારેખ, આનંદ પરમાર, પ્રશાંત લાઠીગરા, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, અભીષેક શુકલ, હુશેન હેરંજા, ચીત્રાંક વ્‍યાસ, રીતેશ ટોપીયા, સંજય ટોળીયા, ધવલ પડીયા, હર્પીલ શાહ, જયવિર બારૈયા, મીલન જોષી, કુલદીપ ચૌહાણ, નયન મણીયાર, કેવલ પુરોહીત, હીરેન ડોબરીયા, પાર્થ સંઘાણી, વિજય પટગીર, નીલ શુકલ, ખોડુભા સાકરીયા, જયપાલ સોલંકી, સાગર પરમાર, યશ ખેર, પણવ વ્‍યાસ, યશપાલ ચૌહાણ, સહદેવ રાઠોડ, દીલીપ વઘેરા, ઉપરાંત અગ્રણી યુવા વકીલો નિમેષ કોટેચા, તુપાર સોંડાગર, યોગેશ રાશીયા, આનંદ રાધનપુરા, મોહીત ઠાકર, જીગર નશીત, અજીત પરમાર, રાહુલ મકવાણા, રવી રાઠોડ, ભાર્ગવ બોડા, પારસ શેઠ, નીરજ કોટડીયા, ભાવીન બારૈયા, જય બુધ્‍ધદેવ, નીકુંજ મહેતા,ચીરાગ શાહ, આકાશ શાહ, કશ્‍યપ ઠાકર, રવી મુલીયા, શકિત ગઢવી, જીતેશ રાઠોડ વિગેરે યુવા કાર્યકરો તથા મહીલા યુવા ટીમના મીનળબા ગોહીલ, નીધી રાયચુરા, શીતલ રાઠોડ વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે. આ કેલેન્‍ડર પ્રોજેકટમાં ધ્‍વારીકા ચુપના નીલેશભાઈ ડાંગર તથા મયુરભાઈ ડાંગર, શિવ ઓટોના ભરતભાઈ પટેલ તથા જયસુખભાઈ તથા અર્બુદા લેન્‍ડ ડેવલોપર્સના ભરતભાઈ પરમાર અને હિમાંશુભાઈ પરમાર, રાજકોટનો વિશેષ સહયોગ મળેલ છે.

 

(2:54 PM IST)