News of Wednesday, 31st December 2025
એલટાઇની ટીમે નિહાળ્યુ રાઈઝીંગ રાજકોટ પ્રદર્શન

એલટાઈ રાજકોટ સેન્ટ્રલ ચેપ્ટરની ટીમે રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ રાજકોટ રાઇઝીંગ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જે શહેરના ચાર સદીઓના ઐતિહાસિક વિકાસને ઉજાગર કરતું અને શહેરી જીવનમાં નવી જ જાગળતિ લાવતું કેન્દ્ર બની રહ્યું છે. આ અવસરે ટીમને રાજકોટ મહાનગરપાલિકાના ઉપમુખ્ય મ્યુ. કમિશનર શ્રી ચેતન નંદાણીએ વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે દરેક ગેલેરીની પાછળની વાર્તા, ઐતિહાસિક સંદર્ભો, ઔદ્યોગિક સિદ્ધિઓ, નાગરિક વિકાસ અને સ્માર્ટ સિટી દિશામાંના પ્રયાસોની વિસ્તળત માહિતી આપી હતી. આ મુલાકાતમાં એલટાઈના સભ્યો ડો. વિશાલ વારિયા, મીનુ જસદણવાલા, રચિતા મહેતા, બિંદિયા ચૌહાણ અને ડો. તય્યબ કાપસી વગેરે સાથે જોડાયા હતા.
(3:06 PM IST)










