News of Wednesday, 31st December 2025
વોડ ર્નં-૧માં વિવિધ વિસ્તારોના રસ્તાઓ ડામરથી મઢાશે : ખાતમુહૂર્ત

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧માં ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર ડૉ.હિરેનભાઈ ખીમાણીયા, ડૉ.અલ્પેશભાઈ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, વોર્ડ મહા મંત્રી નાગજીભાઈ વરુ, રાણાભાઈ ગોજીયા, બક્ષીપંચ મોરચા પ્રમુખ લલિતભાઈ વડોલીયા, સંગઠન સભ્યો તથા વિસ્તારના અગ્રણીઓ તથા રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(3:49 PM IST)










