News of Thursday, 1st January 2026
રાજકોટના કેતનકુમાર ખપેડ સહિત રાજયના ૧૭ RTOને બઢતી સાથે બદલીઃ ભાવનગરના ઇન્દ્રજીત ટાંક રાજકોટમાં
તાત્કાલીક અસરથી ફરજ પર હાજર થવા હુકમોઃ વલસાડ- ગાંધીનગર- મહેસાણાને પણ અસર

રાજકોટ તા.૧:ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષના અંતિમ દિવસે રાજ્યના મોટર વાહન ખાતાના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. વિભાગના ઉપસચિવ તેજેન્દ્ર પટેલની સહીથી જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, વર્ગ-૨ માં ફરજ બજાવતા ૧૭ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓને વર્ગ-૧ (પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી/નાયબ વાહન વ્યવહાર નિયામક) સંવર્ગમાં બઢતી આપી નવી જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નીચે મુજબના અધિકારીઓને બઢતી સાથે નવી જવાબદારી સોંપાઈ છે.
પ્રતિક બાબુભાઈ લાઠીયાઃ આર.ટી.ઓ., બારડોલીથી બદલી કરી આર.ટી.ઓ., વલસાડ ખાતે નિમણૂક. કનકસિંહ દેવીસિંહ પરમારઃ આર.ટી.ઓ., અમદાવાદ (પૂર્વ) થી આર.ટી.ઓ., ગાંધીનગર. વિનીતા હેમરાજ યાદવઃ વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરથી આર.ટી.ઓ., મહેસાણા. હાર્દિકકુમાર અરવિંદભાઈ પટેલઃ આર.ટી.ઓ., અમદાવાદથી આર.ટી.ઓ., પાટણ. આકાશ મહેન્દ્રભાઈ પટેલઃ આર.ટી.ઓ., સુરતથી આર.ટી.ઓ., નવસારી. કેતનકુમાર મથુરભાઈ ખપેડઃ આર.ટી.ઓ., રાજકોટથી આર.ટી.ઓ., વડોદરા. જીગર કૌશિકકુમાર કા. પટેલઃ આર.ટી.ઓ., વડોદરાથી આર.ટી.ઓ., હિંમતનગર. જેમિનકુમાર જેઠાભાઈ ચૌધરીઃ આર.ટી.ઓ., પાટણથી નાયબ નિયામક, વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર. દિપસંગભાઈ કનુભાઈ ચાવડાઃ એ.આર.ટી.ઓ., બોટાદથી આર.ટી.ઓ., આણંદ. મિતેષ નરેન્દ્ર બંગાલેઃ આર.ટી.ઓ., ભરૂચથી આર.ટી.ઓ., નડિયાદ. ચિંતન દશરથભાઈ પટેલઃ આર.ટી.ઓ., દાહોદથી આર.ટી.ઓ., બારડોલી. ઉત્તમ બાબુલાલ સોલંકીઃ વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરથી આર.ટી.ઓ., પાલનપુર. તપનકુમાર ભુપેન્દ્રભાઈ મકવાણાઃ આર.ટી.ઓ., હિંમતનગરથી આર.ટી.ઓ., મોરબી. જીગર કનુભાઈ પટેલઃ આર.ટી.ઓ., પાલનપુરથી ગુજરાત રોડ સેફટી ઓથોરીટી, ગાંધીનગર. સ્વપિ્નલકુમાર મનુભાઈ પટેલઃ આર.ટી.ઓ., મહેસાણાથી આર.ટી.ઓ., બાવળા. ઈન્દ્રજીત સુરેશભાઈ ટાંકઃ આર.ટી.ઓ., ભાવનગરથી આર.ટી.ઓ., રાજકોટ. શૈશવ કનુભાઈ ગામીતઃ એ.આર.ટી.ઓ., વ્યારાથી આર.ટી.ઓ., દાહોદનો સમાવેશ થાય છે.
આ તમામ અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૧૧ મુજબના પગાર ધોરણમાં બઢતી આપવામાં આવી છે. સરકારના આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે, જેથી નવા વર્ષની શરૂઆત સાથે જ આર.ટી.ઓ. કચેરીઓમાં વહીવટી કામગીરી વધુ વેગવંતી બનશે
(11:55 AM IST)










