News of Thursday, 1st January 2026
મનપામાં વર્ષ-ર૦રપમાં સૌથી વધુ ૭૪૪૦ની લગ્ન નોંધણી
મ્યુ. કોર્પોરેશનના ચોપડે વર્ષ ર૦૦૮ થી ર૦રર સુધીમાં ૭૦,૦૩પ લગ્ન નોંધાયાઃ જાન્યુઆરીથી ડિસે. ર૦રપ સુધીમાં ૭૪૪૦ રજીસ્ટ્રેશન થયાઃ ર૦ર૦ એપ્રિલ-મે માસમાં શુન્યઃ વર્ષમાં ૪ લાખની આવક

રાજકોટ તા. ૧: કાયદાકીય આધાર પુરાવા માટે લગ્નની નોંધણી જરૂરી હોય અને આ અંગે લોકોમાં જાગૃતિ આવી હોય વીસ - ત્રીસ વર્ષ પહેલા લગ્ન કરનારા તે નોંધાવવાનું ટાળતા તેના બદલે હવે લગ્ન નોંધણી લગ્ન પછી થોડા દિવસમાં જ કરાવી લેવાતી હોય છે ત્યારે રાજકોટ મ્યુ. કોર્પોરેશનનાં લગ્ન નોંધણી વિભાગમાં વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૨ સુધીમાં ૭૦,૦૩૫ લગ્ન નોંધણી થવા પામી છે. જયારે વર્ષ ૨૦૨૪ એટલે કે ગત વર્ષે સૌથી વધુ ૭૩૭૩ હજાર લગ્ન નોંધાયા હતા. જયારે આ વર્ષે એટલે કે ૨૦૨૫માં ૭૪૪૦ લગ્ન સર્ટી નીકળ્યા છે.
આ અંગે મનપાના આરોગ્ય શાખાના લગ્ન નોંધણી વિભાગના ચોપડે વર્ષ ૨૦૦૮થી ૨૦૨૨ સુધીમાં ૭૦,૦૩૫ લગ્ન નોંધણી થઇ છે. જેમાં સૌથી વધુ વર્ષ ૨૦૨૧માં ૬૩૨૦ લગ્ન નોંધાતા તંત્રને રૂા. ૩,૧૨,૩૨૦ની આવક થવા પામી છે. થોડા વર્ષોથી લોકોમાં જાગૃતિ આવતા લગ્ન નોંધણી વિભાગમાં દરરોજ નવદંપતીઓ અને લોકોની લાઇનો જોવા મળી રહી છે. રોજ ૬૦ થી ૭૦ લગ્નોની નોંધ થાય છે. જેમાં સોગંદનામા સહિત ૧૨ દસ્તાવેજો જરૂરી હોય છે. એક અરજદારને લગ્ન સર્ટીફીકેટની ૩ કોપી મળી છે. વર્ષ ૨૦૨૧માં કુલ ૬૩૨૦ લગ્ન નોંધણી કરવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં ૭૧૮, ફેબ્રુઆરીમાં ૬૭૦, માર્ચમાં ૭૮૫, એપ્રિલમાં ૩૦૨, મેમાં ૨૩૧, જુનમાં ૫૯૪, જુલાઇમાં ૬૨૭, ઓગસ્ટ ૫૮૪, સપ્ટેમ્બર ૪૨૧, ઓકટોબર ૪૨૭, નવેમ્બરમાં ૩૦૯ તથા ડિસેમ્બરમાં ૬૫૨ લગ્ન નોંધાયા છે.
રાજકોટ શહેરમાં આમ તો લગ્ન ગાળો બારે મહિના ચાલુ જ રહે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી લગ્નબાદ લગ્ન નોંધણી સર્ટી માટેનો ક્રેઝ વધવા લાગતા યુગલો લગ્ન બાદ તુરંત રજીર્સ્ટ્રારમાથે મનપાના આરોગ્ય વિભાગ ખાતે આવતા હોય છે. ગત વર્ષ ૨૦૨૫ના ૩૬૫ દિવસ લગ્ન નોંધણી વિભાગમાં સતત ટ્રાફિક જોવા મળ્યો હતો અને વર્ષાંતે આંકડાઓ જાહેર થયા છે તે મુજબ રાજકોટમાં ૭૪૪૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાઈને રજીસ્ટ્રેશન કરાવી સર્ટી મેળવ્યું હતું.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વર્ષ ૨૦૨૫ દરમિયાન દરેક એક માસમાં ૨૦ યુગલોએ સરેરાસ લગ્ન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એકવર્ષના કુલ આંકડા મુજબ ૭૪૪૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. લગ્ન નોંધણીના નિયમ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં લગ્ન ગ્રંથીથી જોડાયા હોય તેવા યુગલોનું લગ્ન સર્ટી મહાનગરપાલિકા કચેરીમાંથી નિકળી શકે છે. છતાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ રાજકોટમાં લગ્ન યોજવામાં આવી રહ્યા છે. પાર્ટિ પ્લોટ તેમજ મહાનગરપાલિકા અને પ્રાઈવેટ કોમ્યુનિટી હોલમાં લગ્નો લેવાતા હોય છે. જેમાં મુખ્યત્વે મહા અને વૈશાખ માસ દરમિયાન સૌથી વધુ લગ્નો જોવા મળે છે. ત્યાર પછીના મહિનામાં યુગલો મેરેજ સર્ટીફિકેટ માટે મનપાના આરોગ્ય વિભાગ ખાતે લાઈનો લગાવે છે.
એક વર્ષના આંકડા મુજબ દરરોજ ૨૦ લગ્નો શહેરમાં યોજાઈ રહ્યા છે. હાલ કમુર્તા હોવાથી એક માસ લગ્નની સિઝન બંધ રહેવા પામી છે. છતાં પણ અનેક પાર્ટી પ્લોટમાં આજે પણ લગ્ન લેવાતા હોવાથી જાન્યુઆરીના મધ્યાંતે લગ્ન નોંધણી માટે ફરી યુગલોનો ધસારો જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવતા સરકારે લોકડાઉન સહિતના પગલા ઉઠાવ્યા હતા. દરમિયાન આ સમયગાળામાં એટલે કે વર્ષ ૨૦૨૦ એપ્રિલ અને મે માસમાં એક પણ લગ્ન નોંધાયા નથી. (૯.ર૭)
ર૦૦૮ થી ર૦ર૪ સુધીમાં નોંધાયેલ લગ્ન
વર્ષ નોંધાયેલ લગ્ન
ર૦૦૮ ૩પ૮પ
ર૦૦૯ ૩૪૬૩
ર૦૧૦ ર૬૧પ
ર૦૧૧ ૩૪૦૪
ર૦૧ર ૪૧૦૮
ર૦૧૩ ૪૭૯૭
ર૦૧૪ ૪૩૯૧
ર૦૧પ પર૭૧
ર૦૧૬ ૪૯૬૧
ર૦૧૭ ૪૩૬પ
ર૦૧૮ ૪૮૧૪
ર૦૧૯ પ૬પ૮
ર૦ર૦ ૪૯૪૩
ર૦ર૧ ૬૩ર૦
ર૦રર ૭૩૪૦
ર૦ર૩ ૭૪૮૬
ર૦ર૪ ૭૩૭૩
કુલ ૮પ,૮૮૩
ર૦રપમાં કયા મહિનામાં કેટલા લગ્ન રજીસ્ટ્રેશન થયા
જાન્યુઆરી ૬૮૩
ફેબ્રુઆરી ૫૮૩
માર્ચ ૮૦૮
એપ્રિલ ૭૪૦
મે ૭૭૮
જૂન ૭૧૪
જૂલાઈ ૭૪૧
ઓગસ્ટ ૪૧૭
સપ્ટેમ્બર ૪૦૨
ઓક્ટોબર ૨૯૧
નવેમ્બર ૫૧૯
ડિસેમ્બર ૭૬૧
કુલ લગ્ન ૭૪૪૦
(3:48 PM IST)










