<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

AI ટેકનોલોજી સાથે ગુજરાતનું પ્રથમ હાઇગો પ્રિવેન્‍ટીવ કેર કલીનીક

હાઇગો હેલ્‍થ કેર દ્વારા આરોગ્‍યક્ષેત્રે નવા પ્રકલ્‍પો સાથે શુભારંભ જાણીતા ન્‍યુરોસર્જન ડો.પ્રિયાંક વસાવડાના નેતૃત્‍વમાં રોગ થયા પછી સારવાર અને રોગ થયા પહેલા બચાવનો ઉદેશ્‍ય સાથે કલીનીક સ્‍થળઃ હાઈગો કલીનીક, શરણમ સેફરોન, અંબિકા ટાઉનશીપ, ૪ જીવરાજ પાર્ક મેઈન રોડ, મવડી, રાજકોટ.

રાજકોટ, તા.૧: તબીબ વિજ્ઞાન દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહયું છે અનેક જટીલ રોગોની આધુનિક સારવારથી અસરકારક પરિણામ મળી રહયું છે. ત્‍યારે રાજકોટના તરવરીયા યુવાન ન્‍યુરો સર્જન ડો.પ્રિયાંક વસાવડા દર્દીઓની સુખાકારી માટે રોગ થયા પછી  અને રોગ થવા પહેલા બચાવવા માટેનું AI ટેકનોલોજી સાથે ગુજરાતનું પ્રથમ હાઈગો પ્રિવેન્‍ટાવ કરે કલીનીકનો પ્રારંભ કર્યો છે.

હાઈગો હેલ્‍થ કેરના ફાઉન્‍ડર ડો.પ્રિયાંક વસાવડા પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું કે, હાઈગો હેલ્‍થ કેર દ્વારા ગુજરાતમાં આરોગ્‍ય સેવા માટે એક નવી દિશાની શરૂઆત કરવામાં આવી છે. હાઈગો  એ ગુજરાતનું પ્રથમ પ્રિવેન્‍ટીવ કેર કલીનીક છે, જે આર્ટીફીયલ ઈન્‍ટેલીજેન્‍ટસ (Al) આધારિત ટેકનોલોજી દ્વારા આરોગ્‍યસેવાને reactive (રોગ થયા પછી સારવાર) માંથી proactive (રોગ થવા પહેલા બચાવ) મોડલ તરફ લઈ જવાનો ઉદ્દેશ ધરાવે છે. પરંપરાગત રીતે લોકો લક્ષણો દેખાય ત્‍યારે જ ડૉક્‍ટર પાસે પહોંચે છે, જ્‍યારે HYGO નો અભિગમ અલગ છે ラ અહીં risk identification, early screening અને timely interventi દ્વારા રોગ વિકસે એ પહેલા જ તેની ઓળખ કરવામાં આવે છે. આ પદ્ધતિથી રોગની ગંભીરતા, સારવારનો ખર્ચ અને દર્દીની તકલીફમાં નોંધપાત્ર ઘટાડો શકય બને છે.

હાઈગો ની આ પ્રિવેન્‍ટીવ ફસ્‍ટ વિચારધારા તેની સ્‍થાપનાથી જ જોડાયેલી છે. હાઈગો ના ફાઉન્‍ડર ન્‍યુરોસર્જન ડો.પ્રિયાંક વસાવડા જેઓ સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં ફંકશનલ ન્‍યુરો સર્જરી અને એપેલેપ્‍સી સર્જરી લાવનાર પ્રથમ ન્‍યુરોસર્જન રહયા છે,  તેઓ લાંબા સમયથી એડવાન્‍સ મેડીકલ ટેકનોલોજીને યોગ્‍ય રીતે અને સમયસર દર્દી સુધી પહોંચાડવાના અભિગમ સાથે કાર્ય કરી રહ્યા છે. એ જ વિચારધારાનો વિસ્‍તળત સ્‍વરૂપ હાઈગો દ્વારા પ્રવેન્‍ટીવ હેલ્‍થકેરમાં જોવા મળે છે.

હાઈગોકેર ફાઉન્‍ડરના ડો.પ્રિયાંક વસાવડાએ વધુમાં જણાવ્‍યું કે, સર્વાઇકલ કેન્‍સર ભારતમાં મહિલાઓમાં થતો એક સામાન્‍ય પરંતુ સંપૂર્ણપણે અટકાવી શકાય એવો કેન્‍સર છે. આ બાબતને ધ્‍યાનમાં રાખીને, આ વર્ષે ભારત સરકાર દ્વારા સર્વાઈકલ કેન્‍સર સ્‍ક્રીનિંગને વધુ વ્‍યાપક બનાવવા માટે નિર્ધારિત પગલાં લેવામાં આવ્‍યા છે, જેથી વધુમાં વધુ મહિલાઓ સુધી વહેલ નિદાન પહોંચાડી શકાય.

સમયસર સ્‍ક્રીનિંગ દ્વારા સર્વાઇકલ કેન્‍સરને pre-cancer stage પર જ ઓળખી શકાય છે, અને યોગ્‍ય સમયે સારવાર થવાથી કેન્‍સરને વિકસતા અટકાવી શકાય છે.

(4:30 PM IST)