<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

રાજકોટ જીલ્લા પોલીસે ૧ વર્ષમાં ૧૮ કરોડનો દારૂ - ૪૩ લાખનો ગાંજો - ડ્રગ્‍સ ઝડપી લીધો

૬.૭૪ કરોડની દબાણયુકત જમીન ખુલ્લી કરાવાઇઃ પોકસો હેઠળ ૧પર આરોપીઓ સામે કાર્યવાહી

રાજકોટ તા. ૧: રાજકોટ જીલ્લા પોલીસે ગત વર્ષની ર૦રપની કામગીરીના આંકડા રજુ કર્યા છે. જેમાં પાસ કરીને જીલ્લા પોલીસે એક વર્ષમાં કુલ ૧૮ કરોડનો વિદેશી દારૂ અને ૪૩ લાખનો ગાંજો-ડ્રગ્‍સ ઝડપી લીધો છે.

રાજકોટ ગ્રામ્‍ય, જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જર નાઓના અધ્‍યક્ષતા હેઠળ રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દ્વારા ગત વર્ષમાં GPAct. 55-57 (હદપારી)ના ૧૩૫ કેસો, PASA Act ૭૫, હથિયારધારા ૧૫, જુગારધારાના ૧૦૧૮ NDPS ૨૦ કેસ થયેલ છે.જેમા ૨૪ આરોપીની ધરપકડ કરી કિંમત ૪૩,૭૩,૩૭૦/-મુદ્દામાલ   કબ્‍જે કરેલ છે. તથા PIT-NDPS    ૦૪ કેસ કરાયા છે.

પ્રોહી  કેસ ૯૩૬૧ કેસ કરી રૂ.૧૭,૮૨,૯૬,૬૬૩/-નો દારૂ કબ્‍જે કરેલ છે. અને તે પૈકી રૂ. ૧૫,૫૭,૯૬,૬૬૩/- મુદ્દામાલનો નાશ કરવામા આવેલ છે. સરકારી જમીન પર થયેલ દબાણના કુલ ૬૦ કેસો માથી દબાણ દુર કરી રૂ. ૬,૭૪,૧૬,૦૮૮/- દબાણ મુક્‍ત કરાવવામાં આવેલ છે. 

તેમજ પોક્‍સો એક્‍ટ હેઠળ કુલ ૧૫૨ આરોપીની ધરપકડ કરવામા આવેલ છે. તથા કુલ ૬૪  ભોગબનનાર બાળાઓને શોધી પરીવારને સોંપી આપવામા આવેલ સાયબર એક્‍ટ હેઠળ મળેલ અરજીમાં  ફ્રીઝ થયેલ રૂ. ૩,૩૩,૯૩,૭૦૭/- રકમ અરજદાર શ્રીઓને પરત અપાવેલ છે. તથા ઓપરેશન ‘‘મ્‍યુલ હંટ'' અંતર્ગત કુલ ૧૨ ગુન્‍હા દાખલ કરી ૩૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે

(4:13 PM IST)