News of Friday, 2nd January 2026
ડો.આનંદ પોપટાણી તબીબી સેવાની સ્વર્ણિમ જયંતિઃ નિષ્ઠા-પ્રતિષ્ઠાના ધબકારા
દર્દીના દર્દનું સચોટ નિદાનથી સારવાર માટે જાણીતા ડો.આનંદ પોપટાણી આજે ૭૯ વર્ષે પણ અડીખમઃ તબીબી જ્ઞાન સાથે સતત અપડેટઃ નવોદીત તબિબો માટે પ્રેરણા મૂર્તિ ડો. આનંદ પોપટાણીનો આવતીકાલે જન્મદિવસ.... : ડો.આનંદ પોપટાણીના સુપુત્ર ડો.વિશાલ પોપટાણી ગુજરાતના ટોચના હૃદયરોગ નિષ્ણાંત ત્રીજી પેઢી પૌત્ર જરાホ પણ તબિબી અભ્યાસમાં મોખરે

રાજકોટના સીનીયર મોસ્ટ ડો. આનંદ પોપટાણી તેના પરિવાર સાથે નજરે પડે છે. પ્રસ્તુત તસ્વીરમાં ડો.આનંદ પોપટાણી સાથે તેમના ધર્મપત્નિ મધુબેન પોપટાણી, તેમના સુપુત્ર જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો.વિશાલ પોપટાણી અને તેમના ધર્મપત્નિ ડો. ભ્રૂવી પોપટાણી, અને તેમના સુપુત્ર જરાહ્ન અને રાજીષ્ણુ નજરે પડે છે.
આજે ડોકટરોને દેવદૂત કહેવામાં આવે છે દર્દીઓના દર્દને નજીકથી જાણીને તેની પીડા દૂર કરવા સારવાર કરે છે. આજે તબીબી ક્ષેત્રે ૫ દાયકા વટાવી ચૂક્યા હોય તેવા જૂજ તબીબ જ હાલ કાર્યરત છે. આવા જ તબિબોમાં સીનીયર મોસ્ટ ગણાતા અને નવોદિત તબિબો માટે પ્રેરણા રૂપ ૭૯ વર્ષે યુવાનોને શરમાવે તેવી તંદુરસ્તી અને મંદુરસ્તી સાથે કાર્યરત ડો.આનંદ પોપટાણી તેના યશસ્વી જીવનના ૭૮ વર્ષ પૂર્ણ કરી ૭૯ વર્ષના મંગલમયી પ્રવેશ કરી રહયા છે ત્યારે આવતીકાલે ડો. આનંદ પોપટાણી (મો.૯૮૨૪૨ ૧૨૦૮૦) નો જન્મદિવસ છે. તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. ડો.આનંદ પોપટાણીની ૫ દાયકાની તબીબી સેવા આજે બેમીસાલ બની છે. નિષ્ઠા સાથે પ્રતિષ્ઠાનો સંગમ ડો.આનંદ પોપટાણી ની ત્રીજી પેઢી આજે તબીબી ક્ષેત્રે દસ્તક આપે છે.
આજે વિદ્યાનગર મેઈન રોડ ડોકટરોનો રોડ બની ગયો છે. અત્રે એ ઉલેખનિય છે કે આજથી ૫૧ વર્ષ પૂર્વે ૧૯૭૫માં પ્રથમ કલીનીક ડો.આનંદ પોપટાણી એ શુભારંભ કર્યો હતો.
સામાન્ય રીતે લાંબી અને સુદિર્ઘ કારર્કીદી પાછળ સખત પરિશ્રમ, નિષ્ઠા અને તપ હોય છે. આવી જ કાંઈ કાર્યશૈલી ડો.આનંદ પોપટાણીની રહી છે. ડો. આનંદ પોપટાણી તબીબી જ્ઞાન અને કુશળતા માનવ શરીર વિશે ઉંડાણ પૂર્વકનું જ્ઞાન અને નવિનતા સભર આધુનિક સારવાર કરે છે. દર્દીના લક્ષણોમાં જીણી-જીણી બાબતો ઉપર ધ્યાન આપી, ગંભીર બિમારીનું સમયસર નિદાન કરી સચોટ સારવારમાં અસરકારક પરિબળ બને છે. સતત હસ્તા મોઢે દર્દીના દર્દને પ્રારંભિક તબક્કે જ હળવો કરે અને દર્દીમાં રહેલો ભય દૂર કરે છે. હંમેશા દર્દીના હીતને પ્રાથમિકતા આપે અને નૈતિકતાનું પાલન કરે છે.
આવા સદગુણો થકી તબીબી ક્ષેત્રે વટવૃક્ષ બનેલા ડો.આનંદ પોપટાણીના સુપુત્ર અને સૌરાષ્ટ્રના જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડો.વિશાલ પોપટાણી પણ તબીબી ક્ષેત્રે પિતાના પગલે પગલે આગળ ચાલી રહયા છે. દર્દીઓ અને તબીબોમાં પણ ભારે ચાહના પ્રાપ્ત કરેલ છે. સુપુત્ર બાદ ડો.આનંદ પોપટાણીના પૌત્ર જરાホ પણ તબિબી અભ્યાસ ક્ષેત્રે મોખરે રહે છે.
ડો.વિશાલ પોપટાણી કહે છે કે પરિવારમાં ડોક્ટરની ત્રણ પેઢી છે. મારા પિતા ડો. આનંદ પોપટાણી, હું અને હવે મારો દિકરો જરાホ જે હાલ NHL હોસ્પિટલ માં સેકન્ડ MBBS માં અભ્યાસ કરી રહ્યા છે. મારા પત્ની ડોક્ટર ભ્રુવી પણ ડેન્ટીસ્ટ છે. અમારા આખા પોપટાણી પરિવારમાં ૫૦ જેટલા ફેમિલી મેમ્બર્સથી વધુ છે. અને એમાં બીજી-ત્રીજી જનરેશન ગણીએ તો ૧૦૦થી ઉપર પોપટાણી ફેમિલી જે રાજકોટ સિવાય અમદાવાદ, મુંબઇ બધી જગ્યાએ છે.
ડો. આનંદ પોપટાણીએ વિદ્યાનગરમાં સિંધી સ્કૂલમાં બેઝિક અભ્યાસ કર્યો અને પછી BSc કર્યું અને બરોડા MS યુનિવર્સિટીથી MBBS અને MD કર્યું.
ડો.આનંદ પોપટાણી સાહેબને નાનપણથી જ ભણવાની ઇચ્છા હતી. તેમના મોટા ભાઇ લીલારામભાઈ સિંધી સમાજમાં આગેવાન છે.
ડો. આનંદ પોપટાણીને એક દિકરી સીમા છે. તેમણે MS યુનિવર્સિટી માં માસ્ટર ઇન કોમ્પ્યુટર કર્યું છે. એ અત્યારે અમદાવાદ સેટલ છે. મારે બે દિકરા છે. બીજો અત્યારે ૭મા ધોરણમાં છે અને નેશનલ લેવલ ટેનિસ પણ રમે છે. પોપટાણી પરિવારમાં બધાને રમત ગમત નો શોખ છે. ડો. આનંદ પોપટાણી સાહેબ ટેબલ ટેનિસ રમતા, સીમાબેન પણ ટેબલ ટેનિસ રમતા, જરાホ બેડમિન્ટનમાં નેશનલ લેવલે રમેલ છે અને વિશાલ પોપટાણી અને રાજીષ્ણુ લોન ટેનિસ રમીએ છીએ.
ડો. આનંદ પોપટાણીએ ૫૧ વર્ષ પહેલા રાજકોટમાં પોતાની પ્રાઇવેટ ક્લિનીક શરૂ કરી હતી અને આજે ૭૮ વર્ષે પણ તેઓ તબીબી ક્ષેત્રે યુવાનોને શરમાવે તેવા સ્ફૂર્તિ સાથે કાર્યરત છે. તેમણે સૌપ્રથમ ત્રિકોણબાગ ખાતેથી ક્લિનીકની શરૂઆત કરેલી અને પછી વિદ્યાનગર મેઈન રોડ પર શિફટ થયા. ઉલ્લેખનીય છે કે, ડો. આનંદ પોપટાણી સાહેબ ૧૯૭૫ થી રાજકોટમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હજી પણ નિયમીત તેમની ક્લિનીકે જાય છે. રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર સૌ પ્રથમ ક્લિનિક શરૂ કરનાર ડો. પોપટાણી સાહેબ હતા. તેમના ક્લિનિક પર કેટલાય ડોક્ટર્સ શીખવા માટે આવતા. તેઓ આજે પણ યંગ ડોક્ટર્સ ને એન્કરેજ કરે છે. આજે ૭૮ વર્ષે પણ તેઓ એટલા જ અપડેટેડ રહે છે. લેટેસ્ટ નોલેજ સાથે, લેટેસ્ટ ટ્રાયલ્સ વિશે, લેટેસ્ટ મેડિસિન્સ વિશે પણ તેઓ અપડેટેડ રહે છે. ડો. આનંદ પોપટાણીનું આજે પ્રિસ્ક્રિપ્શન કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ જેવું જ પ્રિસ્ક્રિપ્શન એમનું હશે. એવું નહીં હોય કે એ ફિઝિશિયનના કે જૂનવાણી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન જેવું હોય. તેઓ અપડેટેડ રહે છે.
ડો. આનંદ પોપટાણીને ડોક્ટરી સાથે સંગીત સાંભળવાનો પણ શોખ છે. જૂના, નવા બધા ગીતો તેઓ સાંભળે છે. સવારે ૪૫ મીનિટ મોર્નિંગ વોક કરતા તેઓ વૈષ્ણો દેવીના ભજનો અચૂક સાંભળે છે. અને બીજો શોખ એમનો KBC જોવાનો છે.
કૌન બનેગા કરોડપતિ આવે એટલે પહેલું એ જોવાય. એમનું ફિક્સ છે. તેમને કૌન બનેગા કરોડપતિ જોવું ખુબ ગમે છે. જ્યારે ભોજનની વાત કરીએ તો ડો. આનંદ પોપટાણીને બધું જ વેજીટેરિયન ભાવે. તેમાંય તેમના પત્નિ મધુબેનના હાથનું બધું ભાવે. સૌથી વધારે વાનગી ભાવતી હોય એવી સિંધી દાળ અને ચાવલ છે.
જોકે બંનેની કેમિસ્ટ્રી પણ જોરદાર છે. જે બહુ રેર જોવા મળે છે. ડો. આનંદ પોપટાણી આટલું સારું કરી શક્યા છે પ્રોફેશનલી, એમાં પણ મધુબેનનો પણ એટલો જ સહકાર છે તેમ ચોક્કસ કહી શકાય. ફરવાના પણ તેઓ જબરા શોખીન છે. ત્રણ-ચાર મહિને એક વાર તો ફરી જ લે. વર્ષ ૨૦૨૧-૨૨ માં સમગ્ર પોપટાણી પરિવાર દ્વારા ડો. આનંદ પોપટાણી અને મધુબેનની ૫૦ મી મેરેજ એનવર્સરીની ઉજવણી કરાઇ જે યાદગાર બની રહી હતી.
ડો. પોપટાણીની નિષ્ઠા અને પ્રતિષ્ઠાના ધબકારા સમગ્ર પોપટાણી પરિવારમાં આજે પણ અકબંધ છે.
ડો. વિશાલ પોપટાણી જે ડો. આનંદ પોપટાણીના પુત્ર છે અને હાલ રાજકોટ ખાતે સિનર્જી હોસ્પીટલમાં એડલ્ટ અને પીડિયાટ્રીકમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ તરીકે સેવારત છે. તેમણે વર્ષ ૨૦૧૦ માં કાર્ડિયોલોજી અભ્યાસ પૂર્ણ કર્યો. પહેલા બે વર્ષ અમદાવાદ હતા અને પછી રાજકોટ સ્થાયી થયા. મેડિકલ ક્ષેત્રે તોઓ ૧૯૯૬ થી કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, વાલ્વ બદલવાની પ્રોસીજર TAVI (ટાવર) ૨૦૧૭ માં ડો.વિશાલ પોપટાણી રાજકોટ લાવ્યા તેમણે ૨૦૧૯ માં લંડન થી આ માટે અભ્યાસ કરી સર્ટિફિકેટ મેળવ્યું. તેઓ સવારે ૮:૩૦ થી રાતના ૮:૩૦ સુધી ૧૨ કલાક નો સમય સતત પ્રવૃતિમય રહે છે.
તેમણે ૬૦,૦૦૦ થી વધુ એન્જીયોપ્લાસ્ટી કરી છે જ્યારે ૨ લાખ થી વધુ એન્જીયોગ્રાફી કરી છે. તેમાંય એડલ્ટ અને પિડિયાટ્રિક કાર્ડિયાક બાળકોમાં તેમની સ્પેશિયાલિટી છે.
ડો. વિશાલ પોપટાણી કહે છે કે બાળકોનું જે સ્ટ્રક્ચરલ હાર્ટ ડિઝીઝ થતું હોય છે એમાં તેમને પહેલેથી શોખ હતો તેમના ટીચર ડો. ભાવેશ ઠક્કર અને ડો. આનંદ શુક્લા આ બે ડોક્ટર્સની પ્રેરણા અને માર્ગદર્શનથી તેઓ આમા આગળ વધ્યા છે. વર્ષ ૨૦૦૭ થી તેઓ બાળકોના ઇન્ટરવેન્શન એટલે હૃદયની જે ખોટખાંપણ બાળકોમાં હોય અને જે ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજી દ્વારા ડિવાઇસ ક્લોઝર, બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી એનાથી જે ટ્રીટમેન્ટ થઈ શકે તે કરી રહ્યા છે.
પ્લસ ઇકો કાર્ડિયોગ્રાફી દ્વારા નિદાન, સચોટ નિદાન પણ તેઓ કરી રહ્યા છે. ડો. વિશાલ પોપટાણી કહે છે, યુ. એન. મહેતા ના વડા ડો. આર. કે. પટેલ સાહેબ, ડો. ભાવેશ ઠક્કર, ડો. આનંદ શુક્લા, ડો. સમીર દાણી. એ લોકો પાસેથી મને સારો સપોર્ટ મળ્યો હતો. અને મને પણ શોખ હતો એટલે મને કામ કરવાની પૂરી ફ્રીડમ આપી હતી. એના લીધે મારા સ્કિલ્સ એમાં સારા ડેવલપ કર્યા.
હું પિડિયાટ્રિક અને એડલ્ટ ઇન્ટરવેન્શનમાં ૨૦૧૦ થી ૨૦૧૨ દરમિયાન આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન કાર્ડિયોલોજી તરીકે હું બંનેમાં હતો. જે ક્યારેય કોઈને આ પહેલાં આપવામાં આવ્યું નહોતું. ડો. ભાવેશ ઠક્કર અને ડો. આર. કે. પટેલ સાહેબના ગાઇડન્સ નીચે હું આ રીતે તૈયાર થયો.
અને પછી મેં રાજકોટ આવીને પ્રેક્ટિસ શરૂ કરી પિડિયાટ્રિક ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજી જે ત્યારે રાજકોટમાં કોઈ કરતું નહોતું. ધીરે ધીરે બધાને ખ્યાલ આવ્યો કે આ કેટલું સ્પેશિયલાઇઝ્ડ કામ છે. અહીંના ડોક્ટર્સ અને પિડિયાટ્રિશિયન્સે મને ખૂબ સપોર્ટ કર્યો છે. આજે પણ કોઈ કેસ હોય તો પેશન્ટ ગાઇડન્સ માટે મને બોલાવતા હોય છે. હવે રાજકોટમાં ધીરે ધીરે આ સ્પેશિયાલિટી પણ ડેવલપ થવા માંડી છે. નવા ડોક્ટર્સ પણ હવે આવવા માંડ્યા છે. જે ૧૫ વર્ષ પહેલા રાજકોટમાં પિડિયાટ્રિક કાર્ડિયાક વર્ક બિલકુલ નહોતું થતું, એ આજે ફૂલ ફલેજ્ડ અમદાવાદ લેવલનું કે ઇન્ટરનેશનલ લેવલનું કામ અહિં થઈ રહ્યું છે. (૩૭.૪)
હું પેશન્ટ ને ટ્રીટ કરૂં છું, ટેકનોલોજી ને નહીં: ડો. આનંદ પોપટાણી
આજથી ૫૧ વર્ષ પહેલા રાજકોટમાં એમ.ડી તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરનાર ડો. આનંદ પોપટાણી સાહેબ છઠ્ઠા ડોકટર હતા. તેઓ કહે છે, અમારી જનરેશન જે હતી મેં ૧૯૭૪-૭૫ માં એમ.ડી. પાસ કર્યું, અત્યાર નું ભણતર એડવાન્સ ટેકનોલોજી વાળું મેડિસિન છે. અમારા વખતે ક્લિનિકલ ઓરિએન્ટેડ હતું. અમે પેશન્ટ ને તપાસી ને નિદાન કરતા. લેબોરેટરીનો ઉપયોગ ઓછો હતો, કારણ કે ટેકનોલોજી આટલી એડવાન્સ નહોતી. અત્યાર ના ભણતર માં એડવાન્સ ટેકનોલોજી ના કારણે નિદાન વધારે રિફાઇન થયું છે પણ નેગેટિવ પોઈન્ટ એ છે કે અમે ડોક્ટરો પેશન્ટ ને તપાસતા ભૂલી ગયા છીએ. હ્યુમન ટચ ઓછો થયો છે. હું પેશન્ટ ને ટ્રીટ કરું છું, ટેકનોલોજી ને નહીં. પેશન્ટ આવે એટલે અમે જોતા હોઈએ કે આમાં શું હશે ત્યાંથી જ મગજ ચાલવાનું શરૂ થઈ જાય છે.
અનુભવ નો નિચોડ દરેક પ્રોફેશન માં કામ લાગે છે. અત્યાર ના ડોક્ટરો બહુ ટેન્શન માં હોય છે, કારણ કે પેશન્ટ અને તેના સગાઓની એક્સપેક્ટેશન બહુ વધી ગઈ છે. હિંસા અને લિટિગેશન નો ભય રહે છે. કોઈ પણ પ્રોસિજર જોખમ વગરની હોતી નથી. ૧૦૦ ટકા સારું થવું દુનિયામાં ક્યાંય પોસિબલ નથી. મેડિકલ એજ્યુકેશનમાં સ્ટાફની અછત છે. અમારા શિક્ષકો અમને દીકરાની જેમ રાખતા. એક પ્રસંગ કહું તો મેં એમ.ડી. પૂરું કર્યું ત્યારે મારા ટીચર ને પેંડા આપવા ગયો ત્યારે તેમણે ના પાડી દીધી અને કહ્યું કે, ‘‘તારા પપ્પા ના પૈસા છે. તું કમાવા લાગે ત્યારે પેંડા લાવજે.'' પ્રોફેશનલ બ્રધરહુડ હોવું જોઈએ. નવા ડોક્ટરોને એટલું જ કહીશ કે સિન્સિયરલી કામ કરો અને એથિક્સ ને વળગી રહો.
દર્દીઓ સાથે વફાદારી, પ્રામાણિક અને નિષ્ઠાથી કામ કરો
દાંતના રોગના સુપરસ્પેશ્યાલીસ્ટ ડો.ભ્રૂવી પોપટાણી
રાજકોટ, નવોદિત તબીબમાં ખૂબ આદર ધરાવતા ડો.આનંદ પોપટાણીના સુપુત્ર ડો.વિશાલ પોપટાણી જાણીતા હ્રદયરોગ નિષ્ણાંત છે. તેમના પત્ની ડો.ભ્રૂવી પોપટાણી પણ દાંતના રોગના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર છે. માઈક્રોસ્કોપીક એન્ડોડોન્સ્ટીકસ ડો.ભ્રૂવી પોપટાણી છેલ્લા ૧૫ વર્ષથી દાંતની અતિ આધુનિક સારવાર કરે છે. ડો.ભ્રૂવી પોપટાણીના વિદ્યાનગર મેઈન રોડ પર સ્થિત કલીનીક ગુજરાતનું ત્રીજુ અને સૌરાષ્ટ્રકચ્છમાં દાંતના ચોકઠા બનાવવાનું અતિ આધુનીક મશીન ઉપલબ્ધ છે.
(2:46 PM IST)










