<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

એસ.ટી. બસ સ્‍ટેશનમાં બીમારીના કારણે અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

એ-ડીવીઝન પોલીસે વૃધ્‍ધના વાલીવારસની શોધખોળ હાથધરી

રાજકોટ, તા.૨: શહેરના બસ સ્‍ટેશનમાં એક અજાણ્‍યો વૃધ્‍ધ બેભાન હાલતમાં જોતા કોઇએ તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ એસ.ટી. બસ સ્‍ટેશનમાં ગત તા.૧૯/૧૨/ના રોજ આશરે ૭૦ વર્ષનો અજાણ્‍યો વૃધ્‍ધ બેભાન હાલતમાં પડેલ હોઇ, તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મૃત્‍યુ નિપજયુ હતું. બનાવની જાણ થતા એ- ડીવીઝન પોલીસે હોસ્‍પિટલે પહોંચી વૃધ્‍ધના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. વૃધ્‍ધનું બીમારીના કારણે મૃત્‍યુ નિપજયુ હોવાનું જાણવા મળ્‍યું  છે. તે ઘણા સમયથી એસ.ટી બસ સ્‍ટેશનમા઼ રહેતા હતા જો કોઇ આ વૃધ્‍ધના સગાસંબંધી હોઇ તો એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશન તેમજ મોબાઇલ નં. ૯૯૦૯૯  ૨૨૯૧૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:49 PM IST)