<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

રામાણી પરિવાર દ્વારા રાજકોટથી માખાવડ ખોડિયાર મંદિર સુધી પદયાત્રાનું કાલે પ્રસ્‍થાન : ધ્‍વજારોહણ

 

રાજકોટ : રણછોડનગરથી ખોડિયાર મંદિરે માખાવડ દિવ્‍ય ધ્‍વજારોહણ નિમિતે તા. ૩ શનિવારે રાત્રે ૯ કલાકે પરસોતમભાઇ રામાણીના નિવાસસ્‍થાનથી રણછોડનગર, શેરી નં. ૪ થી વાજત-ગાજતે પદયાત્રાનો પ્રારંભ થશે.

પુજન શનિવાર તા. ૩ ના રાત્રે ૮:૩૦ થી ૯ બાદ પદયાત્રા પ્રારંભ થશે. માખાવડ ખોડીયાર મંદિરે દિવ્‍ય ધ્‍વજારોહણ ધર્મોત્‍સવ યોજાશે. ર૩ કિ.મી. ની આ પદયાત્રામાં ર૦૦ લોકો જોડાશે અને પદયાત્રા પાંચ કલાકમાં પૂર્ણ થશે.

આ ધર્મોત્‍સવને સફળ બનાવવા પરસોતમભાઇ રામાણી, શૈલેષભાઇ એસ. રામાણી, અશોકભાઇ આર. રામાણી, કેતનભાઇ આર. રામાણી, પરેશભાઇ રામાણી, મહેશભાઇ રામાણી તથા સર્વે રામાણી પરિવાર જહેમત ઉઠાવી રહેલ છે.

તસવીરમાં પરસોતમભાઇ રામાણી, શૈલેષભાઇ રામાણી, અરવિંદભાઇ રામાણી, કેતનભાઇ રામાણી, અનિલભાઇ રામાણી, તુલસીદાસ ગોંડલીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:07 PM IST)