<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

તપસ્‍વી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલમાં રવિવારે સ્‍ટુડેન્‍ટ-લેડ કોન્‍ફરન્‍સ અને માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ

૬૦૦ વિદ્યાર્થીઓ અને ૩૦૦ વાલીઓ પણ ભાગ લેશે : આતમનિર્ભર ભારત -સ્‍વદેશી- વોકલ ફોર લોકલ - સમુદ્ર ભારતનું વિદ્યાર્થીઓ દ્વારા મહત્‍વ રજૂ કરવામાં આવશે

 

રાજકોટ : શહેરની આગવી ઓળખ બની રહેલી તપસ્‍વી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા આવતા રવિવાર, તા.૪ના સ્‍ટુડેન્‍ટ-લેડ કોન્‍ફરન્‍સ તેમજ ભારતીય સંસ્‍કૃતિના ઉત્તમ સંસ્‍કારને ઉજાગર કરતું માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાશે.

આ આયોજનનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્‍તકજ્ઞાનની બહાર લઇ જઇ સાથે જોડાવાનો હોવાનું જણાવાયું છે. ચાર રાષ્‍ટ્રીય મહત્‍વના વિષયો પર આધારિત કોન્‍ફરન્‍સ સ્‍ટુડેન્‍ટ-લેડ કોન્‍ફરન્‍સમાં વિદ્યાર્થીઓ પોતાનું દ્રષ્‍ટિકોણ પ્રસ્‍તુતિ, મોડલ્‍સ, લાઇવ પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ દ્વારા રજૂ કરશે.

૧) આત્‍મનિર્ભર ભારત : આ વિષય વિદ્યાર્થીઓ સ્‍વાવલંબનનું સાચું મહત્‍વ સમજાશે. રોજિંદા જીવનમાં આત્‍મનિર્ભર બનાવાની રીતો, સ્‍થાનિક સ્‍તરે ઉત્‍પાદન અને રોજગાર સર્જનની શક્‍યતાઓ, સ્‍ટાર્ટઅપ, સંસ્‍કૃતિ વિ.નું મહત્‍વ રજૂ કરવામાં આવશે.

૨) સ્‍વદેશી : સ્‍વદેશી વિષયમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્‍કૃતિ, પરંપરા, જીવનશૈલી, દેશી ઉત્‍પાદનો અને હસ્‍તકલા પર વિશેષ પ્રકાશ પાડશે.

૩) વોકલ ફોર લોકલ : આ વિષય અંતર્ગત વિદ્યાર્થીઓ, સ્‍થાનિક વેપારીઓ, નાના ઉદ્યોગો, કારીગરો, ગ્રામ્‍ય ઉદ્યોગો અને સ્‍ટાર્ટઅપ્‍સને પ્રોત્‍સાહન આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂકશે. લોકલ પ્રોડક્‍ટ્‍સ અપનાવવાથી રોજગાર સર્જન, આત્‍મનિર્ભરતા અને રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસમાં નાગરિકોની ભૂમિકા કેટલી કહત્‍વપૂર્ણ છે તે બાબત ઇન્‍ટરએક્‍ટિવ  પ્રેઝન્‍ટેશન, ચર્ચા અને પ્રશ્નોત્તરી દ્વારા રજૂ થશે.

૪) સમૃદ્ધ ભારત : સમૃદ્ધ ભારત વિષય હેટળ વિદ્યાર્થીઓ સ્‍વસ્‍થ સમાજ, ગુણવત્તાયુક્‍ત શિક્ષણ, મજબૂત અર્થતંત્ર, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી જેવા મુદાઓ પર વિચાર રજૂ કરશે.

માતૃ-પિતૃ વંદના : માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ ભારતીય સંસ્‍કૃતિના મૂળભૂત સંસ્‍કારને ઉજાગર કરશે. વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાની સામે કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરશે અને માતા-પિતા પ્રેમ ત્‍યાગ, સંઘર્ષ અને આશર્વાદ માટે ભાવપૂર્વક આદર અને શ્રદ્ધા વ્‍યક્‍ત કરશે.  

ᅠકાર્યક્રમ : રવિવાર, ૪ જાન્‍યુઆરી, માતૃ-પિતૃ વંદનાઃ સવારે ૮થી ૯, સ્‍ટુડેન્‍ટ-લેડ કોનફરન્‍સ : સવારે ૯:૩૦ થી બપોરે ૧:૩૦, સ્‍થળ : નવી ૧૫૦ ફૂટ રિંગ રોડ, અટલ સરોવર સામે, વાજડીગઢ, રાજકોટ. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)(૪૧.૬)

(3:33 PM IST)