<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સોૈરાષ્‍ટ્ર વાયબ્રન્‍ટઃ હિરાસર એરપોર્ટ પર મૂસાફરોનો ધસારો વધશે ૮મીથી રેપિડો ટેકસી- સ્‍નેકબારની નવી સુવિધાનો પ્રારંભ...

 

રાજકોટ, તા.૨: વાઈબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સને પગલે રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. આ સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને મુસાફરો અને મુલાકાતીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે એરપોર્ટ સત્તામંડળ દ્વારા આગામી ૮ જાન્‍યુઆરી, ૨૦૨૬ થી વિવિધ નવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવશે.

મુખ્‍ય આકર્ષણો અને સુવિધાઓઃ

રેપિડો (RAPIDO) કેબ સર્વિસઃ એરપોર્ટ પર હવે એપ-આધારિત કેબ એગ્રીગેટર સર્વિસ ‘રેપિડો' ઉપલબ્‍ધ થશે. મુસાફરો મોબાઈલ એપ્‍લિકેશન દ્વારા બુકિંગ કરી શકશે. મુસાફરોની સહાયતા માટે ટર્મિનલ બિલ્‍ડિંગની સામે ર્પાકિંગ એરિયામાં એક ડેડિકેટેડ કાઉન્‍ટર પણ બનાવવામાં આવશે.

નવો સ્‍નેક બારઃ મુસાફરો અને તેમના સ્‍વજનો માટે પાકિર્ંંગ વિસ્‍તારમાં જ નવા સ્‍નેકબારની શરૂઆત કરવામાં આવશે. અહીં ચા, કોફી અને વિવિધ ખાદ્યપદાર્થો વાજબી ભાવે મળી રહેશે.

‘અવસર' (AVSAR) યોજનાનો પ્રારંભઃ સ્‍થાનિક કળા અને સંસ્‍કળતિને પ્રોત્‍સાહન આપવા માટે એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં ‘અવસર' સુવિધા શરૂ કરાશે.

 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (AAI) ની આ પહેલ હેઠળ સેલ્‍ફ-હેલ્‍પ ગ્રુપ (SHGs) અને સ્‍થાનિક કારીગરોને તેમના ઉત્‍પાદનો પ્રદર્શિત કરવા અને વેચવા માટે પ્‍લેટફોર્મ પૂરૂ પાડવામાં આવે છે, જે મહિલા સશક્‍તિકરણમાં મદદરૂપ થશે.

(3:59 PM IST)