<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સફળતાના પ વર્ષ પૂર્ણ કરતી શિવ મલ્‍ટી-સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ : ૭ દિવસનો મહાકેમ્‍પ

છેલ્લા પાંચ વર્ષમાં ૨ લાખ OPD અને ૧૨ હજારથી વધુ સફળ ઓપરેશન કરનાર

રાજકોટઃ શિવ મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલના પ વર્ષ પૂર્ણ થયા છે. અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો.શ્‍યામ ગોહીલ, ડો.કે.પી. તરાવીયા, ડો.સી.પી. રબારા, ડો.હિરેન કોઠારી, ડો.રાજેશ જાની, ડો.ભાવેશ સચદે, ડો.અમિષ સંઘવી સહિતના નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૨.૧૭)

રાજકોટ તા.૨: સૌરાષ્‍ટ્રનાં પાટનગર રાજકોટનાં હાર્દસમા વિસ્‍તાર ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ શિવ હોસ્‍પિટલનું સંચાલન રાજકોટનાં નામાંકીત તબીબોનાં ગ્રુપ દ્વારા પ વર્ષથી કરવામાં આવે છે. પાંચ વર્ષમાં ૨ લાખ OPD અને ૧૨ હજારથી વધુ સફળ ઓપરેશન થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સુવિધાઓથી સજજ આ હોસ્‍પિટલમાં સેવાભાવી તબીબોની ટીમ ઉપલબ્‍ધ છે. શિવ હોસ્‍પિટલને શરૂઆતમાં સૌરાષ્‍ટ્રમાં સૌથી ઝડપી એક વર્ષથી પણ ટુંકા સમયગાળામાં NABH સર્ટીફીકેટ પ્રાપ્ત થયેલ છે.

હોસ્‍પિટલમાં ડાયરેકટર તરીકે ચાર દાયકાથી ઓર્થોપેડીક સર્જન તરીકે હજારો લોકોની સારવાર કરનાર વરિષ્ઠ ઓર્થોપેડીક સર્જન ડો. શ્‍યામ ગોહિલ, ૪ દાયકાથી ઓર્થોપેડીક સર્જન તરીકે કાર્યરત ડો. કે.પી. તરાવીયા, ૩ દાયકાનાં અનુભવી ડો. સી.પી. રબારા, ડો. હીરેન કોઠારી, ડો. રાજેશ જાની (ઉના), ડો. ભાવેશ સચદે અને સ્‍પાઈન સર્જન ડો. અમિષ સંઘવી એમ ખુબ અનુભવી તબીબોની ટીમ દ્વારા ઓર્થોપેડીક અને તેને સંલગ્ન તમામ પ્રકારની સારવાર સૌરાષ્‍ટ્રના લોકોને એક સ્‍થળે ઉપલબ્‍ધ કરાવાઈ છે. શિવ હોસ્‍પિટલમાં સંપૂર્ણ માનવીય અભિગમ સાથે અદ્યતન કોર્પોરેટ કક્ષાની તેમજ વિશ્વની અદ્યતન સારવાર ઉપલબ્‍ધ છે. સૌરાષ્‍ટ્રની કદાચ પ્રથમ કહી શકાય તેવી શિવ હોસ્‍પિટલ રાજકોટનાં અતિ વિકસીત એવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર મહાપુજાધામ ચોક, બાલાજી હોલ પાસે આવેલી છે. શિવ હોસ્‍પિટલનાં કલાસ ૧૦૦ મોડયુલર લેમીનાર ઓપરેશન થીયેટરમાં તમામ સાધનો સહિત હોસ્‍પિટલનાં તમામ ઈકવીપમેન્‍ટ આંતરરાષ્‍ટ્રીય કક્ષાનાં છે. શિવ હોસ્‍પિટલમાં ખુબજ અનુભવી અને નામાંકીત સ્‍પેશ્‍યાલીસ્‍ટ અને સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોકટરો, આર્થોસ્‍કોપી સર્જન ડો. કૌશલ પટેલ અને ડો. નીલ ગોહીલ, ન્‍યુરો સર્જન ડો. નિધીકુમાર પટેલ અને ડો. હાર્દિક શુકલા, ઓર્થો. હેન્‍ડ સર્જન ડો. પલ્લવ મહેતા, ઓર્થો. ફુટ એન્‍ડ એન્‍કલ સર્જન ડો. યોગદીપસિંહ જાડેજા, જનરલ સર્જરીમાં ડો. જયદેવ ગોંડલીયા અને ડો. ધર્મેશ શાહ, મેકસીલોફેશીયલ - હેડ એન્‍ડ નેક ઓન્‍કો. સર્જન ડો. કામીલ રાજપરી તેમજ ક્રિટીકલ કેર સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો. ધ્રુવ કોટેચા સાથે ફીઝીશ્‍યન ડો. ઉમેશ વાઘેલા સેવાઓ આપે છે.

 શિવ હોસ્‍પિટલ ખાતે કોઈપણ પ્રકારનાં રોડ અને ઈન્‍ડસ્‍ટ્રીયલ અકસ્‍માતથી થતી ઈજાઓ, એકસીડેન્‍ટલ ફ્રેકચર-પેલ્‍વીસની જટીલ ઈજાઓ, સાંધા બદલવાની સર્જરી (જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ), અગાઉ કોઈએ સાંધા બદલ્‍યા હોય છતા હજુ દુઃખાવાની ફરીયાદ રહેતી હોય તો તેના માાટેની સર્જરી, મણકા તથા કરોડરજુ (સ્‍પાઈન સર્જરી)ની સારવાર, આથ્રોસ્‍કોપી (દુરબીનથી થતી સાંધાની સર્જરી), બાળકોમાં થતી હાડકાની સારવાર (પીડીયાટ્રીક ઓર્થોપેડીકસ), હાથની ઈજાઓની સારવાર (હેન્‍ડ સર્જરી), હાડકાનાં કેન્‍સરની સારવાર (ઓર્થોપેડીક ઓન્‍કોલોજી), રશીયન પધ્‍ધતીથી વાંકાચુકા અને ન સંઘાતા ફ્રેકચરની સારવાર (ઈલીઝારોવ), માથાની તથા મગજની તમામ સારવાર (ન્‍યુરો સર્જરી), ક્રિટીકલ કેર, અદ્યતન આઈ.સી.યુ., પેટ તથા આંતરડાની તકલીફોની સારવાર - લેપ્રોસ્‍કોપીક સર્જરી, જનરલ સર્જરી, લોહીની નળીની ઈજાઓ માટે વાસ્‍કયુલર સર્જરી, ફીઝીશ્‍યન, પ્‍લાસ્‍ટીક સર્જરી, ન્‍યુરોલોજી, સંધીવાની સારવાર (રૂમેટોલોજી), એનેસ્‍થેસીયા, ફીઝીશ્‍યન વિભાગમાં બી.પી., ડાયાબીટીસ, કમળો, કમળી, તાવ, ઝાડા-ઉલ્‍ટી, ટી.બી., શ્વાસની બીમારી વિગેરેની સારવાર, એકસ-રે, સી.ટી. સ્‍કેન, પેથોલોજી લેબોરેટરી તથા ફીઝીયોથેરાપીની સંપૂર્ણ સારવાર એક છત નીચે ઉપલબ્‍ધ છે.

શિવ હોસ્‍પિટલમાં ગંભીર પ્રકારનાં ઓપરેશન માટે અત્‍યંત જરૂરી એવા બે કલાસ ૧૦૦ મોડયુલર લેમીનાર ઓપરેશન થીયેટર તથા જનરલ સર્જરી અને અન્‍ય સર્જરી માટે ઓપરેશન થીયેટર અને માઈનોર ઓપરેશન થીયેટર મળી કુલ ૪ ઓપરેશન થીયેટર છે. ડેલ્‍ટા ડાયગ્નોસ્‍ટીકસનાં સહયોગથી અદ્યતન સી.ટી. સ્‍કેન અને સોનોગ્રાફી મશીનની સુવિધાઓ અને NABH ન્‍યુકલીઅસ લેબોરેટરીની આધુનિક સુવિધાઓ હોસ્‍પિટલમાં જ ઉપલબ્‍ધ છે. ગંભીર (ક્રિટીકલ) સારવારની જરૂરીયાત વાળા દર્દીઓ માટે અત્‍યાધુનિક કક્ષાનું સંપૂર્ણ સુવિધાઓથી સજજ સાત આઈ.સી.યુ. બેડ અને બે આઈસોલેટેડ બેડ મળી કુલ ૯ આઈ.સી.યુ. બેડની સુવિધા ફુલટાઈમ રજીસ્‍ટાર્ડ ડોકટર્સ સાથે આવેલ છે. દર્દીઓની જરૂરીયાત મુજબ તમામ પ્રકારનાં સાધનો તેમજ કવોલીફાઈડ ફીઝીયોથેરાપીસ્‍ટ સાથેનું ફીઝીયોથેરાપી સેન્‍ટર પણ ઉપલબ્‍ધ છે.

હોસ્‍પિટલ દ્વારા વિવિધ ડોકટર્સ એસોસીએશન સાથે મળીને નવી ટેકનોલોજીનાં નોલેજની આપ-લે માટે CME મીટીંગ્‍સનું આયોજન અવાર-નવાર થતુ હોય છે. આ ઉપરાંત સર્જન એસોસીએશન સાથે મળીને એક જ દિવસમાં ૮ લાઈવ સર્જરી કરેલ હતી તેમજ હોસ્‍પિટલનાં આર્થોસ્‍કોપી સર્જન અને સ્‍પાઈન સર્જન દ્વારા પણ લાઈવ સર્જરીનું આયોજન કરેલ હતુ. જેનાથી નવી ટેકનોલોજીની જાણકારી અન્‍યને પણ મળી રહે.

હોસ્‍પિટલ દ્વારા માહિતી આપવામાં આવેલ કે, સમાજ દ્વારા મળેલ સમાજને અર્પણ કરવાનાં શુભ હેતુ સાથે ૫ વર્ષ પુરા થવા નિમીતે હોસ્‍પિટલ ખાતે તા. ૧ જાન્‍યુઆરી થી ૭ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધી મેગા કેમ્‍પનું આયોજન કરેલ છે. તેમાં હાડકા, તાાયુ, મણકા-કરોડરજ્જુ, ગોઠણ-થાપા, ખભા વગેરેસાંધાનાં દુઃખાવા, હૃદય ડાયાબીટીસ, ફેફસા, નાક-કાન-ગળા, જુના રોગોનાં, સંધી વા, જડબા-મોઢાનાં કેન્‍સરનાં ડોકટરો દ્વારા દરરોજ સાંજે ૫ થી ૭ દરમ્‍યાન ફકત રૂા. ૧૦૦નાં ટોકન દરે તપાસી આપવામાં આવશે, ઉપરાંત જરૂરીયાત વાળા દર્દીઓને ઓપરેશનમાં ખાસ રાહત કરી આપવામાં આવશે તેમજ દવાઓ, એકસ-રે, લેબોરેટરીમાં સ્‍પેશ્‍યલ ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. જેમાં નામ નોંધાવવા માટે ૯૮૭૫૧ ૩૮૮૨૪ પર સંપર્ક કરવા જણાવાયુ છે.

૧૬ થી વધારે કંપનીઓનાં વિમાધારક તેમજ કોર્પોરેટ કંપનીનાં દર્દીઓ માટે કેશલેસ સુવિધા તેમજ સારવાર અને નિદાનના અલગ-અલગ વ્‍યાજબી પેકેજ સાથે અદ્યતન મેડીકલ સુવિધાઓ ઉપલબ્‍ધ છે. સાથે વિવિધ કોર્પોરેટ ટાઈ-અપ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, મેડીકલ ટેસ્‍ટ કેમ્‍પ વિગેરે પણ વારંવાર સમયાંતરે યોજવામાં આવે છે. સૌરાષ્‍ટ્રનાં તમામ દર્દીઓ માટે શિવ હોસ્‍પિટલ એક વરદાનરૂપ સાબીત થશે તેવી શિવ હોસ્‍પિટલનાં તમામ ડોકટરોએ ખાત્રી આપેલ છે.

(4:02 PM IST)