<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

મોચીબજાર ખાટકીવાસમાં રહીમભાઇ કટારીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

છુટક મજૂરી કરતાં યુવાને આર્થિક ભીંસને લીધે પગલુ ભર્યુઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૩: આત્‍મહત્‍યાનો વધુ એક બનાવ બન્‍યો છે. જેમાં મોચી બજાર કૃષ્‍ણપરામાં રહેતાં અને મજૂરી કામ કરતાં યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ કૃષ્‍ણપરા પાસે ખાટકીવાસમાં રહેતાં રહીમભાઇ ગનીભાઇ કટારીયા (ઉ.વ.૩૧) નામના યુવાને સાંજે ઘરમાં છતના હુકમાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં એ-ડિવીઝનના હેડકોન્‍સ. યશપાલસિંહ ગોહિલ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રહીમભાઇ બે ભાઇમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક દિકરો છે. આર્થિક ભીંસને લીધે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે.

સુભાષનગરના કાંતિભાઇનું બેભાન હાલતમાં મૃત્‍યુ

રૈયા રોડ આમ્રપાલી નજીક સુભાષનગર-૬માં રહેતાં કાંતિભાઇ હંસરાજભાઇ કેરડીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધ ઘરે બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. 

થોરાળા ૮૦ ફુટ રોડના ૨૧ વર્ષના જયપ્રકાશે ફાંસો ખાઇ જીવ દીધો

રાજકોટ તા. ૩: થોરાળા વિસ્‍તારના ૮૦ ફુટ રોડ પર ભાગ્‍યલક્ષ્મી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં રહતો જયપ્રકાશ જયકિશોર ઠાકોર (ઉ.વ.૨૧) રાતે દસેક વાગ્‍યે ઘરે હતો ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. પોસ્‍ટમોર્ટમ થતાં તેણે ગળાફાંસો ખાઇ લીધાનું ખુલ્‍યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. તે બે ભાઇમાં નાનો હતો અને મુળ બિહારનો વતની હતો. બિમારીથી કંટાળી તેણે આપઘાત કર્યાનું ખુલ્‍યું હતું. 

(2:41 PM IST)