<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ન્યુગણેશનગરના મકાનમાં અને વિનોદનગરના કવાટર પાસે જાહેરમાં તીનપતી રમતા ૯ ઝડપાયા

ડીસીપી ઝોન-૧ની ઍલ.સી.બી.ની ટીમે પાંચ મહિલા તથા ભકિતનગર પોલીસે ચાર શખ્સોને દબોચી લીધા



રાજકોટ, તા.૩ઃ આજીડેમ નજીક ન્યુગણેશનગરમાં ડીસીપીઝોન-૧ની ઍલસીબીની ટીમે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી પાંચ મહિલાઅોને તથા ભકિતનગર પોલીસે વિનોદનગરના કવાર્ટર પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ આજીડેમ નજીક ન્યુગણેશનગરમાં આવેલા ઍક મકાનમાં કેટલાક શખ્સો જુગારરમતા હોવાની ડીસીપી ઝોન-૧ની ઍલ.સી.બી.ના કોન્સ રવીરાજભાઈ પટગીર અને નીખીલભાઈ પીરોજીયાને બાતમી મળતા પીઍસઆઈ ઍમ.કે.મોવલીયા સહિતના સ્ટાફે ન્યુગણેશનગર શેરીનં.૫માં આવેલા ઍક મકાનમાં દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા મકાન માલીક જયશ્રીબેન સંદીપભાઈ જેઠવા, કાલાવડ રોડ ક્રિષ્ના પાર્ક બ્લોકનં.૨૧૪ના મીનાબા હરીશચંદ્રસિંહ પરમાર, સાધુવાસવાણી રેલનગર સાંઈ પાર્કના હંસાબેન શ્રીપ્રસાદભાઈ રાણા, કોઠારિયા રોડ સહકાર સોસાયટી શેરીનં.૬ના ગીતાબેન દિપેશભાઈ સિધ્ધપુરા અને રેલનગર ભકિત પાર્કના નિશાબેન રામસીંગભાઈ ઠકુરીને પકડી લઈ રૂ.૧૬૪૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
આ કામગીરી પીઍસઆઈ ઍમ.કે.મોવલીયા, ઍઍસઆઈ જયપાલસિંહ ઝાલા, હેડકોન્સ હિતેશભાઈ પરમાર, કોન્સ રવીરાજભાઈ પટગીર, નીખીલભાઈ પીરોજીયા તથા નિલેશભાઈ જમોડ દ્વારા કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ રમેશભાઈ માલકીયા, કોન્સ યુવરાજસિંહ જાદવ તથા પ્રકાશભાઈ મકવાણા સહિતના સ્ટાફે બાતમીના આધારે કોઠારિયા રોડ પર વિનોદનગરના કવાર્ટર પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા જંગલેશ્વર ન્યુસાગર સોસાયટીના સામત રીઝવાનભાઈ આમરોણીયા, વિનોદ નગર કવાર્ટર બ્લોકનં.૨૧ના અરજણ રાયચંદભાઈ બાવરીયા, કવાર્ટર બ્લોકનં.૧૫ના સિરાજ હુસેનભાઈ મીર અને વિનોદનગર કવાર્ટર નં.૨/૧૯૮૬ના અલીઅહમદ બસીરભાઈ શેખને પકડી લઈ રૂ.૫૦૫૦ની રોકડ સહિતની સત્તા કબ્જે કરી હતી. (રર.૧૨)

(4:16 PM IST)