તા. ૧૩ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૨ બુધવાર
News of Saturday, 3rd January 2026
બાલભવનમાં અભિનય બાળગીત કોમ્પીટીશન

વિજેતાઓનું ઇનામ આપી સન્માન: રાજકોટ: બાલભવનમાં અભિનય બાળગીત કોમ્પીટીશનમાં બાળકોઍ ભિન્ન ભિન્ન બાળગીતો સાથે અભિનયથી વાલી - દર્શકોને જકડી રાખ્યા હતા. જેમાં ધો. ૧ થી પ માં વંશ લુહાર - પ્રથમ, આરાધિકા પોબારૂ - દ્વિતિય, રહેમતકૌર બાધાસિંધાણી - તૃતિય, મારીયા પીલુડીયા - ચતુર્થ અને વૈષ્ણવી વ્યાસ - પાંચમાં સ્થાને વિજેતા જાહેર થયા હતા. જયારે ધો. ૬ થી ૧૦ માં દેવાંશી ચોરસીયા - પ્રથમ, પાર્થ કોચરા - દ્વિતીય, દિી સાના - તૃતીય, જૈનબ બ્લોચ - ચતુર્થ અને નેત્રી કમાણી - પાંચમાં સ્થાને વિજેતા થયા હતા. પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ, ટ્રસ્ટી ડો. યજ્ઞેશભાઇ જાષી નિર્ણાયકો જુગ્તાબેન દવે તથા ભારતીબેન દવે દ્વારા વિજેતા બાળકોને ઇનામ, શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન માલાબેન રાઠોડ તથા ધર્મેન્દ્ર પંડયાઍ કરેલ. (૩૬.૮)
(3:47 PM IST)










