<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ત્રંબા સ્‍થિત મોહનધામ આશ્રમે કાલથી ભગવત કથા

ગાદીપતિ સંત પૂ મોહનદાસબાપાની પ્રેરક ઉપસ્‍થિતિમાં કપીલ જન્‍મ, નૃસિંહ પ્રાગટય, રામ જન્‍મ, વામન જન્‍મ સહિતના પ્રસંગો ઉજવાશેઃ હિરેનભાઇ જોષી કથાનું રસપાન કરાવશેઃસાંસ્‍કૃતિક કાર્યક્રમ


 

રાજકોટઃ ભાવનગર હાઇવે ઉપર ત્રંબા ગામે આવેલ શ્રી મોહનધામ આશ્રમ ખાતે આવતી કાલે તા. ૪ ના રવિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ મોહન મનોરથનું આયોજન કરવામાં આવેલ છે કથા દરમિયાન ગાદીપતિ પૂ સંત શ્રી મોહનદાસબાપા  ખાસ ઉપસ્‍થિત રહેશે.

સંતશ્રી મોહનદાસબાપા ગુરૂ શ્રી શામળાબાપા માનવસેવા ટ્રસ્‍ટ (મોહનધામ આશ્રમ, ત્રંબાવટી રાજકોટ) દ્વારા તા. ૪ ના રવિવાર થી તા. ૧૦ શનિવાર સુધી આયોજીત આ શ્રીમદ્દ ભાગવત કથાનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ નો રહેશે. 

કથાનું સંગીતમય રસપાન હિરેનભાઇ જોષી (ગારીયાધર) કરાવશે. આવતીકાલે રવિવારે હાથી, ઘોડા, ધાર્મિક ફલોટ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નિકળશે. કથા દરમ્‍યાન રાત્રીના અશોક ભાયાણીની ધૂન, મહિલા મહિલા ધુન મંડળ દ્વારા ધુન ભજન, ભજનીક મથુરભાઇ કણજારીયા, વિશાલ વરૂના ભજન, રાસગરબા તેમજ હાસ્‍ય કલાકાર ગુણવંત ચુડાસમાનો હસાયરો રાખેલ છે.

આ કથાના શ્રાવણ માટે આવતા ભાવિકો માટે રાજકોટ માલવીયા વાડી ખાતેથી સવારે ૮:૩૦ તેમજ બપોરે ૩ વાગ્‍યે બસની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેમજ કથા સ્‍થળ ત્રંબાથી રાત્રે ૮:૩૦ કલાકે રાજકોટ માલવીયાવાડી ખાતે આવવા માટે બસની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

તા.૪ જાન્‍યુઆરી રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે પોથીયાત્રા ત્‍યારબાદ તા. પ ના પરિક્ષીત ચરિત્ર, તા. ૬ નાં કપીલ જન્‍મ, નૃસિંહ પ્રાગટય, તા.૭ ના વામન જન્‍મ, રામ જન્‍મ સાથે કૃષ્‍ણ જન્‍મ જયારે તા. ૮ કૃષ્‍ણ બાળલીલા ગોવર્ધન પૂજન, તા.૯ નાં મહારાસ, રૂકમણી વિવાહ અને તા. ૧૦ નાં સુદામા ચરિત્ર અને પરીક્ષીત મોક્ષનું શ્રાવણ કરાવવામાં આવશે, ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ બપોરે ૧ર વાગ્‍યે અને સાંજે ૬ વાગ્‍યે ધ્‍વજારોહણ તેમજ બપોરે ૧૧:૩૦ અને સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. ભાવિકોએ કથામૃતનો લાભ લેવા અનુરોધ  કરાયો છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિજયભાઇ ગોરસીયા, ભાવેશભાઇ માધાણી, જીજ્ઞેશભાઇ લોઢીયા નજરે પડે છે (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(4:03 PM IST)