News of Monday, 5th January 2026
ન્યારા સદ્ગુરૂ દેવ ધ્યાન મંદિર ખાતે ચાલતી ભાગવત કથામાં કૃષ્ણ જન્મની ધામધૂમપૂર્વક ઉજવણી
કૃષ્ણ જન્મ સાથે વામન પ્રાગટય- નૃસિંહ પ્રાગટયની પ્રતિકૃતિઓ સાથે ભવ્ય ઉજવણી : મીરાબેન ભટ્ટ અને શ્યામસુંદરદાસજી મહારાજની મધુર વાણીથી શ્રોતાજનો ભાવવિભોર બન્યાઃ એક જ મંડપ નીચે બે ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન : જયરામ દાસજી મહારાજે ગુરૂભકતોને આર્શીવચન પાઠવ્યા : ન્યારા તથા આજુબાજુના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ

રાજકોટ, તા. પ : રાજકોટ શહેરની ભાગોળે આવેલ ન્યારા ગામે શ્રી સદ્્ગુરૂ ધ્યાનમંદિર ટ્રસ્ટ દ્વારા પરમપુજય શ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપાથી ગત તા. ૩૧ ડીસેમ્બરથી શ્રી રામ ચરિત માનસ સમુહ પાઠ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં શ્રી રામચરિત માનસ સમુહ પાઠનું પઠન વ્યાસપીઠ ઉપરથી વિદ્વાન રામાયણી શ્રી શ્યામસુંદરદાસજી મહારાજની સંગીતમાં મધુરશૈલીમાં સમુહપાઠ કરી રહ્યા છે. જયારે શ્રીમદ ભાગવત કથાનું વ્યાસપીઠ ઉપરથી કથાકાર પુજયશ્રી મીરાબેન ભટ્ટની મધુરવાણીમાં કથાનું વાંચન થઇ રહ્યું છે.
કથાના એક જ મંડપ નીચે બે મહાન ગ્રંથોના શ્રવણનો લાભ શ્રોતાઓને મળી રહ્યો છે. શ્રી રામજન્મ સાથે કપિલ પ્રાગટયની ઉજવણી થયા બાદ ગઇકાલે કૃષ્ણ જન્મોત્સવ, નૃસિંહ પ્રાગટય વામન ભગવાનના પ્રાગટયોની ભવ્ય પ્રતિકૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બપોરના રોજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે શ્રી રાજુભાઇ માનસતા હરગોવિંદભાઇ બગડાઇ અને રમેશભાઇ પીપળીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ તેઓની સાથે અન્ય ટ્રસ્ટીઓ રાજુભાઇ નથવાણી ભાવેશભાઇ, માનસાતા, ભાવેશભાઇ પાબારી ભાવેશભાઇ તન્ના, જતિનભાઇ માનસાતા તેમજ ન્યારાની સ્થાનિક સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કથાની પૂર્ણાહુતિ તા. ૯ જાન્યુઆરીએ થનાર છે. દરમ્યાન દરરોજ ભકિતમય વાતાવરણમાં સમુહપાઠ અને કથાનું વાંચન થઇ રહ્યું છે. ન્યારા ગામ તેમજ આજુબાજુ ગામના લોકો આ ભકિતમય કાર્યક્રમનો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે.
શ્રી સદ્્ગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ- ન્યારા દ્વારા શ્રીમદ ભાગવત નવાન્હ પારાયણનું આયોજન કરેલ. તે અંતર્ગત ગઇકાલે શ્રી વામન ભગવાનનો પ્રાગટયોત્સવ શ્રી વામન ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપે દર્શનિય થયેલ.
ત્યારબાદ શ્રી રામ પ્રભુનો જન્મોત્સવ ભગવાન શ્રી રામ પ્રભુ સીતામાતા શ્રી લક્ષ્મણની તથા શ્રી હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ દ્વારા દિવ્ય રીતે ઉજવણી કરેલ.
છેલ્લે સત્રના અંતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભગવાન નંદલાલનો મહાઉત્સવ ‘‘નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલકી'' ના નાદ સાથે અને વકતા શ્રી મીરાબેન ભટ્ટ દ્વારા આનંદમયી વાણી તેમજ વાજીંત્રોના અને શંખ ધ્વનિના નાદ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી થયેલ.
ઉપરોકત ત્રણેય મહોત્સવ દરમ્યાન શ્રોતાગણ ભાવવિભોર થયેલ અને આનંદ સાથે રાસલીલા કરી અને મહોત્સવનો આસ્વાદ માણેલ હતો.
ચોથા દિવસના કથા વિરામ થયે પુજયપાદશ્રી જયરામદાસજી મહારાજે શ્રી રામ પ્રાગટય દ્વારા શ્રી કૃષ્ણ પ્રાગટય અનુરૂપ દિવ્ય આશીર્વચન પાઠવેલ અને દરેક ગુરૂભકતોને ફરજીયાત પ્રસાદ લઇને જ જવા આગ્રહ કરેલ.
શ્રી સદ્્ગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ - ન્યારા દ્વારા આયોજીત શ્રી રામ ચરિત માનસ સમુહ પઠન પુજય વકતા શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ દ્વારા સુમધૂર શૈલીમાં ભકતજનોને રસપાન કરાવેલ. તે અંતર્ગત શ્રી રામ અર્ચના પુજન મહોત્સવનું આયોજન કરેલ અને પૂજય શ્રી જયરામદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી રામ પ્રભુના જયઘોષ સાથે પૂજન વિધિ પવિત્ર બ્રાહ્મણો દ્વારા વિધિવત, શાષાોકત મંત્ર દ્વારા થયેલ અને પૂજય ગુરૂદેવ ત્થા ઇષ્ટદેવ શ્રી રામપ્રભુની આરતી કરી સમાપન કરેલ.
(12:36 PM IST)










