News of Monday, 5th January 2026
ઝડપથી આગ ઠારવાના ફાયર ફાઇટર વોટર વાહનોનું લોકાર્પણ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૩, શનિવારના ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના ઉપયોગ માટે રૂ.૪.૯૮ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ ૦૫ ફાયર ફાઈટર વોટર બાઉઝર વાહનોનું ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ ખાતે લોકાર્પણ(ફલેગ ઓફ) મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે, ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયર એન્ડ ઈમરજ્ન્સી સર્વિસીસ વિભાગના કર્મચારીઓ, ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:56 PM IST)










