News of Monday, 5th January 2026
હજારો બાળકો અને તેમના વાલીઓના મોં ઉપર જે સ્મિત છે એ જેડીએફની સાચી મૂડી છેઃ નમ્રમુનિ મહારાજ
સાધુતા માત્ર ભગવા વષાોમાં નથી,પીડિતોની સેવામાં પણ છેઃ અપૂર્વમુની જુવેનાઈલ ડાયાબિટીસ બાળકોનો મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ છેલ્લા ૨૨ વર્ષોથી ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે કાર્યરત ‘‘જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન'' દ્વારા સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સભાગળહમાં એક વિશેષ મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના પરિવારોએ હાજરી આપી હતી. આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્ય પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ઉપસ્થિત જનમેદનીને અત્યંત માર્મિક અને પ્રેરણાદાયી ધર્મસંદેશ આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંત પૂજ્ય પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે જેડીએફના સેવાકાર્યને બિરદાવતા એક અત્યંત ગહન વાત કહી હતી કે, અપુલભાઈ, આ હજારો બાળકો અને તેમના ચિંતાતુર માતા-પિતાના ચહેરા પર જે હાસ્ય અને નિરાંત જોવા મળે છે, એ જ તમારી સાચી મૂડી છે. તેમણે આ વિષયને વિસ્તળત કરતા સમજાવ્યું હતું કે દુનિયામાં સંપત્તિ તો ઘણા લોકો ભેગી કરે છે, પરંતુ જે સંપત્તિ કોઈના આંસુ લૂછીને તેના ચહેરા પર સ્મિત લાવી શકે, તે જ ઈશ્વરના દરબારમાં સાચી મૂડી ગણાય છે. જેડીએફ દ્વારા જે બાળકોને નવું જીવન અને નવી આશા મળી છે, તેમની હંસી (હાસ્ય) એ સંસ્થાના આશીર્વાદ સમાન છે.
જ્યારે કોઈ બાળકને ગંભીર બીમારી હોય ત્યારે સૌથી વધુ પીડા તેના માતા-પિતા ભોગવતા હોય છે. અપુલભાઈએ માત્ર બાળકોને ઈન્સ્યુલિન નથી આપ્યું, પણ હજારો માતા-પિતાને માનસિક શાંતિ અને આર્થિક બોજમાંથી મુક્તિ આપી છે. આ માતા-પિતાના અંતરના આશીર્વાદ એ કોઈ પણ એવોર્ડ કે સન્માન કરતા પણ વિશેષ છે. નમ્રમુનિ મહારાજ સાહેબે ભારપૂર્વક જણાવ્યું કે, ભૌતિક સંપત્તિ અહીં જ રહી જવાની છે, પણ જે બાળકો આજે ડાયાબિટીસ જેવી મુશ્કેલીમાં પણ ખિલખિલાટ હસી રહ્યા છે, તે હાસ્ય જ અપુલભાઈ અને તેમના સાથીદારોના જીવનનું સૌથી મોટું પુણ્ય છે.
તેમણે અંતમાં ઉમેર્યું હતું કે, જે કાર્યમાં હજારો નિર્દોષ આત્માઓની પ્રસન્નતા જોડાયેલી હોય, તે કાર્ય કયારેય અટકતું નથી કારણ કે તે બાળકોની હંસી જ આ સંસ્થાને ચલાવવાની અખૂટ શક્તિ પૂરી પાડે છે.
આ તકે પૂ. અપૂર્વમુનિ સ્વામીએ કહ્યું કે, સામાન્ય રીતે માણસ જ્યારે પોતે દુઃખી થાય ત્યારે તે માત્ર પોતાના દુઃખમાં ડૂબેલો રહે છે, પરંતુ અપુલભાઈએ જ્યારે પોતાના પુત્રને ટાઈપ-૧ ડાયાબિટીસ જેવી ગંભીર સ્થિતિમાં જોયો, ત્યારે તેમણે પોતાની વ્યક્તિગત વેદનાને સીમિત ન રાખતા તેને વિશ્વ માટે સંવેદના બનાવી દીધી. એક પિતાની આંખના આંસુ આજે હજારો બાળકો માટે આશાનું કિરણ બની જેડીએફના વટવળક્ષ રૂપે ફેલાયા છે.
સ્વામીજીએ આજની યુવા પેઢીની જીવનશૈલી પર કટાક્ષ કરતા ગંભીર ટકોર કરી હતી કે, આજે યુવાનો દેખાદેખી અને સ્ટેટસ સિમ્બોલ પાછળ અંધાધૂંધ ખર્ચ કરે છે. બ્રાન્ડેડ કપડાં, મોંઘા મોબાઈલ અને લક્ઝરી પાછળ લાખો રૂપિયા ખર્ચતી વખતે કોઈ વિચારતું નથી, પરંતુ જ્યારે કોઈ લાચાર કે બીમાર વ્યક્તિને મદદ કરવાની વાત આવે ત્યારે આર્થિક મંદીના બહાના કાઢવામાં આવે છે. તેમણે શીખ આપી હતી કે બ્રાન્ડેડ વસ્તુઓથી વ્યક્તિની કિંમત નથી વધતી, પરંતુ તેના દ્વારા કરવામાં આવેલી મદદથી તેનું વ્યક્તિત્વ મહાન બને છે.
સ્વામીજીએ અત્યંત હૃદયસ્પર્શી વાત કરતા જણાવ્યું કે, સાધુતા માત્ર ભગવા વષાોમાં નથી, પરંતુ કોઈના આંસુ જોઈને જ્યારે તેને લૂંછવાનું મન થાય, ત્યારે તે હૃદયમાં સાચી સાધુતા પ્રગટે છે. દુનિયા કયારેય એવા લોકોને યાદ નથી રાખતી જેઓ પોતાની સંપત્તિના ઢગલા પાછળ જીવ્યા હોય, પરંતુ ઈતિહાસ માત્ર એવા જ લોકોને હૃદયમાં સ્થાન આપે છે જેઓ બીજાના સુખ માટે પોતાની જિંદગી ઘસી નાખે છે. આપણી સંસ્કળતિના સૂત્ર સર્વે ભવન્તુ સુખિનઃને સાર્થક કરતા સ્વામીજીએ અંતમાં જણાવ્યું કે જેડીએફ જેવું કાર્ય માત્ર તબીબી સેવા નથી, પણ તે ઈશ્વરની સાચી ભક્તિ છે, કારણ કે આ કાર્ય દ્વારા અનેક પરિવારોમાં ફરીથી સુખ અને શાંતિની સ્થાપના થઈ રહી છે.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીએ ભાવુક હૈયે સંસ્થાની સફર વિશે વાત કરતા જણાવ્યું કે, આજથી ૨૨ વર્ષ પહેલા જ્યારે મારા પોતાના દીકરાને ટાઈપ-૧ ડાયાબિટીસ હોવાનું નિદાન થયું, ત્યારે જે સંઘર્ષ મેં અનુભવ્યો તે કોઈ બીજા પિતાએ ન અનુભવવો પડે તેવા ઉમદા હેતુથી આ સંસ્થાના બીજ રોપાયા હતા. આજે એક બાળકની સારવાર પાછળ મહિને અંદાજે ૮ થી ૧૦ હજારનો ખર્ચ થાય છે, પરંતુ ઉદાર મન ના દાતાઓના સહયોગથી અમે સેંકડો બાળકોને આ સારવાર નિઃશુલ્ક આપી શકીએ છીએ.
ફાલ્કન પમ્પ્સના કમલનયનભાઈ સોજીત્રાએ સંસ્થાની પારદર્શિતા અને સેવાભાવનાને બિરદાવતા કહ્યું કે, આ સંસ્થા કોઈ પદ કે પ્રતિષ્ઠાની ભૂખી નથી, પરંતુ સાચા અર્થમાં માનવ સેવા કરી રહી છે. મોંઘીદાટ ઈન્સ્યુલિનની સારવાર મફત આપવી એ ભગીરથ કાર્ય છે.
આ કાર્યક્રમમાં જેવા કે પરાક્રમસિંહ જાડેજા (જયોતિ સીએનસી), કિરીટભાઈ સંઘવી, વી.એસ. દામાણી, મનસુખભાઈ પાણ, મુકેશભાઈ શેઠ, સર્વાનંદભાઈ સોનવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નામાંકિત એન્ડોક્રાઈનોલોજિસ્ટ અને પિડિયાટ્રિશિયન ડોક્ટરોએ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૪ થી કાર્યરત સંસ્થામાં ૨૨૫૦ થી વધુ બાળકોઃ તમામ જ્ઞાતિના બાળકો સંસ્થામાં નોંધાયેલા છે. ૮૦૦ થી વધુ જરૂરિયાતમંદ બાળકોને ઇન્સ્યુલીન, સીરીંજ, ગ્લુકોમીટર અને સ્ટ્રીપ્સ સંપૂર્ણ ફ્રી આપવામાં આવે છે. અન્ય બાળકોને ૪૦% થી ૫૦% રાહત દરે દવાઓ પૂરી પાડવામાં આવે છે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૯૦ જેટલા ડાયાબિટીક યુવક-યુવતીઓના લગ્ન ૬૦ બાળકોને વર્ચ્યુઅલ એજ્યુકેશન દ્વારા શ્નનેશનલ ડાયાબિટીસ એજ્યુકેટર બનાવવામાં આવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.
કાર્યક્રમના અંતે હાજર રહેલા દરેક બાળકને રૂ. ૨૫૦૦ની કિંંમતની સ્પેશિયલ ડાયાબિટીસ કીટ આપવામાં આવી હતી અને તમામ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટ ેમેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી, ટ્રસ્ટીગણ રોહિત કાનાબાર, હરિકળષ્ણ પંડ્યા, અમિત દોશી, મિતેશ ગણાત્રા જેનિસ કાંજિયા,અતુલ મહેતા ,પારસ દોશી, સાવન કાનાબાર, ઋષિલ દવે,મિહિર સાકરિયા , રાહુલ રાઠોડ , પાર્થ સચદે, વૈભવ ગાંધી, ગિરીશ વાઘેલા, મૈત્રી દોશી, મનીષા વ્યાસ, મીના સચદે, રવિરાજ ઠક્કર વગેરેએ જહેમત ઉઠાવી હતી
(4:03 PM IST)










