<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

સહેલી લેડીઝ કલબના નવા ઉપપ્રમુખપદે ડો.રીનાબેન સોલંકીની વરણી : નવા સભ્‍યો માટે નોંધણી ચાલુ

 

રાજકોટ તા. ૬ : સહેલી લેડીઝ કલબ દ્વારા નવી મેમ્‍બરશીપ શરૂ કરવામાં આવી છે. તેમજ નવા ઉપપ્રમુખપદે ડો. રીનાબેન સોલંકીની વરણી કરવામાં આવી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલબના બહેનોએ જણાવ્‍યુ હતુ કે આ કલબ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કુકીંગ, બ્‍યુટી પાર્લરના કલાસીસ, બિઝનેશ રીલેટેડ સેમીનાર, વુમન્‍સ ડે સેલીબ્રેશન, એવોર્ડ ફંકશન, સમુહલગ્ન સહીતના આયોજનો વર્ષ દરમિયાન કરવામાં આવે છે.

આ લેડીઝ કલબના પ્રમુખ તરીકે જીતાબેન દત્તાણી સેવા આપી રહ્યા છે. તેમની સાથે વર્ષોથી કલબમાં જોડાયેલા અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વિઝીટીંગ ફેકલ્‍ટી એવા ડો. રીનાબેન સોલંકીની હાલમાં જ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ચોમેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

સહેલી લેડીઝ કલબમાં હાલ નવી મેમ્‍બરશીપ તેમજ રીન્‍યુ કામગીરી ચાલુ હોય જોડાવા ઇચ્‍છુકો સંપર્ક કરી શકે છે. સભ્‍ય ફી ફકત રૂ.પ૦૦ છે. વધુ માહિતી માટે મો.૯૯૨૪૭ ૫૩૭૨૨ અથવા મો.૯૮૨૪૭ ૨૮૦૩૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રમુખ જીતાબેન દત્તાણી, ઉપપ્રમુખ ડો. રીનાબેન સોલંકી અને બાજુમાં જયોતિબેન પોરીયા, તૃપ્‍તિબેન મકવાણા, ભાવિકાબેન ચૌહાણ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:28 PM IST)