<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

રિયલ એસ્‍ટેટ એજન્‍ટ્‍સ એસોસિએશન ઓફ રાજકોટ (રીયાર)ના વર્ષ ૨૦૨૬ ના પ્રમુખ તરીકે હિતેશ રાજદેવની નિમણૂક

નવા સભ્‍યોની નોંધણી ૩૧ જાન્‍યુઆરી સુધી ખુલ્‍લી રહેશેઃ સભ્‍ય બનવા માટે પ્રમુખ અથવા સેક્રેટરીનો સંપર્ક કરવા અનુરોધ કાલે હોટેલ સયાજી ખાતે ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીઃ પૂજ્‍યપાદ ગોસ્‍વામી ૧૦૮ શ્રી અક્ષયકુમારજીના આશીર્વાદ પ્રાપ્ત થશે

રાજકોટઃ રાજકોટના રિયલ એસ્‍ટેટ ક્ષેત્રની અગ્રણી સંસ્‍થા ‘રિયલ એસ્‍ટેટ એજન્‍ટ્‍સ એસોસિએશન ઓફ રાજકોટ' (રીયાર) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે પ્રમુખ પદે શ્રી હિતેશ રાજદેવની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. તેમની ઈન્‍સ્‍ટોલેશન સેરેમની આવતીકાલે તારીખ ૭ જાન્‍યુઆરી ૨૦૨૬, બુધવારના રોજ રાજકોટની સયાજી હોટેલ ખાતે યોજાનાર છે.

આ ઈન્‍સ્‍ટોલેશન સેરેમની દરમિયાન વૈષ્‍ણવાચાર્ય પૂજ્‍યપાદ ગોસ્‍વામી ૧૦૮ શ્રી અક્ષયકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થશે. સમારંભમાં ચીફ ગેસ્‍ટ તરીકે ક્રેડાઈ ગુજરાતના ચેરમેન અને આર.બી.એ. ના પ્રમુખ શ્રી પરેશ ગજેરા તથા ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે રાજકોટ બિલ્‍ડર્સ એસોસિએશન (આર.બી.એ.) ના ચેરમેન શ્રી અમિત ત્રાંબાડિયા ખાસ ઉપસ્‍થિત રહેશે.

નવનિયુક્‍ત પ્રમુખ શ્રી હિતેશ રાજદેવ રિયલ એસ્‍ટેટ ક્ષેત્રમાં ૨૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ગુરુદેવ એસ્‍ટેટના સંચાલક તરીકે રિયલ એસ્‍ટેટ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ વર્ષ ૨૦૧૧ થી રીયારના સભ્‍ય છે તેમજ સંસ્‍થામાં અગાઉ ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિત વિવિધ હોદ્દાઓ પર રહીને જવાબદારીપૂર્વક સેવા આપી ચૂક્‍યા છે. તેમના સંગઠનાત્‍મક અનુભવ અને સભ્‍યો પ્રત્‍યેની પ્રતિબદ્ધતાને ધ્‍યાનમાં રાખી તેમને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે.

નવા કાર્યકાળ દરમિયાન શ્રી હિતેશ રાજદેવનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય રીયારના દરેક સભ્‍યને વધુમાં વધુ વ્‍યવસાયિક તક ઉપલબ્‍ધ કરાવવાનો રહેશે. તે માટે તેઓ વિવિધ બિલ્‍ડરો અને ડેવલપર્સ સાથે મજબૂત સંકલન સાધી, રિયલ એસ્‍ટેટ એજન્‍ટોને નવા પ્રોજેક્‍ટ્‍સ અને વ્‍યવસાયિક અવસર સાથે જોડવાના પ્રયાસો કરશે. સાથે સાથે રીયાર દ્વારા આયોજિત થતા ‘‘સંપર્ક સેતુ'' કાર્યક્રમને વધુ અસરકારક, વ્‍યાપક અને પરિણામલક્ષી બનાવવાની તેમની વિશેષ યોજના છે.

વર્ષ ૨૦૨૬ દરમિયાન શ્રી હિતેશ રાજદેવના નેતૃત્‍વ હેઠળ રિયલ એસ્‍ટેટ એજન્‍ટો માટે વિવિધ એજ્‍યુકેશનલ પ્રોગ્રામ્‍સ તેમજ માહિતીપ્રદ સેમિનારોનું આયોજન કરવામાં આવશે. જેમાં રિયલ એસ્‍ટેટ કાયદા, માર્કેટ ટ્રેન્‍ડ્‍સ, ડિજિટલ માર્કેટિગ, પ્રોફેશનલ એથિક્‍સ તેમજ એજન્‍ટોની કાર્યક્ષમતા અને કુશળતા વધે તેવા મહત્‍વપૂર્ણ વિષયો પર નિષ્‍ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સંસ્‍થા દ્વારા આવનાર સમયમાં એવા આયોજન કરવામાં આવશે જેના માધ્‍યમથી એસોસિએશનના સભ્‍યોને વ્‍યક્‍તિગત રીતે લાભ થાય અને તેમની વ્‍યાવસાયિક તેમજ વ્‍યક્‍તિગત જરૂરિયાતોમાં ઉપયોગી સાબિત થાય તેવા પગલાં લેવામાં આવશે.

આ સાથે જ, ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીના દિવસે જ રીયારની નવી અધિકૃત વેબસાઈટ (ડબલ્‍યુડબલ્‍યુડબલ્‍યુ.રીયાર.ઓર્ગ) નું લોન્‍ચિંગ પણ કરવામાં આવશે. નવી વેબસાઈટ દ્વારા સંસ્‍થાની પ્રવૃત્તિઓ, સભ્‍યો સંબંધિત માહિતી તથા વિવિધ અપડેટ્‍સ વધુ સુવ્‍યવસ્‍થિત અને સરળ રીતે ઉપલબ્‍ધ બનશે. ઉપરાંત, નવનિયુક્‍ત પ્રમુખ દ્વારા એસોસિએશનના સભ્‍યોને સોશિયલ મીડિયા દ્વારા વધુ વ્‍યાપક ઓળખ, પ્રચાર તથા વ્‍યાવસાયિક લાભ મળે તેવા વિશેષ પ્રયત્‍નો કરવામાં આવશે.

રીયાર દ્વારા રાજકોટમાં રિયલ એસ્‍ટેટ એજન્‍ટ તરીકે કામ કરતા લોકોને આ એસોસિએશનમાં સભ્‍ય બની જોડાવા માંગતા હોય તેઓ આવકાર્ય છે. નવા સભ્‍યો માટે તારીખ ૩૧ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધી નોંધણી ખુલ્‍લી રહેશે. સભ્‍ય બનવા ઈચ્‍છુક રાજકોટ સ્‍થિત રિયલ એસ્‍ટેટ એજન્‍ટો નીચે મુજબ સંપર્ક કરી શકે છેઃ

સભ્‍યપદ નોંધણી અંગે મહત્‍વની જાહેરાત

પ્રમુખઃ હિતેશ રાજદેવ (મો. ૯૮૨૫૧ ૧૭૫૮૫)

સેક્રેટરીઃ તુષાર મહેતા (મો. ૯૮૭૯૩ ૭૫૨૫૭)

રીયારની વર્ષ ૨૦૨૬-૨૦૨૭ ની નવી કારોબારી બોડીની સંપૂર્ણ યાદીઃ

પ્રમુખઃ હિતેશ રાજદેવ (૯૮૨૫૧ ૧૭૫૮૫)

માનદ મંત્રી (સેક્રેટરી): તુષાર મહેતા (૯૮૭૯૩ ૭૫૨૫૭)

ઉપપ્રમુખઃ પરેશ રૂપારેલિયા (૯૪૨૯૪ ૭૦૮૩૦)

જોઈન્‍ટ સેક્રેટરીઃ પરીન છગ (૯૦૩૩૧ ૭૭૭૭૧), કેતન ચોટાઈ (૯૯૭૮૩ ૭૭૭૩૩)

ટ્રેઝરરઃ મેરુ જોગરાણા (૯૮૨૪૭ ૭૭૭૦૭)

પ્રેસિડેન્‍ટ ઈલેક્‍ટઃ અમિત વાગડિયા (૯૪૨૬૮ ૦૨૭૦૬)

આઈ.પી.પી. (ઈમીડિએટ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ): અતુલ રાચ્‍છ (૯૩૭૭૧ ૨૨૭૭૦)

પી.આર. અને લીગલ વર્કઃ જયભારત ધામેચા (૯૦૩૩૭ ૧૧૧૧૮), અજય ત્રિવેદી (૯૮૭૯૯ ૨૯૦૦૦)

યુથ વિગ કોઓર્ડિનેટરઃ વિકાસ મણિયાર (૯૦૯૯૦ ૩૯૯૯૮)

મીટિગ અને ઈવેન્‍ટઃ જયેશ ધીંગાણી (૯૮૨૫૧ ૩૦૮૪૦), હરેશ ગોસ્‍વામી (૯૮૨૪૨ ૮૯૪૯૯), ગૌરાંગ કારીયા (૯૮૨૪૨ ૯૪૯૪૮), આશિષ રાજદેવ (૯૯૨૪૪ ૦૯૩૯૯)

ડિપાર્ટમેન્‍ટ વર્કઃ પ્રકાશ ગઢવી (૮૫૧૧૧ ૧૭૮૧૧), આશિષ ઉનડકટ (૯૮૨૫૪ ૦૩૪૫૬)

ડિજિટલ અને એજ્‍યુકેશનઃ અનિલ ઉધાણી (૯૯૭૪૬ ૭૪૩૪૮)

એડવાઈઝરી કમિટીઃ પૂર્વ પ્રમુખ શ્રી દીપક ઉનડકટ અને પૂર્વ પ્રમુખ શ્રી નિલેશ ગઢવી

રીયારના તમામ સભ્‍યોએ હિતેશભાઈને તથા નવી કારોબારી બોડીને હાર્દિક અભિનંદન પાઠવ્‍યા છે અને વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે કે તેમના અનુભવી નેતૃત્‍વ હેઠળ સંસ્‍થા વધુ સક્રિય, મજબૂત અને પ્રગતિશીલ બનશે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:14 PM IST)