News of Tuesday, 6th January 2026
સમસ્ત સોજીત્રા પરિવાર દ્વારા શનિવારે મહિલા સ્નેહમિલન : રકતદાન કેમ્પ-સન્માન-રાસ ગરબા

રાજકોટ તા. ૬ : સમસ્ત સોજીત્રા પરિવાર રાજકોટ દ્વારા આગામી તા. ૧૦ ના શનિવારે ૯મું મહિલા સંચાલિત સ્નેહ મિલન યોજવામાં આવેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સોજીત્રા પરિવારના બહેનોએ જણાવ્યુ હતુ કે રાજકોટમાં રહેતા સોજીત્રા પરિવારના બહેનો એક બીજાની નજીક આવે અને એક બીજાને ઓળખે તે હેતુથી સતત ૯માં વર્ષે આ સ્નેહ મિલન યોજેલ છે. સમગ્ર સ્નેહ મિલનનું સંચાલન મહિલાઓ જ સંભાળશે.
તા. ૧૦ ના શનિવારે ક્રિષ્ના પાર્ટી પ્લોટ-૧, મવડી પાળ રોડ, ખાતે યોજાયેલ આ સ્નેહ મિલન પુવે બપોરે ૩ વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે. બાદમાં સાંજે પ થી ૯ સુધી સ્નેહ મિલન યોજાશે. જેમાં ગત વર્ષે અભ્યાસમાં સારો દેખાવ કરનાર ધો.૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનું તેમજ નારી શક્તિનું સન્માન કરાશે. રાત્રે ૯ વાગ્યે સમુહ ભોજન અને ત્યાર બાદ રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખેલ છે.
સંસ્થાનું નવમું વર્ષ હોય નવદુર્ગાની વેશુભુષામાં બહેનો શક્તિના દર્શન કરાવશે. સમસ્ત સોજીત્રા પરિવારના બહેનોએ આ કાર્યક્રમોમાં પધારવા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વિગતો વર્ણવતા સોજીત્રા પરિવારના ગીતાબેન આર. સોજીત્રા, જીજ્ઞાબેન આર. સોજીત્રા, ધર્મિષ્ઠાબેન વી. સોજીત્રા, કિંજલબેન એચ. સોજીત્રા, હેતલબેન એસ. સોજીત્રા, ભક્તિબેન આર. સોજીત્રા, રોકશીત આર. સોજીત્રા, જયોત્સનાબે કે. સોજીત્રા, સપનાબેન વી. સોજીત્રા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:19 PM IST)










