News of Tuesday, 6th January 2026
મારવાડી યુનિ.માં વડાપ્રધાનના કાર્યક્રમ સામે કોંગ્રેસ આગેવાનોનો ઉગ્ર વિરોધ રાજકોટ કલેકટરને આવેદન પાઠવ્યું

રાજકોટ, તા. ૬: આગામી તા. ૧૧ ના રોજ મારવાડી યુનિવર્સીટી ખાતે સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમ તથા ઉદઘાટન સંદર્ભે શહેર કોંગ્રેસના આગેવાનોએ ઉગ્ર વિરોધ વ્યકત કરી રાજકોટ કલેકટરને આવેદન પાઠવી મારવાડી યુનિ. અંગે રજુઆતો કરી હતી, અને વડાપ્રધાન સુધી રજુઆતો પહોંચાડવા વિનંતી કરી હતી. આવેદનમાં ગંભીર આક્ષેપો પહોંચાડવા વિનંતી કરી હતી. આવેદનમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આવેદન દેવામાં અગ્રણીઓ સર્વેશ્રી ગાયત્રીબા વાઘેલા, ડો. રાજદિપ જાડેજા, મહેશભાઇ રાજપૂત, ડો. હેમાંગ વસાવડા, વશરામભાઇ સાગઠીયા, ડી.પી. મકવાણા, અતુલ રાજાણી, ગોપાલ અનડકટ, સુરેશ બથવાર, સંજય અજુડીયા, અજિત વાંક વિગેરે જોડાયા હતા.
(3:51 PM IST)










