News of Tuesday, 6th January 2026
રામનાથપરામાંથી ૨.૭૮ લાખના દારૂના ‘ચપલા'ભરેલી કાર સાથે દિલીપ પકડાયો
સાધુ વાસવાણી રોડ ક્વાર્ટરના શખ્સને ડીસીબીના પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમે દબોચ્યોઃ કુલ ૬.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, સાથેના દિલીપભાઇ બોરીચા, જયરાજસિંહ કોટીલાની બાતમી

રાજકોટ તા. ૬: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂની હેરાફેરી પકડી પાડી છે. રામનાથપરામાં બાતમીને આધારે વોચ રાખી દારૂનો જથ્થો ભરીને નીકળેલી કારન ેઆંતરી લઇ ચાલક સાધુ વાસવાણી રોડ પરના ક્વાર્ટરમાં રહેતાં શખ્સને પકડી લીધો હતો. કારમાંથી રૂા. ૨,૭૮,૭૮૪ની કિંમતના ૧૮૦ એમએલ વ્હીસ્કીના ૮૬૪ ‘ચપલા' મળતાં તે અને દારૂ મળી કુલ ૬,૭૮,૭૮૪નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, જયરાજસિંહ કોટીલાને બાતમી મળી હતી કે રામનાથપરા જુની જેલ સામે નવયુગપરા-૨ના ખુણે જીજે૧૦એપી-૮૩૧૧ નંબરની સ્વીફટ કાર લઇને એક શખ્સ દારૂ ભરીને આવ્યો છે. આ બાતમી પરથી ટીમ ત્યાં પહોંચી જતાં બાતમી મુજબની કાર જોવા મળતાં આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો.
ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ દિલીપ શંકરભાઇ પરમાર (ઉ.વ.૨૨-રહે. જનકપુરી પાસે આવાસ યોજના ક્વાર્ટર ચાર માળીયા બ્લોક નં. ૧૧૬૬, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી) જણાવ્યું હતું. પોલીસે તેને સકંજામાં લીધો હતો. કારમાં ભરેલા દારૂના જથ્થાની ગણતરી કરતાં ઓલ સીઝન્સ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૩૮૪ ચપલા અને રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૩૧૨ ચપલા મળ્યા હતાં. આ રીતે કુલ રૂા. ૨,૭૮,૭૮૪નો દારૂ મળતાં તે કબ્જે કરી ૪ લાખની કાર પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવના માર્ગદર્શનમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, દિપકભાઇ ચોૈહાણ, જયરાજસિંહ કોટીલા, વિશાલભાઇ દવે, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, સંજયભારઇ રૂપાપરા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. આ કાર કોની છે અને આ દારૂનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(3:57 PM IST)










