News of Wednesday, 7th January 2026
બજારોમાં શેરડી- જીંજરાનો હોબેશ માલ ઠલવાયો

શેરડી અને જીંજરા શિયાળાનું ટોનિક ગણાય છે. ખાસ કરીને મકરસંક્રાંતિ પર્વ ઉપર આ બન્ને વસ્તુઓનો ઉપાડ સૌથી વધુ થતો હોય છે. ત્યારે મકરસંક્રાંતિ નજીક આવતા રાજકોટની બજારોમાં શેરડી અને જીંજરાની ધુમ આવકો થઇ છે. મીઠીમધ શેરડી અને લીલાછમ જીંજરાની લોકો હોશે હોશે ખરીદી કરી રહ્યા છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:06 PM IST)










