<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાંથી ર૦૦ બસ ભરી લોકોને સોમનાથ લઇ જવાશે

સંગઠન અને ચૂંટાયેલા સભ્‍યોને જવાબદારી

રાજકોટ, તા. ૭: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ  મોદી તારીખ ૧૧ રવિવારે સોમનાથ આવી રહ્યા છે્‌ શ્રી સોમનાથ સ્‍વાભિમાન પર્વ નિમિત્તે ભાજપ દ્વારા તે દિવસે મોટી સંખ્‍યામાં કાર્યકરો અને લોકોને સોમનાથ લઈ જવાનુ  આયોજન છે .આ અંગે આજે સોમનાથ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા અને કળષિ મંત્રી શ્રી જીતુ વાઘાણીએ ભાજપના ચૂંટાયેલા સભ્‍યો અને પાર્ટીના પદાધિકારીઓની બેઠક બોલાવી માર્ગદર્શન આપ્‍યું હતું્‌ જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાંથી ૨૦૦ મોટી બસ ભરી સોમનાથ જવાનું કહેવામાં આવ્‍યું છે.

તે દિવસે સવારે ૯ વાગે તમામ બસ સોમનાથ પહોંચે તેવી રીતે પાર્ટી અને પંચાયતના પદાધિકારીઓએ આયોજન કરવાનું રહેશે. બસ દીઠ સરેરાશ ૫૦ થી ૬૦ મુજબ કુલ ૧૦ થી ૧૨ હજાર લોકોને ત્‍યાં લઈ જવાના છે .બસ તેમજ ભોજનની વ્‍યવસ્‍થા પાર્ટી તરફથી કરવામાં આવશે વડાપ્રધાન તે દિવસે સોમનાથ મહાદેવની પૂજા કરશે.

સોમનાથમાં ભાજપ દ્વારા શક્‍તિ પ્રદર્શનરૂપ આ કાર્યક્રમનું આયોજન થતાં તેની તડામાર તૈયારી ચાલી રહી છે. સોમનાથમા જુદા જુદા વિસ્‍તારના અલઞ ડોમ બનાવવામાં આવશે .કયા જિલ્લામાંથી કેટલી સંખ્‍યા થઈ તેની નોંધ  લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતમાં ૧૧ તાલુકાઓની ૩૬ જિલ્લા પંચાયત બેઠકોનો સમાવેશ થાય છે્‌ જેમાં ૩૦ સભ્‍યો ભાજપના છે.

(3:56 PM IST)