તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 7th January 2026
સફાઇ કામદારોના વારસદારોએ નોકરી માટે સિવિલનું સર્ટી નહીં આપવુ પડે : સમસ્યા ઉકેલાઇ
તબીબી પરીક્ષણ માટે મનપાના મેડીકલ ઓફિસર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ સર્ટી. માન્ય રહેશે

રાજકોટ, તા. ૭ : મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં સફાઈ કામદારોના વારસદારોને નોકરી બાબતે ડોકટરી સર્ટીમાં પડતી સમસ્યાનો ઉકેલ કરવામાં આવ્યો છે અને હવે સિવિલના સર્ટીની જરૂરીયાત બંધ કરી મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેડીકલ ઓફિસરનું સર્ટી મેળવવાનું રહેશે.
મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારો તેની નોકરી દરમ્યાન સફાઈ કામગીરીના કારણે રોગના ભોગ બને અને મેડીકલ તપાસમાં કામ કરવા માટે કાયમી અશક્ત જાહેર થાય અથવા સફાઈ કામદારનું નોકરી દરમ્યાન અવસાન થાય અથવા સફાઈ કામદાર લાપતા હોયૅ તેવા સંજોગોમાં તેના કોઈ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગે નિતી તેમજ કાર્યપ્રણાલી નિયત કરવામાં આવેલ છે.
સફાઈ કામદારની નોકરી દરમ્યાન નોકરીના કારણે જ કોઈ રોગનાં ભોગ બને અને મેડીકલ તપાસ કરવાનું જરૂૂરી જણાય ત્યારે આ કામ માટે નિયત કરવામાં આવેલ સભ્યોની સમિતિને રીફર કરવામાં આવશે. જે સમિતિ સફાઈ કામદાર અશક્ત છે કે કેમ? તે અંગેનો અભિપ્રાય આપી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં તેવા કેસને સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે, જે સફાઈ કામદાર અશક્ત છે કે કેમ ? તે અંગેનો અભિપ્રાય આપે તે પછી ઉપરોક્ત શરત (૧) મુજબ કાર્યવાહી કરવાની રહેશે. ઉક્ત જોગવાઈ અનુસાર તબીબી કારણોસર રાજીનામા માટેની આવતી સફાઈ કામદારોની અરજીઓ પરત્વે સફાઈ કામદારોને તબીબી ચકાસણી માટે હાલ તમામ કિસ્સાઓમાં સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે. પ્રથામાં તબીબી ચકાસણીમાં ખુબ વિલંબ થતો હોવા બાબતે તથા વહીવટી અગવડતાઓ પડતી હોવા બાબતે વિવિધ સફાઈ કામદાર યુનિયનોની રજુઆતો મળેલ છે. જે રજુઆતો તથા અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી ધ્યાને લેતા તેમજ સફાઈ કામદારોની તબીબી ચકાસણી સમય મર્યાદામાં થાય અને વહીવટી સરળતા રહે તે હેતુથી હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
(4:11 PM IST)










