<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

રામપરા બેટીની કરોડોની બે જમીન અંગે કલેકટર દ્વારા ચુકાદાઃ બે નોંધ રદ કરવા મહત્‍વના આદેશો

પ૧ વર્ષ જુની ફાળવણી રદઃ જે તે વખતે તાલુકા મામલતદારે ખોટી રીતે રેવન્‍યુ રેકર્ડમાં નોંધ પાડી દિધી હતી

રાજકોટ, તા.૭: તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ  દ્વારા  રાજકોટ તાલુકાના રામપરા બેટી ગામની સીમમાં આવેલી સરકારી જમીન અંગે વર્ષો જૂની નોંધણીમાં થયેલી અનિયમિતતા બદલ કલેકટર કોર્ટે હકકપત્રક નોંધ નં. ૧૫૪૯ ને રદ કરવાનો હુકમ કર્યો છે.વર્ષ ૧૯૬૭માં નાયબ કલેકટરના એક હુકમ દ્વારા રામપરા બેટી ગામના સ.નં. ૪૫ પૈકીની ૬ એકર જમીન સ્‍વ. ભીમાભાઈ ભુરાભાઈ ભરવાડને નવી અને અવિભાજ્‍ય શરતે સાંથણીમાં ફાળવવામાં આવી હતી. જોકે, તે સમયે સાંથણીદાર દ્વારા જમીનનો પ્રત્‍યક્ષ કબજો લેવામાં આવ્‍યો નહોતો. આશરે ૫૧ વર્ષ બાદ, વર્ષ ૨૦૧૮માં મામલતદાર રાજકોટ દ્વારા જૂના હુકમો અને સરકારના પરિપત્રોનું અર્થઘટન કરી આ જમીનનો કબજો વારસદારોને સોંપવા અને રેવન્‍યુ રેકર્ડમાં તેની નોંધ પાડવા આદેશ કરવામાં આવ્‍યો હતો.

મામલતદારે તેમની સત્તા બહાર જઈને રેકર્ડની પૂરતી ખરાઈ કર્યા વગર આશરે ૫૧ વર્ષ બાદ ખાનગી આસામીઓને જમીન સોંપવાનો આદેશ કર્યો હતો. વર્ષ ૧૯૭૦માં આસીસ્‍ટન્‍ટ કલેકટર દ્વારા જે તે વખતે કબજો ન લેનાર આસામીઓના હુકમો રદ કરવામાં આવ્‍યા હતા, જેની અમલવારી કરવામાં આવી નહોતી.પસરકારના ૧૯-૨-૨૦૧૮ના પરિપત્રનું ખોટું અર્થઘટન કરી કિંમતી સરકારી જમીન ખાનગી વ્‍યક્‍તિઓના નામે ચડાવવામાં આવી હોવાનું તારણ નીકળ્‍યું હતું.

કલેકટર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ ઠરાવ્‍યું કે આ નોંધ અનિયમિત અને ક્ષતિયુક્‍ત છે. પરિણામે, તા. ૨૫-૮-૨૦૨૩ની કારણદર્શક નોટીસને ગ્રાહ્ય રાખીને રામપરા બેટી ગામની વિવાદાસ્‍પદ નોંધ નં. ૧૫૪૯ ને તાત્‍કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્‍યો છે. આ હુકમથી નારાજ પક્ષકાર ૯૦ દિવસમાં અગ્રસચિવ, મહેસુલ વિભાગ (વિવાદ) સમક્ષ અપીલ કરી શકશે.

આવી જ રીતે રામપરા બેટી ગામના સ.નં. ૧૧૦ પૈકી ૪૯ ની હકકપત્રકે દાખલ થયેલ નોંધ નં. ૧પ૪૦ રીવીઝનમાં લઇ સુનાવણી હાથ ધરી નોંધ નં. ૧પ૪૦ રદ કરવા કલેકટર ડો. ઓમ પ્રકાશે હુકમ કરી સામાવાળા બટુકભાઇ અણદાભાઇ, પ્રેમજીભાઇ અણદાભાઇ તથા બચુભાઇ અણદાભાઇ વિરૂધ્‍ધ ચુકાદો જાહેર કર્યો છે.

આ કેસમાં કલેકટર પોતાના ચુકાદામાં એવા કારણો જણાવ્‍યા છે કે નાયબ કલેકટરશ્રી, રાજકોટના હુકમ નં.લેન્‍ડ-કચેરી-વશી/૪૧૫૭, તા.૧૯-૭-૧૯૭૫ થી રામપરા બેટી ગામના સરકારી ખરાબાના સ.નં.૧૧૦ પૈકી ૪૯ જમીન એ.૫-૦૦ ગું. હુકમના પરિશિષ્ટ-૪ ના ક્રમાંક-૬ ની વિગતે શ્રી અણદાભાઈ ગલાભાઈને નવી અને અવિભાજય નિયંત્રીત શરતોથી ફાળવવા હુકમ કરેલ. હુકમ મુજબ જે તે વખતે કબજો સુપ્રત થયેલ છે કે કેમ ? કબજો સંભાળેલ છે કે કેમ ? કબજો સંભાળેલ ન હોય તો તે અંગે કોઈ રોજકામ થયેલ છે કે કેમ ? કોઈ કારણસર હુકમ રદ થયેલ છે કે કેમ ? વિગેરેની રેકર્ડ આધારિત ખરાઈ કર્યા સિવાય અરજદારની અરજી તા.૨-૬-૨૦૧૮ આધારે મામલતદારશ્રી, રાજકોટ તાલુકાએ તા.૧૧-૭-૨૦૧૮ ના પત્રથી રેવન્‍યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવા નાયબ મામલતદારશ્રી, ઈ-ધરા કેન્‍દ્રને પત્ર પાઠવેલ છે. જે આધારે રામપરા (બેટી) ગામના હકકપત્રકે નોંધ નં.૧૫૪૦, તા.૧૭-૭-૨૦૧૮ થી દાખલ થઈ નાયબ મામલતદારશ્રી (રેવન્‍યુ), રાજકોટ તાલુકા ધ્‍વારા તા.૨૩-૮-૨૦૧૮ થી પ્રમાણિત થયેલ. જે નોંધ અનિયમિતતાવાળી તેમજ ક્ષતિયુકત બને છે.

સાંથણીદારશ્રી અણદાભાઈ ગલાભાઈને નાયબ કલેકટરશ્રી, રાજકોટના તા.૧૯-૭-૧૯૭૫ ના હુકમથી સાંથણીમાં ફાળવવા હુકમ થયેલ છે. ત્‍યારબાદ સાંથણીદારની તા.૨-૬-૨૦૧૮ ની અરજી આધારે તેમજ સરકારશ્રીના મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંકઃ નશજ-૧૦૨૦૧૮-૨૦૫-છ, તા.૧૯-૨-૨૦૧૮ નું ખોટું અર્થઘટન કરી, રેકર્ડથી ખરાઈ કે કોઈ હુકમ કર્યા વગર ૧૯૭૫ ના સૌથણીના હુકમ બાદ સરકારી જમીનો કિંમતી બની ગયા પછી ખાનગી આસામીઓને નામે આવી કિંમતી સરકારી જમીનો રેકર્ડમાં દાખલ કરવાની બાબત નિયમોનુસાર જણાતી ન હોય તેમજ સાંથણીના હુકમ બાદ આશરે ૪૪ વર્ષ બાદ કબજો ખાનગી આસામીઓને સોંપવા મામલતદારશ્રી, રાજકોટ તાલુકાએ તા. ૧૧-૭-૨૦૧૮ ના પત્રથી રેવન્‍યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવા નાયબ મામલતદારશ્રી, ઈ-ધરા કેન્‍દ્રને પત્ર પાઠવેલ છે. જે આધારે રામપરા (બેટી) ગામના હકકપત્રકે નોંધ નં.૧૫૪૦, તા.૧૭-૭-૨૦૧૮ થી દાખલ થઈ નાયબ મામલતદારશ્રી (રેવન્‍યુ), રાજકોટ તાલુકા દ્વારા તા.૨૩-૮-૨૦૧૮ થી પ્રમાણિત થયેલ. જે નોંધ અનિયમિતતાવાળી તેમજ ક્ષતિયુકત બને છે.

સાંથણીદારશ્રી અણદાભાઈ ગલાભાઈને ફાળવવામાં આવેલ જમીનનો કબજો સોંપવા તા.૨-૬-૨૦૧૮ થી અરજદારશ્રી અણદાભાઈ ગલાભાઈએ અરજી કરેલ છે અને અરજીમાં અંગુઠાનું નિશાન કરેલ છે. જે અંગુઠાનું નિશાન કોઈએ ઓળખાવેલ પણ નથી. પરંતુ મુળ સાંથણીદારશ્રી અણદાભાઈ ગલાભાઈ તો તા.૧૨-૯-૨૦૦૩ થી અવસાન પામેલ છે. તેમ છતાં તેમના નામે સાંથણીવાળી જમીનનો કબજો સોંપવા અંગે અરજી થયેલ છે. જે પણ એક શંકા ઉપજાવે છે. આ સઘળી વિગતો મામલતદારશ્રી, રાજકોટ તાલુકાએ ધ્‍યાને લીધેલ હોવાનું જણાતું નથી. માત્ર સાંથણીદારની તા.૨-૬-૨૦૧૮ ની અરજી આધારે સાંથણીના હુકમ બાદ આશરે ૪૪ વર્ષ બાદ કબજો ખાનગી આસામીઓને સોપવા મામલતદારશ્રી, રાજકોટ તાલુકાએ તા.૧૧-૭-૨૦૧૮ ના પત્રથી રેવન્‍યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવા નાયબ મામલતદારશ્રી, ઈ-ધરા કેન્‍દ્રને પત્ર પાઠવેલ છે. જે આધારે રામપરા (બેટી) ગામના હકકપત્રકે નોંધ નં.૧૫૪૦, તા.૧૭-૭-૨૦૧૮ થી દાખલ થઈ નાયબ મામલતદારશ્રી (રેવન્‍યુ), રાજકોટ તાલુકા દ્વારા તા.૨૩-૮-૨૦૧૮ થી પ્રમાણિત થયેલ. જે નોંધ અનિયમિતતાવાળી તેમજ ક્ષતિયુક્‍ત બને છે

(4:37 PM IST)