News of Thursday, 8th January 2026
સોરઠીયા પ્રજાપતિ જેઠવા પરિવારનું શનિવારે સ્નેહમિલન અને રામદેવજી મહારાજનો પાટત્સવ

રાજકોટ તા. ૮ : સોરઠીયા પ્રજાપતિ જેઠવા પરિવાર રાજકોટ દ્વારા ૧૩મો સ્નેહમિલન સમારોહ તથા રામદેવજી મહારાજનો પાટોત્સવ તા. ૧૦ ના શનિવારે ડીલાઇટ પાર્ટી પ્લોટ, નવો ૧૫૦ ફુટ રીંગરોડ, કટારીયા ચોક ખાતે યોજેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે સોરઠીયા પ્રજાપતિ જેઠવા પરિવારના પ્રત્યેક સભ્યો એકબીજાથી પરિચિત થાય, પરસ્પર સંબંધો વધુ ગાઢ બને, ધંધાકીય રીતે એકબીજાને સહાયક બને તે હેતુથી સોરઠીયા પ્રજાપતિ જેઠવા પરિવારનું સ્નેહ મિલન યોજેલ છે.
સાંજે ૪ વાગ્યે દાંડીયારાસ, બાદમાં સાંજે પ વાગ્યે રામદેવજી મહારાજની ધ્વજા ચડાવવામાં આવશે. સાંજે ૬ વાગ્યે સત્કાર - સન્માન સમારોહ અને રાત્રે ૮ વાગ્યે પરિવારનું સંયુકત ભોજન રાખેલ છે. રાત્રે ૧૦.૩૦ વાગ્યે સંતવાણી તેમજ રામદેવજી મહારાજ પાટોતસવનું પરિવાર માટે આયોજન કરેલ છે.
સોરઠીયા પ્રજાપતિ જેઠવા પરિવાર રાજકોટ દ્વારા શાપર, કોઠારીયા, રીબડા, વાવડી, મેટોડા તેમજ રાજકોટ આસપાસ વસતા જેઠવા પ્રજાપતિ પરિવારજનોએ આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
સમગ્ર કાર્યક્રમો માટે કારોબારી પ્રમુખ કિશનભાઇ જેઠવા, ઉપપ્રમુખ ભાવિનભાઇ જેઠવા, મનોજભાઇ જેઠવા, મંત્રી ચિરાગભાઇ જેઠવા, સંગઠન મંત્રી કપિલભાઇ જેઠવા, ખજાનચી ધવલભાઇ જેઠવા, ઓડીટર દિગેશભાઇ જેઠવા જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સોરઠીયા પ્રજાપતિ જેઠવા પરિવારના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:38 PM IST)










