<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

વોર્ડ નં.૧ના ઘંટેશ્‍વરમાં પાઇપલાઇન બીછાવાશે

 

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં નવાં ભળેલા ઘંટેશ્વર વિસ્‍તારમાં પાઇપ લાઇન વિહોણાં વિસ્‍તારોમાં રૂ.૫.૯૬ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ, રૂ.૩.૬૦ કરોડના ખર્ચે જુદી-જુદી જગ્‍યાએ પેવીંગ બ્‍લોક લગાડવાનું કામ, તથા રૈયાધાર વિસ્‍તારમાં આવેલ મારવાડીવાસ મેઇન રોડથી ડ્રીમ સીટી રોડ સુધીમાં રૂ. ૭૫.૩૩ લાખના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ, આમ વોર્ડ નં.૦૧માં કુલ મળી  રૂ.૧૦.૩૧ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ ધારાસભ્‍યશ્રી તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, કોર્પોરેટરશ્રીઓ ડો.અલ્‍પેશભાઇ મોરજરીયા, હિરેનભાઇ ખીમાણીયા તથા દુર્ગાબા જાડેજા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(4:24 PM IST)