<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ઓલ ઇન્‍ડીયા બાર એકઝામની પરિક્ષામાં રાજકોટના ક્રિપાલસિંહજી એડવોકેટના બે યુવા વકિલો, પ્રેમરાજસિંહ અને રવિલાલ ઉતિર્ણ થયા

 

રાજકોટ, તા. ૯: બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયા સમગ્ર ભારતના પ્રોવિઝીનલ સનદ ધારક વકીલોની તાજેતરમાં નવેમ્‍બર-૨૦૨૫માં લેવાયેલ ઓલ ઈન્‍ડિયા બાર એકઝામમાં સૌરાષ્‍ટ્રના લો-ફર્મ ક્રિપાલસિંહજી એડ્‍વોકેટ્‍સ (Since ૧૯૨૮) ના બે વકીલો રવિ મનોજભાઈ લાલ તથા પ્રેમરાજસિંહ રૂપરાજસિંહ પરમાર ખુબજ સારા ગુણોથી અંગ્રેજી માધ્‍યમથી અપાયેલ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ છે.

આ બન્ને વકીલો એડવોકેટ શ્રી રૂપરાજસિંહ પરમારના એસોસીએટ્‍સ તરીકે ઘણા સમયથી કાર્યરત છે અને સફળતા પુર્વક પોતાની જવાબદારી નિભાવી રહેલ છે.

ઉપરોક્‍ત પરીક્ષામાં પાસ થનાર એડવોકેટ રવિ મનોજભાઈ લાલએ બી.સી.એ.નો અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટ ખાતેથી કાયદા ની ડિગ્રી પ્રાપ્ત કરેલ અને ખુબજ નાની વયે લો-ફિલ્‍ડમાં પદાર્પણ કરી દિઘેલ હતું. રવિ મનોજભાઇ લાલ જંક્‍શનના લોહાણા સમાજ તથા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તથા વેપારી આલમમાં સારી એવિ નામના ધરાવતી મંગલમ ક્રેડિટ કો. ઓપ.સોસાયટીના ચેરમેન શ્રી મનોજભાઈ લાલના સુપુત્ર છે તેમજ તેઓ પણ લોહાણા સમાજમાં સારી નામના ધરાવે છે તેમજ બહોળું મિત્રવર્તુળ ધરાવનાર છે.

ઉપરોક્‍ત પરીક્ષામાં અન્‍ય એક પાસ થનાર એડવોકેટ પ્રેમરાજસિંહ રૂપરાજસિંહ પરમાર પોતાના પરદાદા એડવોકેટ  ક્રિપાલસિંહજી, દાદા એડવોકેટ રાજકુમારસિંહજી તથા પિતા શ્રી રૂપરાજસિંહ પરમારના પગલે ચોથી પેઢીએ વકીલાતમાં પદાર્પણ કરી ચુકેલ છે. પ્રેમરાજસિંહએ બી.ઈ. એમ.બી.એ (ડી.વાય. પાટીલ યુનિવર્સિટી પુના) તથા એલ.એલ.બી. ની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સદર એ.આઈ.બી.ઈ. ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી આશરે ૧૩૦૦૦ જેટલા પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાથી આશરે ૬૦૦૦ જેટલા પરિક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે.

એ.આઈ.બી.ઇ. ની પરીક્ષામાં પાસ થનાર રાજકોટના એડવોકેટ શ્રી રવિ મનોજભાઇ લાલ (મો. ૯૪૨૯૯ ૧૮૧૩૧) તથા એડવોકેટ પ્રેમરાજસિંહ રૂપરાજસિંહ પરમાર (મો. ૯૬૬૨૦ ૮૯૯૬૩)ને પોતાના સમાજ તથા પરીવારનું ગૌરવ વધારવા બદલ ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહેલ છે. તેમજ એડ્‍વોકેટ રૂપરાજસિંહ પરમારના એસોસીએટ એડવોકેટ્‍સ સર્વશ્રી અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, દિપકભાઈ ભાટીયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, જીતભાઈ શાહ વિગેરે મીત્રવર્તુળ તથા સિનિયર-જુનિયર વકીલ તરફથી શુભેચ્‍છાઓ આપવામાં આવેલ છે.

(3:24 PM IST)