<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

રવિવારે જૈન ક્રાંતિઃ તકતી મુકત જૈન ધર્મ સ્‍થાનકનું ઉદઘાટન

પૂ. દેવેન્‍દ્રમુનિ મ.સા., પૂ. સુશાંતમુનિ મ.સા, પૂ. પારસમુનિ મ.સા. તથા પૂ. સતીવૃંદની નિશ્રા : રવિવારે ઉદઘાટન પ્રસંગે સવારે ૮ થી ૧ર વાગ્‍યા સુધીમાં પાંચ સામાયિક કરનાર આરાધકોને રૂા. ૧૦૦ની અનુમોદના કરાશે : જૈનમ-જીવિકા દ્વારા જૈનીઝમ પર કાલે આત્‍મીય કોલેજ ઓડિટોરીયમ ખાતે નિઃશુલ્‍ક સેમિનારઃ રજિસ્‍ટ્રેશન જરૂરી

રાજકોટ, તા. ૯: ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂજ્‍ય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્‍વામી નાં સુશિષ્‍ય ગુજરાત રત્‍ન પૂજ્‍ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા મહામંત્ર પ્રભાવક પૂજ્‍ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના શિષ્‍ય રત્‍ન પૂજ્‍ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબનાં સાનિધ્‍યમાં જીવો સંચાલિત શ્રી રૂડાનગર સ્‍થાનકવાસી જૈન સંઘ રાજકોટ માં તા. ૧૧ ને રવિવારે મીન લગ્નમાં અને ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાં નાં યોગમાં, ચંદ્ર ની હોરા અને લાભ ચોઘડિયાંમાં માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર સાવરકુંડલા વાળા હાલ મુંબઈ, શ્રી ભાનુમતીબેન વનચંદ પારેખ, સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય ની ઉદ્ધાટન વિધિ રાખવામાં આવેલ છે.

સમસ્‍ત ગુજરાતમાં સૌપ્રથમ તકતી મુક્‍ત ઉપાશ્રયનું નવનિર્માણ થયું. જેમાં મુખ્‍ય લાભાર્થી ખેતાણી પરિવારની ઉત્તમોત્તમ નિર્મળ ભાવનાનાં દર્શન થાય છે. ભૂમિપ્રદાતા શ્રી ભાનુમતીબેન ની અંતરની ભાવનાને સાકાર મૂર્ત સ્‍વરૂપ પ્રાપ્ત થયેલ છે. ૨૦૨૧ માં સદગુરુદેવે ગોંડલ માં જણાવેલ કે જૈન સમાજનું સ્‍થાન ઉત્‍થાન તો જ શકય છે, જો ધર્મસ્‍થાનકો તકતી મુક્‍ત બને અને પ્રોગ્રામો સ્‍ટેજ મુક્‍ત બને. પ્રોગ્રામ સ્‍ટેજ મુક્‍ત બનાવવા અને ધર્મસ્‍થાનક તકતી મુક્‍ત સમાજે  અહં ભાવ છોડી દાન આપતાં શીખવું પડશે. આજે સદગુરુદેવ ની ભાવના સાકાર થઈ.

ઉપાશ્રયની અંદરમાં કોઈનાં પણ નામની તકતી લગાવવામાં આવેલ નથી. સાધુચર્યા ને સાનુકૂળ બને તેવા વર્તમાન સમયની ચતુર્વિધ સંઘની આવશ્‍યકતાની પૂર્તિ કરે તેવા ઉપાશ્રય સ્‍વરૂપ જૈન ધર્મસ્‍થાનક નું નિર્માણ થયું છે.

જૈન ધર્મસ્‍થાનક નાં મુખ્‍ય દ્વાર નું ઉદ્ધાટન મુખ્‍ય ઉદઘાટક ધીરજલાલ કાંતિલાલ જૈન, શ્રીમતી મમતાબેન જૈન, જૈનમ - જીવિકા જૈન દુબઈ, પ્રવચન હોલ નું ઉદ્ધાટન  રીનાબેન જીતેન્‍દ્રભાઈ બેનાણી, આયંબિલ શાળા નું ઉદ્ધાટન માતુશ્રી શારદાબેન રતિલાલ જેચંદ દોશી પરિવાર તનસુખભાઈ દોશી, સ્‍વ. આનંદ કુમાર પંકજભાઈ રવાણી તથા . સ્‍વ. પંકજકુમાર મનસુખલાલ રવાણી હૈદરાબાદ હાલ રાજકોટ ભારતીબેન પંકજકુમાર રવાણી - દિવ્‍ય સાધનાલય - અન્નપૂર્ણાલય , શ્રીમતી કામિનીબેન કેતનભાઈ બોસમ્‍યા વેરાવળ રૂમ નં ૧, માતુશ્રી કુસુમબેન મનસુખલાલ મહેતા ઘડિયાળી પરિવાર જામનગર જયેશભાઈ ઘડિયાળી રૂમ નં ૨, ધીરજલાલ દુર્લભજીભાઈ મોદી પરિવાર ખાંભા રૂમ નં ૩, માતુશ્રી સુશીલાબેન ભૂપતલાલ શાહ પરિવાર રૂમ નં ૪, માતુશ્રી લતાબેન કાંતિલાલ મહેતા પરિવાર - લીનાબેન - રાહુલભાઈ રાજકોટ શાલીભદ્ર પેઢી કાર્યાલય, શ્રીમતી નિશાબેન સુનિલભાઈ પારેખ દુબઈ કોઠાર રૂમ, નવકાર મંત્ર - મહામાંગલિક - ઉવસગ્‍ગહરં સ્‍તોત્ર શિલાલેખ પરાગભાઇ રજનીભાઇ પારેખ, ભાવિકાબેન તુષારભાઈ ગોસલિયા, નિતિનભાઈ મહેતા, રુદ્રેશભાઈ રમેશચંદ્ર ગાઠાણી, જયંતિલાલ ભાઈચંદભાઈ મહેતા, અશોકભાઈ જોષી, કેતનભાઈ પટેલ, ગોંડલ સંપ્રદાયનાં સમસ્‍ત સંત પરંપરાનાં નવનિર્મિત આંબા નું દર્શનીય ચિત્ર કલાકળતિ નું ઉદ્ધાટન શ્રી ગોંડલ સંપ્રદાયનાં પ્રવીણભાઈ મણિલાલ કોઠારી, ચંદ્રકાંતભાઈ માણેકચંદભાઈ શેઠ (સી.એમ.), શ્રી રૂડા નગર સ્‍થાનકવાસી જૈન સંઘના ટ્રસ્‍ટી પ્રમુખ મયૂરભાઈ ભૂપતલાલ શાહ, મહામંત્રી કિશોરભાઈ રતિલાલ દોશી, ખજાનચી અજયભાઈ ભૂપતરાય ભીમાણીનાં હસ્‍તે થશે. મુખ્‍ય લાભાર્થી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવારની ઉત્તમ ભાવના આ ઉપાશ્રય માં સાકાર થઈ છે. ઉપાશ્રયની જગ્‍યામાં સ્‍થાનકવાસી જૈન પરંપરા અનુસાર આરાધના કરવા કરાવવામાં આવશે.

 અનેક ધર્મસ્‍થાનકોનાં ખેતાણી પરિવાર એ મુખ્‍ય લાભાર્થી સ્‍વરૂપે લાભ લીધેલ છે. તેમની ઉદાત્ત ભાવના એ છે કે મુખ્‍ય લાભાર્થી પરિવાર હોવા છતાં ઉદઘાટન પ્રસંગે કયાંય કયારેય ઉપસ્‍થિત રહેતા નથી. અન્‍ય સાધર્મિકનાં હસ્‍તે જ ઉદ્ધાટન કરવા શ્રી સંઘને પ્રેરણા આપે છે. આશરે ૪૫ વર્ષથી સ્‍થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથ ચારેય ફીરકા નાં સંત-સતીજીની સ્‍વદ્રવ્‍યથી નિર્માણ ભાવનાથી વૈયાવચ્‍ચ કરી રહ્યા છે. જે આ કાળમાં આヘર્ય કારક ઘટના છે. હજારો સંત-સતીજી નાં સાચાં અમ્‍મા પિય્‍યા છે.

ઉપાશ્રય નિર્માણનું આયોજન ખેતાણી પરિવારની પવિત્ર ધર્મભાવના અને પૂજ્‍ય સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા પૂજ્‍ય પારસમુનિ મહારાજ સાહેબનાં ધર્મોપદેશ નાં પ્રેરણા પ્રકાશે અમો શ્રી સંઘ સફળતા પૂર્વક કરી શકયા છીએ.

તા. ૧૧ ને રવિવારે ઉદ્ધાટન પ્રસંગે પૂજ્‍ય દેવેન્‍દ્રમુનિ મહારાજ સાહેબ, પૂજ્‍ય સુશાંતમુનિ મહારાજ સાહેબ, પૂજ્‍ય પારસમુનિ મહારાજ સાહેબ, પૂજ્‍ય વનિતાબાઈ મહાસતીજી (સતીજી) , સદાનંદી પૂજ્‍ય સુમતિબાઈ મહાસતીજી, પૂજ્‍ય પ્રિયદર્શનાબાઈ - સુધાબાઈ મહાસતીજી, પૂજ્‍ય  કલ્‍પનાબાઈ - અજીતાબાઈ મહાસતીજી, પૂજ્‍ય સંગીતાબાઈ મહાસતીજી, પૂજ્‍ય નંદા સુનંદાબાઈ મહાસતીજી, પૂજ્‍ય સુનિતાબાઈ મહાસતીજી, પૂજ્‍ય રૂપાબાઈ મહાસતીજી, પૂજ્‍ય શ્રેયાંસીબાઈ મહાસતીજી જશ પરિવાર નાં પૂજ્‍ય  વીણા - ઉષાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાયનાં પૂજ્‍ય સાધનાબાઈ મહાસતીજી, પૂજ્‍ય જયશ્રીબાઈ મહાસતીજી, પૂજ્‍ય રાજેશ્વરીબાઈ મહાસતીજી, પૂજ્‍ય સોનલબાઈ મહાસતીજી આદિ તથા જશ - ઉત્તમ - પ્રાણ પરિવાર તથા સંઘાણી સંપ્રદાય લીંબડી સંપ્રદાય તથા અન્‍ય રાજકોટમાં બિરાજિત સર્વ સંત સતીરત્‍નો પધારશે.

રાજકોટ શહેરમાં સૌ પ્રથમવાર કાલે તા.૧૦ શનિવારે સાંજે ૫ કલાકે જૈનમ - જીવિકા જૈન દ્વારા આત્‍મીય વિશ્વવિદ્યાલયનાં ઓડિટોરિયમ માં જૈનીઝમ પર એક સેમિનાર રાખવામાં આવ્‍યો છે. જેમાં જૈન ધર્મ શું છે? જૈન ધર્મ જીવનમાં અપનાવવાથી તમારા જીવનમાં શું ફેરફાર આવે છે? જૈન ધર્મ તમે પણ તમારાં રોજિંદા જીવનમાં કેવી રીતે સરળતાથી અપનાવી શકો છો? જૈન ધર્મમાં પાંચ પર્વતિથિ નું આધ્‍યાત્‍મિક અને વૈજ્ઞાનિક મહત્‍વ શું છે? તેની શરીર અને મન પર શું અસર થાય છે? જૈન ધર્મ અમે કેવી રીતે અમારાં જીવનમાં લાવ્‍યા? અને તેનાથી અમોને શું લાભ થયો? આદિ વિષય પર મનનીય વક્‍તવ્‍ય આપશે.

માત્ર ૧૪ વર્ષનાં જૈનમ જૈન અને ૧૧ વર્ષની જીવિકા જૈન બંને ભાઈ - બેન અનેક સુખ સુવિધા વચ્‍ચે પણ જૈનીઝમ વિશે મોટીવેશનલ સ્‍પીચ આપી જૈનીઝમ નાં મોટિવેશનલ સ્‍પીકર સ્‍વરૂપે વિખ્‍યાત છે. તેને સાંભળવા એક લ્‍હાવો છે.

દરેક જૈનો એ વહેલા તે પહેલાંનાં ધોરણે રજીસ્‍ટ્રેશન ઓનલાઈન કરાવી અવશ્‍ય આ સેમિનારમાં પધારવું. ખાસ આપનાં બાળકો ને લાવવા જેથી તેને પ્રોત્‍સાહન મળે કે હું પણ કંઇક બની શકું છું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ રવાણી અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરશે. સેમિનાર આત્‍મીય વિશ્વવિદ્યાલય, ઓડિટોરિયમ કાલાવડ રોડ,રાજકોટ ખાતે  નિઃશુલ્‍ક યોજાશે. વધુ વિગત માટે મો. ૯૮૨૫૮ ૮૨૫૭૯ ઉપર સંપર્ક કરી શકાશે.

નવકારશી લાભાર્થી શ્રીમતી મિતાબેન મયૂરભાઈ શાહ કિંજલ - અનિક, રાજવી - રાજકોટ, દિવ્‍ય મહાપ્રસાદનાં લાભાર્થી માતુશ્રી લતાબેન કાંતિલાલ મહેતા રાજકોટ, માતુશ્રી રંજનબેન રમેશચંદ્ર મહેતા હસ્‍તે મહેતા પરિવાર દ્વારા સવારે  ૮ થી ૧૨ વાગ્‍યા સુધી પાંચ સામાયિક કરનાર આરાધકો ને ૧૦૦ રૂપિયાની અનુમોદના કરવામાં આવશે.

અનેક નામી અનામી દાતાશ્રીઓ તથા શ્રેષ્ઠીઓ આર્કિટેક્‍ટ શ્રેણિકભાઈ મુકેશભાઈ દેસાઈ, સ્‍ટ્રકચર એન્‍જિનિયર ચેતનભાઇ ભગવાનજીભાઈ સયાણી  , કોન્‍ટ્રાકટર  અશ્વિનભાઇ ધરમશીભાઈ સોલંકી , મિલનભાઈ મહેતા, પરેશભાઈ મહેતા, સાહિલ મહેતા, રાજુભાઈ શાહ (સિયાણી વાળા), નિતિનભાઈ મહેતા, નિરવભાઈ બદાણી, જસ્‍મીનભાઈ દોશી, પ્રેમ અતુલભાઈ પારેખ, અતુલભાઈ વ્‍યાસ, શેઠ ઉપાશ્રય મહિલા મંડળ, વખારિયા ઉપાશ્રય મહિલા મંડળ પ્રિન્‍ટ મિડિયા અને ઈલેક્‍ટ્રોનિક મીડિયા પ્રત્‍યે સમસ્‍ત ટ્રસ્‍ટી ગણે આભાર વ્‍યક્‍ત કરેલ છે.

સર્વ સંઘો, દિલેર દાતાશ્રીઓ, જૈન અગ્રણીઓ તથા સર્વે શ્રાવક શ્રાવિકાઓને રવિવારે રૂડાનગર-૩ આદિત્‍ય વનની સામેની શેરી, ઇસ્‍કોન મંદિરની બાજુમાં, રૂડા નગર શેરી નં. ૧, કાલાવડ રોડ ખાતે પધારવા જીવોનાં પ્રેસિડેન્‍ટ મયુર શાહની યાદીમાં જણાવાયું છે.

 

(3:37 PM IST)